Book Title: Navbharat Sarth Gujarati Shabdakosh
Author(s): Mafatlal A Bhavsar
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સંપાદકીય વાણી સાથે અર્થની સહોપસ્થિતિ એ વાઙમયનો વિશિષ્ટ ગુણ છે. વાણી દ્વારા નીકળેલા શબ્દોના સર્જનની કોઈ સીમા નથી; એટલે તો શબ્દશાસ્ત્રને અનંત અપાર કહ્યું છે. શબ્દોના અર્થનો તો એથીય મોટો વિસ્તાર છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આકાશ અનંત છે. ગરુડ મહારાજ જેવા પક્ષીરાજ પણ તેનો પાર પામી શક્યા નથી એ બાબત જાણ બહાર ન હોવા છતાં પ્રત્યેક પક્ષી પોતપોતાની શક્તિ અનુસાર આકાશમાં ઉડ્ડયન કરતું રહે છે. મેં પણ એવું જ કાંઈક કર્યું છે ! મહર્ષિ પતંજલિએ પોતાના વ્યાકરણ મહાભાષ્યમાં સંકેત કર્યો છે : ‘“વૃહસ્પતિરિન્દ્રાય વિયં વર્ષસહસ્ર પ્રતિવાદ્યોતાનાં શપારાયળ પ્રોવાષ નાાં નામ ।'' અર્થાત્ બૃહસ્પતિએ ઇન્દ્ર સમક્ષ દિવ્યય સહસ્ર વર્ષો પર્યંત પ્રતિપદ શબ્દોનું પરાયણ કર્યું તો પણ અંત ન આવ્યો; એટલે કે શબ્દોની કોઈ સીમા નથી. નવા શબ્દો વીણવા વર્તમાનપત્રો, ગુજરાતી પારિભાષિક કોશોની મદદ લીધી છે અને અર્થને નિશ્ચિત કરવા વિભિન્ન શબ્દાર્થ કોશોની સહાય લઈ આ કોશનું પ્રણયન કરવામાં આવ્યું છે. આ કોશને વધારેમાં વધારે ઉપયોગી અને માન્ય બનાવવાના સઘળા પ્રયત્નો કર્યા છે, છતાંય આ કોશના સંપાદકનાં જ્ઞાન અને શક્તિની મર્યાદાઓ ક્યાંય નડી હોય એવુંય બનવા સંભવ છે. પ્રસ્તુત કોશના સંપાદન કાર્યમાં સંપાદક કેવો અને કેટલો સફળ રહ્યો છે તેનો નિર્ણય પાઠકો પર છોડું છું. ‘પાયાનો પર્યાકોશ’ની સફળતાની પ્રેરણાથી પ્રેરાઈ કોશનું કાર્ય હાથ ધર્યું. તેને જોઈતાં પુસ્તકો તરત જ મેળવી આપનાર શ્રી મહેન્દ્રભાઈ શાહ જેવા પ્રકાશક મળ્યા. આ એક શુભસંકેત જ ગાાય. આ કોશના સંપાદનકાર્યમાં મેં જે વિદ્વાનોના સાહિત્યનો સહારો લીધો છે એ સૌના ઋણનો સ્વીકાર કરતાં ગૌરવ અનુભવું છું. છેલ્લું પ્રૂફ વાંચી આપી કુમારી જાગૃતિ દેસાઈએ મને ચિંતામુક્ત કર્યો તે બદલ હું તેને ધન્યવાદ આપું છું. દિનાંક : ૧-૮-૨૦૦૬ ૨૫૬, તુલસીશ્યામ સોસાયટી, નવાવાડજ રોડ, અમદાવાદ - ૧૩ ગ્રંથને દર્શનીય સ્વરૂપમાં વાચકો સમક્ષ મૂકવા બદલ નવભારત પ્રકાશન મંદિરના ઉત્સાહી સંચાલક શ્રી મહેન્દ્રભાઈ શાહનો અત્યંત આભારી છું. ડૉ. મફતલાલ અ. ભાવસાર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 900