Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોડણીના સમન્વિત નિયમો [ગૂજરાત વિદ્યાપીઠના “સાર્થ જોડણીકોશ'માં આપેલા નિયમો અને ગુજરાત સરકારશ્રીના નિષ્કર્ષરૂપ જોડણી વ્યવસ્થાના નિયમોના આધારે) ૧. તત્સમ શબ્દો ૧. સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા. મતિ, ગુરુ, વિદ્યાર્થિની હરિ નીતિ, નિધિ, સ્થિતિ વગેરે. (૧) ૨. જે વ્યંજનાન્ત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લેતા હોય તેમને અકારાન્ત ગણીને લખવા. ઉદા. વિદ્વાન, જગત, પરિષદ, ધનુષ, અંગૂર, કબૂલ, કોહિનૂર, દીવાન; અપીલ કોર્ટ, ડૉક્ટર વગેરે. આ નિયમ અંગ્રેજી, ફારસી, અરબી વગેરે ભાષાઓના શબ્દોને પણ લાગુ પડે છે. (૩) ૩. સંસ્કૃત તત્સમ શબ્દોમાં અનુનાસિક અક્ષરોને સ્થાને અનુસ્વાર વાપરવો. ઉદા. અંક, અંગ, અંત, ઇંદ્રિય, કુંજ, વંદન, સંમોહ વગેરે અન્ત, સન્મતિ, ઉન્માદ અને એવા બીજા શબ્દો અપવાદરૂપ ગણવા. ૪. પશ્ચાતું, કિંચિત્, અર્થાત્, ક્વચિત્, સાક્ષાતુ, અકસ્માતુ જેવા અવ્યયાત્મક શબ્દો એકલા આવે અથવા બીજા સંસ્કૃત શબ્દોની સાથે સમાસમાં આવે ત્યારે તેમને વ્યંજનાન્ત લખવા. ઉદા. કિંચિત્કર, પશ્ચાત્તાપ. આવા અવ્યયાત્મક શબ્દો પછી જ્યારે “જ” આવે ત્યારે તેમને વ્યંજનાન્ત ન લખવા. ઉદા. ક્વચિત જ , અકસ્માત જ. (૪) ઉચ્ચારદર્શક ચિહ્નો ૫. અરબી, ફારસી, અંગ્રેજી વગેરે ભાષાના શબ્દો લખતાં તે તે ભાષાના વિશિષ્ટ ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો ન વાપરવાં. ઉદા. ખિદમત, વિઝિટ, નજર વગેરે. (૫) ૬. “એ” તથા “ઓ'ના સાંકડા તથા પહોળા ઉચ્ચારની ભિન્નતા દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. પરંતુ અંગ્રેજી શબ્દોના “એ”, “ઓ'ના ઉચ્ચારણમાં ભ્રાંતિ ન થાય માટે, પહોળા ઉચ્ચાર દર્શાવવા ઊંધી માત્રાનો ઉપયોગ કરવો. દા.ત. ઍસિડ, કૉફી, ઑગસ્ટ, ફેશન, કૉલમ, કૉલેજ વગેરે. ૭. અનુસ્વારના કોમળ અને તીવ્ર ઉચ્ચારો દર્શાવવા ચિહ્નો વાપરવાં નહિ. નોંધ : શક્ય હોય ત્યાં અનુસ્વારના વિકલ્પ અનુનાસિકો વાપરી શકાય. ઉદા. અંત-અન્ત; દંડ-દડ; સાંત-સાન્ત; બૅક-બેન્ક; ચંડ-ચણ્ડ; આરંભ-આરમ્ભ વગેરે. (૭) ૮. કવિતામાં નિયમાનુસાર જોડણી વાપરી હ્રસ્વ દીર્ઘ બતાવનારાં ચિહ્નો વાપરવાં. (હવે આવી પ્રથા રહી નથી.) (૩૨) (૧૦ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 900