Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh Author(s): Mafatlal A Bhavsar Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદા. અગાઉ, ખેડુ, ગાઉ, ગોખરુ, ટાપુ, રખડુ, ખીસું, ટીપું, ધીમું, ફૂંદુ, ઊજળું, બિહામણું. માત્ર એકાક્ષરી શબ્દોનો ઉપરના નિયમમાં અપવાદ કરવો. એકાક્ષરી શબ્દોમાં અનનુનાસિક ઊનો વિકલ્પ લખવો; જેમ કે, જૂ -જુ, છૂછુ, યૂ-૬, ૬-૬, બૂ-બુ, ભૂ-ભુ, ૩-. અનુનાસિક ઈ અને ઊં શબ્દમાં અંત્ય ઈંના અપવાદે કોઈ પણ સ્થાને આવતા ઈંનો વિકલ્પ કરવો. ઉદા. ઈંટ-ઇંટ, રીંછ-રિંછ, નીંદર-નિંદર, ઢીંચણ-ઢિંચણ, હીંચકો-હિંચકો, ચીંદરડીચિંદરડી, મીંચામણાં-મિચામણાં. પરંતુ અહીં, નહીં, જહીં, તો નહીં-નહિનો વિકલ્પ, “નહિ” તત્સમ હોવાથી. શબ્દમાં છેલ્લા સિવાયનાં બધાં જ સ્થાનોએ ઊંનો વિકલ્પ કરવો. ઉદા. ઊંઘ-ઉઘ, થંક-થેક, ઊંચાણ-ઉંચાણ, ઘૂંઘટ-ઘુંઘટ, મૂંઝવણ-મુંઝવણ, લૂંટાલૂંટ લુંટાલુંટ, ગૂંછળિયાળુ- ગુંછળિયાળું, હૂંડિયામણ-હુંડિયામણ. (૫) જોડાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં, અર્થાત્ જોડાક્ષર પૂર્વેના અક્ષરમાં આવતા છે કે જે હૃસ્વ લખવા. ઉદા. કિલ્લો, બિલ્લો, ઇજ્જત, કિસ્મત; કુસ્તી, સુસ્તી, ઉમ્મર, ઉમર, હુન્નર, પિસ્તાળીસ, પિંડી, હિંદ, કિંમત, ટિંગાટોળી. () બે અક્ષરોના શબ્દોમાં ઉપાંત્ય છે કે ઊ દીર્ઘ લખવા. (બે અક્ષરના શબ્દોમાં ઉપાંત્ય એટલે અંત્યાક્ષરની પૂર્વેનો) ઉદા. ઈજા, ખીણ, ચીસ, જીભ, ઠીક, ભીનું, દીવો, પીઠી, કૂવો, ચૂડી, જૂઠ, ધૂળ, ખૂબી, સૂડી, ફૂદું, સૂકું. અપવાદ : જ્યાં વ્યુત્પત્તિને કારણે કે રૂઢિને લીધે જોડણી જુદી થતી હોય તેવા શબ્દોમાં હ્રસ્વ લખવા. ગિની, ચિટ, ટિન, ટિપ, ઉર્દૂ, ઉર્સ, કુળ, ખુશ. ત્રણ અક્ષરોના શબ્દોમાં મધ્યાક્ષરમાં હ્રસ્વ-દીર્ઘ અક્ષરોને ધ્યાનમાં રાખી જોડણી કરવી. (ક) ઉપાંત્ય કે મધ્યાક્ષર દીર્ઘ હોય ત્યારે પ્રથમાક્ષરમાં છે કે જે સ્વ કરવા. ઉદા. ઇજાફો, કિનારો, જિરાફ, મિનાર, હિલોળો, ઉચાટ, ઉધર, ઉનાળો, કુહાડો, સુથાર, લુહાર. ઉપાંત્ય કે મધ્યાક્ષર હ્રસ્વ હોય તો પ્રથમાક્ષરમાં ઈ કે ઊ દીર્ઘ કરવા. ઉદા. કીચડ, ખીજડો, દીવડો, પીપળ, લીમડો, હીજડો, ઊધઈ, કૂકડો, ખૂમચો, છૂટકો, ભૂસકો, સૂરજ. અપવાદ : અહીં પણ વ્યુત્પત્તિ કે રૂઢિને કારણે જ્યાં જુદી જોડણી થાય છે તેને અપવાદ ગણવો; જેમ કે, ઉપર, ચુગલી, કુરતું, ટુચકો, કુમળું જેવા. For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 900