Book Title: Navu Darshan Navo Samaj Author(s): Tulsi Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ સ્વકથ્ય ) સમય સતત પરિવર્તનશીલ રહે છે. સમય જ શા માટે, સઘળું પરિવર્તનશીલ રહે છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યની ત્રિપદી પરિવર્તનની શાશ્વત કથા છે. પરિવર્તનની અનિવાર્યતામાં પણ માણસ ખૂબ ઓછો પરિવર્તન પામે છે. જો સમયની સાથે સાથે માનવી વિવેકપૂર્વક પરિવર્તન પામવાનું શીખી લે તો સમયનાં પાંદડાં તેના કર્તુત્વને ઢાંકી શકે નહિ. સંસારની અન્ય વસ્તુઓ પરિવર્તન પામે છે, તેમનામાં ચિંતન કે વિવેકનો યોગ હોતો નથી. પરંતુ માનવી વિચારી શકે છે અને પોતાના વિવેકનો ઉપયોગ કરીને સાચી દિશામાં પરિવર્તન પણ કરી શકે છે. ચિંતન અને વિવેકના અભાવે નવી દિશાઓ મળતી નથી. ફક્ત પરંપરાઓના વાહક બનીને જીવવું, ચીલા ઉપર ચાલવું અથવા અતીતને સતત પુનરાવર્તિત કરતા રહેવું એ પણ જીવનની એક શૈલી છે. પરંતુ તેમાં માનવી માત્ર યંત્ર બની રહે છે. યંત્ર બનીને જીવવામાં આપણી આસ્થા નથી. ભારતીય દર્શનોમાં એક એવું પણ દર્શન છે, જે ક્ષણજીવી છે. તેના મત મુજબ જે કોઈનું અસ્તિત્વ છે, તે એક ક્ષણથી અધિક સમય ટકી શકતું નથી. જે પ્રથમ ક્ષણ છે તે બીજી ક્ષણે સમાપ્ત થઈ જાય છે. તેને બદલે નવું નિમણિ થઈ જાય છે. આવા પરિવર્તનમાં પણ આપણો વિશ્વાસ દઢ થતો નથી. મૌલિકતાની સુરક્ષા સહિત થતું પરિવર્તન જ આપણને અભીષ્ટ છે. આ જૈન દર્શનનું પરિવર્તન છે. તેના મત મુજબ નવું ઉત્પન્ન થાય છે, જૂનું નાશ પામે છે પરંતુ મૂળ તત્ત્વ યથાવત્ રહે છે. પરિવર્તનનો અસ્વીકાર કરવો તે જડતા છે અને મૂળની અસુરક્ષા પ્રવાહપાતિતા છે. જડતામાં નવા વિકાસની શક્યતા ક્ષીણ થઈ જાય છે અને પ્રવાહપાતિતામાં મૂળ ઉખડી જાય છે. આ બંનેથી બચનાર વ્યક્તિ મૌલિકતાના આકાશમાં પરિવર્તનનો ચંદ્ર ઉગાડવામાં કામિયાબ થઈ શકે છે. મૌલિકતાની સુરક્ષા સહિત થતાં પરિવર્તનોનો સંબંધ આચાર, વ્યવહાર, વેશભૂષા, રીતરિવાજ સુધી જ સીમિત નથી. વ્યક્તિનું ચિંતન અને લેખન પણ તેનાથી પ્રભાવિત થાય તેવી અપેક્ષા છે. સત્ય શાશ્વત હોય છે પરંતુ તેની અભિવ્યક્તિની રીત બદલાતી રહે છે. ભોજન બનાવવાની સામગ્રી તો એની એ જ હોય છે, પરંતુ રસોઈકળામાં નિપુણ ગૃહિણી એક Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 260