Book Title: Nahi Aiso Janam Bar Bar
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ નહિ એસો જનમ બાર-બાર પણ નહિ ફળ; ધર્મશ્રદ્ધા નહિ જાગે; સર્વવિરતિધર્મનું તો સોણલું પણ નહિ આવે. પુણ્યનો ઉદય થાય ત્યારે બંગલા, મોટરો વગેરેના જાજરવાન વૈભવ મળે; કદાચ સસ્તુ માનવજીવન પણ મળે; પરંતુ મહા મહાપુણ્યનો ઉદય થાય ત્યારે જ આર્યદેશમાં સુંદર માનવ જીવનની પ્રાપ્તિ થાય. પરંતુ આવું માનવજીવન પામ્યા પછી પણ જો મહાપાપનો ઉદય જાગી જાય તો ભોગસામગ્રી પ્રત્યે કૂણી લાગણી જાગે; ભોગ-જીવનનો પક્ષપાત જાગે. હાય! મહાપુણ્યના ઉદયે મળેલા માનવજીવનમાં મહાપાપોદય થતાં, ભોગનો પ્રેમ જાગી ગયો! આ તો સોનાની થાળીમાં લોઢાની મેખ મરાઈ! હરિયાળાં ખેતરો ઉપર તીડનાં ધાડાં તૂટી પડયાં! માવઠું થયું! હિમપાત થયો! જો જલદી જાગતા નથી મહાપુણ્યના ઉદય; તો જલદી દોડી આવતા નથી મહાપાપના ઉદય. તે માનવ અત્યંત દયાપાત્ર છે જેને બે ય દુર્લભ ચીજો પ્રાપ્ત થઈ ગઈ! આર્ય માનવનું જીવન! અને ભોગનો અપાર પ્રેમ! મહાપુણ્યનો દુર્લભ ઉદય જ સારો... મહાપાપનો દુર્લભ ઉદય તો સ્વપ્ન પણ નહિ ઈચ્છવા જેવો. માનવનો જન્મ પામતાં જ જીવનની જે ઊજળી ચાદર પ્રાપ્ત થઈ; કેટલાક વર્ષો સુધી ઊજળી પણ રહી.... એને નાના મોટા પાપોની-કાજળથી કાળી યાવતુકાબરચીતરી કેમ કરી શકાય? ના.... ઉજવળને મલિન-મહોતાં કરતાં ય મેલું–કરી દેવા માટે આ જન્મ નથી; આ જીવન પણ નથી; આ મરણ પણ નથી. નહિ મળે... ફરી ફરીને ઉત્તમોત્તમ ધર્મસામગ્રીથી સભર માનવજીવન ફરી ફરીને નહિ જ મળે. આજે જ સંકલ્પ કરજો કે, દુર્લભ અમારા માનવજીવનની ચાદરને અમે હવે પશ્ચાત્તાપના નીરથી ધોઈને, ઊજળી કરીને જ જંપશું. પછી એને ક્યારેય પાપના કાજળે મલિન નહિ જ થવા દઈએ. ખામોશ! દુર્લભ એવા માનવજીવનને દુર્લભ માનીને જીવશો તો બેશક; એ સુલભ બની જવાનું છે. એ તો જે એના માટે બેકદર છે; એને સુલભ માને છે; એને જ એ દુર્લભ છે. આ ગ્રંથમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો અંતઃકરણથી મિચ્છામિ દુક્કડે માંગીને વિરમું છું. - મુનિ ચન્દ્રશેખરવિજયજી (વર્તમાન પં. ચન્દ્રશેખરવિજયજી) ઉપરીઆળાજી તીર્થ (શાશ્વતીઓની આરાધન) ૨૦૨૮, ચૈત્રી પૂર્ણિમા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 300