Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh Author(s): Mafatlal A Bhavsar Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોડણી વિશેનો સરકારી ઠરાવ ગુજરાતી ભાષાની જોડણીમાં સુધારા કરવા માટે કાર્યપદ્ધતિ-નિયમો નક્કી કરવા અંગે ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ, ઠરાવ ક્રમાંક : પરચ-૧૫-૨૦૦૦-એમ-૧૮-૨, સચિવાલય, ગાંધીનગર તારીખ : ૯-૧૧-'૦૧ વંચાણે લીધો : (૧) ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત સાર્થ ગુજરાતી જોડણીકોશ (૨) શિક્ષણ વિભાગનો તા. ૨-૭-'૦૧નો ઠરાવ ક્રમાંક : પરચ-૧૫-૨૦૦૦-એમ-૧૮-૨ ઠરાવ ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રકાશિત સાર્થ ગુજરાતી જોડણીકોશ અનુસાર ગુજરાતી ભાષામાં જોડણી કરવામાં આવી રહી છે. દરમ્યાનમાં ગુજરાતી ભાષાની જોડણીને હજુ પણ વધુ સરળ બનાવવા માટે સરકારશ્રીમાં અનેક રજૂઆતો થયેલ એટલે એ અન્વયે જોડણી સુધાર સમિતિની રચના શ્રી કે. કા. શાસ્ત્રીના અધ્યક્ષપદે, ઉપર ક્રમાંક (૨)માં દર્શાવેલ ઠરાવથી, કરવામાં આવેલ. આ સમિતિએ ગુજરાતી ભાષાની જોડણી માટે સાર્થ જોડણીકોશને જ આધારભૂત અને સર્વમાન્ય ગણેલ છે. તદ્ઉપરાંત ગુજરાતી ભાષાની જોડણી માટે સામેલ પરિશિષ્ટ-૧ નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થામાં દર્શાવ્યા મુજબ થાય એમ સરકારશ્રીએ ઠરાવેલ છે. આથી રાજ્યમાં તમામ પ્રકારના વ્યવહારમાં, જેમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવામાં આવે તેમાં, ઉપર દર્શાવેલ નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થા અનુસાર ગુજરાતી શબ્દોની જોડણી થાય એનું ધ્યાન રાખવા રાજ્યના ગુજરાતી પ્રેમી લાગતાવળગતા સર્વે જનોને જણાવવાનું ઠરાવવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે, સહી/(આર. બી. ધંધુકિયા) ઉપસચિવ શિક્ષણ વિભાગ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 900