Book Title: Navasmarana
Author(s): Dhirajlal D Mehta, A N Upadhye
Publisher: Manish Smruti Trust Mumbai

View full book text
Previous | Next

Page 10
________________ ૯ શ્રીમાનતુંગસૂરિજી આવા મહા પ્રભાવક છે. તે સાંભળી રાજાએ સૂરિજીને બોલાવ્યા, પ્રવેશ વખતે બ્રાહ્મણોએ ઘીથી ભરેલું કચોળું ધર્યું. સૂરિજીએ અંદર એક સળી નાંખી, શ્રાવકોના પૂછવાથી તેનો અર્થ સમજાવ્યો કે બ્રાહ્મણોનો કહેવાનો આશય એ હતો કે ઘીથી ભરેલા કચોળાની જેમ આ નગરી પંડિતોથી ભરેલી છે. તેમાં સળી નાંખીને મેં એમ સૂચવ્યું કે જેમ કચોળામાં સળી ભલી જાય તેમ અમે આ નગરીમાં પ્રવેશ કરીશું. ત્યારબાદ પાંચસો પંડિતોથી ભરપૂર ભરેલી સભામાં બેઠેલા રાજાએ શ્રી માનતુંગસૂરિજીને પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરવા સૂચના કરી. આચાર્ય મહારાજશ્રીએ ‘“જગત્કર્તૃત્વ” વિષે તે પંડિતો સાથે વાદ કરી તેઓને જીતી લીધા. ત્યારબાદ રાજાએ સૂરિજીને કહ્યું કે બાણ અને મયૂર પંડિતની જેમ તમારામાં કોઇ દૈવિક શક્તિ હોય તો બતાવો. ત્યારબાદ સૂરિજીના કહેવાથી રાજાએ સૂરિજીને તાળાં વાળી ૪૪ (+૪) બેડીઓ પહેરાવી એક ઓરડામાં પૂર્યા, અને દરવાજા દૃઢ રીતે બંધ કરી તેને સાત તાળાં માર્યાં તથા ચોકી માટે બ્રાહ્મણોને અને ચોકીદારોને રોયા, પછી સૂરિજીએ આ ભક્તામરસ્તોત્રની રચના કરવા માંડી ભક્તિભાવપૂર્વક એક એક શ્લોક રચતા ગયા અને એક એક બેડી અને તાળાં તૂટતાં ગયાં, અંતે તે ઓરડાનાં દ્વારો આપ મેળે જ ખુલી ગયાં. તે ચમત્કાર જોઇ રાજાએ ગુરુજીનું અને જૈનધર્મનું બહુમાન કર્યું. તથા તેનાથી રાજા જૈનધર્મ ઉપર અતિશય પ્રીતિવાળો થયો. આ સૂરિજી શ્રી વીરપ્રભુની વીસમી પાટે થયા છે. આજે પણ ગામે ગામ આ ભક્તામરસ્તોત્ર સવારમાં સમૂહરૂપે બોલાય છે. કલ્યાણમંદિર સ્તોત્ર : (૮) આ સ્તોત્રના કર્તા શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી છે. કે જેઓ વૃદ્ધવાદિસૂરિજીના શિષ્ય હતા. તેઓની કથા આ પ્રમાણે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 242