Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ગ) ચાર કે ચારથી વધુ અક્ષરોવાળા શબ્દોમાં જો એ એક જ ઘટકના કે પ્રાથમિક શબ્દો હોય ત્યાં પ્રથમાક્ષરમાં છે કે જે હ્રસ્વ લખવા; જેમ કે, ઇમારત, ખિસકોલી, ઉધરસ, ઉપરાંત, કુરબાન, ગુલશન, જુમેરાત. ત્રણ અને ત્રણથી વધુ અક્ષરવાળા શબ્દોમાં અપવાદ કે વિકલ્પ. બે કે ત્રણ અક્ષરોના પ્રાથમિક શબ્દોને પ્રત્યય લાગતાં કે સામાસિક બનતાં અને દ્વિરુક્ત પ્રયોગોમાં પ્રાથમિક શબ્દો ત્રણ કે ત્રણથી વધુ અક્ષરોના બને ત્યાં પ્રાથમિક શબ્દ કે મૂળ અંગની જોડણી વિકલ્પ કરવી. ઉદા. રીસાળ-રિસાળ, મૂછાળો-મુછાળો, ખીચડિયું-ખિચડિયું, થીગડિયું-થિગડિયું. ઘુઘરિયાળ-ઘુઘરિયાળ. શબ્દના બંધારણમાં કોઈ પણ સ્થાને “ય'શ્રુતિ આવતી હોય ત્યાં પૂર્વેનો ઇ હ્રસ્વ કરવો : ઘોડિયું, ડોળિયું, થડિયું, માળિયું, ધોતિયું, પિયર, મહિયર, અડિયલ, ફરજિયાત, લેણિયાત, વાહિયાત. નીચેના અપવાદો દૂર કરવા અને તેઓની જોડણી કૌંસ બહાર દર્શાવ્યા પ્રમાણે કરી લેવી : (પીયો) પિયો, (પીયળ) પિયળ, (ચીયો) ચિયો રૂપ સ્વીકારવાં. (૮) ભૂતકૃદંતના “એલું' પ્રત્યયવાળાં રૂપમાં જોડણી નીચે મુજબ કરવી : ગયેલું, જોયેલું, થયેલું, મુકાયેલું, સચવાયેલું, ધોયેલું, ખોયેલું, ખોવાયેલું વગેરે. વ્યંજનાં અંગોમાં “એલું” જ રહેશે : કરેલું, બોલેલું, આવેલું, જણાવેલું, જાણેલું વગેરે. (૯) ઐ- સંયુક્ત સ્વરો અને અઇ-અઉ સ્વરયુમોના લેખનમાં સાવધાની રાખવી. પૈસો, પૈડું, ચૌદ, રવૈયો, ગવૈયો એ શિષ્ટ છે, તો પાઈ, પાઉંડ, ઘઉં, જઈ, થઈ વગેરે શિષ્ટ છે. (૧૦) “હશ્રુતિ તદ્દભવ શબ્દોમાં જ્યાં હકાર સંભળાતો હોય ત્યાં પૂર્વેના વ્યંજનમાં “અ” ઉમેરી જોડણી કરવી. “હ'શ્રુતિએ સ્વરનું મર્મરત્વ છે; વાસ્તવમાં તો સ્વર જ મહાપ્રાણિત હોય છે. “હ” જ્યાં દર્શાવવો હોય ત્યાં જુદો પાડીને લખવો કે બિલકુલ ન દર્શાવવો. “હને આગલા અક્ષર સાથે પ્લેન, હારું જેવાં રૂપે ક્યારેય ન જોડવો; જેમ કે, બ્લેન નહીં, પણ બહેન. એ જ રીતે વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, મહેરબાન, મહાવરો, મહોલ્લો, મહોર અને કહે, રહે જેવાં રૂપો લખવાં. ઉપરાંત મારું, તારું, અમારું, તમારું, તેનું, એનું, નાનું, બીક, સામું, ઊનું, મોર, ત્યાં, જ્યારે, ત્યારે વગેરે આ પ્રમાણે લખાય છે એમ લખવાં. [૮] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 900