Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh Author(s): Mafatlal A Bhavsar Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ : ૧ નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થા જોડણી વિશે એક ચોક્કસ સ્વરૂપ સ્થિર થયું છે. એને આંચ ન આવે અને જોડણીમાં શક્ય એટલી એકવાક્યતા જળવાય એ માટે સરકારે નીમેલા વિદ્વાનો પાસેથી અભિપ્રાયો જાણી, એમના નિબંધ અભિપ્રાયોને લક્ષમાં રાખી સરકારે સર્વસંમતિથી જોડણી અંગે લીધેલા મહત્ત્વના નિર્ણયો નીચે મુજબ છે : (ક) પરભાષાના શુદ્ધ (તત્સમ) શબ્દોની જોડણી (૧) સંસ્કૃત, અરબી, ફારસી, અંગ્રેજી વગેરે ભાષાના શુદ્ધ શબ્દોની જોડણી ગુજરાતી ભાષામાં જાણીતાં ઉચ્ચારણોને ધ્યાનમાં રાખી મૂળ પ્રમાણે કાયમ રાખવી. સંસ્કૃતનાં રૂપો – પ્રત્યય વિનાનાં -- પહેલી વિભક્તિ એકવચનમાં જ નોંધવાં. ઉદા. સંમતિ, મતિ. એ જ રીતે ગુરુ, હરિ, નીતિ, ક્ષતિ, નિધિ, સ્થિતિ, શ્રીયુત, પાશ્ચાત્ય, પૌરસ્ય, પ્રામાણિક, કર્તા, પિતા, વિદ્યાર્થી, હસ્તી, યશસ્વી, મનસ્વી, વિદુષી, ભગવતી, શ્રીમતી, સુદિ, વદિ; આગાહી, અમીરી, ઉર્દૂ, કાબૂ, કાબુલી, કિસ્સો, કિમતી, ખૂબી, ગિરો, ચા, જાદૂ, જાસૂસી, તંબૂ, તૂતી, તૈયારી, દારૂ, દાવદી, પીલુ, બાજૂ, રજૂ, રૂબરૂ; મ્યુનિસિપાલિટી, કમિટી, યુનિવર્સિટી વગેરે. જેને છેડે વ્યંજન હોય તેવા શબ્દો ગુજરાતી પ્રત્યય લેતા હોય તેઓને અકારાંત ગણીને લખવા : જગત, વિદ્વાન, ભગવાન, પરિષદ, સંસદ, ધનુષ, આશિષ, આયુષ, અકસ્માત; અકીક, અજબ, અંગૂર, અંજીર, આલિશાન, ઈજા, ઇમારત, ઇલાજ, કબૂતર, કબૂલ, કસૂર, કાનૂન, કૂચ, કોશિશ, કોહિનૂર, ખુદ, ખૂન, ગુમ, ચાબુક, જરૂ૨, જાસૂસ, ઝનૂન, તવારીખ, તારીખ, દસ્તૂર, દીવાન, દીવાલ, સાબિત; અપીલ, કોર્ટ, કેબલ, પેન્સિલ, બૂટ, સ્કૂલ, બુક, ડૉક્ટર, સ્ટેશન વગેરે. પશ્ચાતુ, કિંચિત્, અર્થાતુ, ક્વચિતું, સાક્ષાત્, અકસ્માતું જેવા શબ્દો એકલા આવે ત્યારે એ જેમ છે તેમ વ્યંજનાત લખવા, પણ એ શબ્દો પછી “જ' કે “ય' અવ્યયો આવે ત્યારે સ્વરાંત લખવા; જેમ કે, ક્વચિત જ, સાક્ષાત જ વગેરે. (ખ) વિકાસ પામેલા (તદ્ભવ) શબ્દોની જોડણી (૩) તદ્દભવ શબ્દોને છંડે આવતા અનનુનાસિક ઈ કે અનુનાસિક છે દીર્ઘ કરવા. ઉદા. કીકી, કીડી, સીડી, કઢી, ચમચી, કડછી, જુગારી, અહીં, જહીં, તહીં, કહીં, દહીં, નહીં, મહીં. તદ્ભવ શબ્દોને છેડે આવતા અનનુનાસિક ઉ કે અનુનાસિક ઉં હ્રસ્વ કરવા. [૧] For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 900