Book Title: Nahi Aiso Janam Bar Bar Author(s): Chandrashekharvijay Publisher: Kamal Prakashan View full book textPage 4
________________ ૪ પ્રસ્તાવના નહિ ઐસો જનમ બાર-બાર દુલ્લહે ખલુ માણુસે ભવે.... ઉત્તર પ્રદેશમાં વાનરોને પકડવાની એક અનોખી રીત અજમાવવામાં આવે છે, વૃક્ષ ઉપર બેઠેલા વાનરોના દેખતાં જ લાંબા, સાંકડા મોં વાળી, પેટવાળી મટકીઓમાં શિકારી કેળાં વગેરે ફળો પરાણે નાંખે છે, કુતુહલથી વાનરોને જોતાં રાખીને જ તે શિકારી ત્યાંથી દૂર ચાલ્યો જાય છે. થોડી જ પળોમાં હૂપ...હૂપ... કરતાં વાનરો મટકીઓ પાસે આવી જાય છે. મહામહેનતે એક હાથ અંદર નાંખીને ફળ હાથમાં તો લે છે; પણ અફસોસ! એ હાથ બહાર નીકળી શકતો નથી. જો એ ફળ મટકીમાં પાછું છોડી દેવાય તો જરૂર હાથ બહાર નીકળી જાય; પરંતુ હાથઆવેલું ફળ મૂકી દેવા માટે એ લાલચુ વાનરો હરગીજ તૈયાર નથી. પરિણામે એ વાનરો શિકારીના હાથમાં ઝડપાઈ જાય છે. શિકારીની ફસાવી મારવાની જાળની અજ્ઞાનતા એ વાનરને પહેલી થાપ ખવડાવે છે. અને ફળના સ્વાદની લમ્પટતા એને બીજી થાપ ખવડાવે છે. બિચારું અબોલ પ્રાણી મોતને ભેટે છે. શાસ્ત્રાકાર પરમર્ષિઓ જણાવે છે કે ઘણા માનવોમાં પણ આવા વાનરવેડાં વિકસેલાં હોય છે. માનવ-જીવનની દુર્લભતાનું અજ્ઞાન; અને પાંચ ઈન્દ્રિયોના વિષયોના આનંદનું લામ્પટય બે ય - અથવા ગમે તે એક-નર જેવા નરને વાનર બનાવી દે છે! દેવજન્મ કરતાં ય માનવજન્મ ઉત્તમ કહ્યો છે. ભૌતિક સુખોની ટોચ હોવા છતાં દેવજીવનમાં ત્યાગનું નામનિશાન નથી, માનવજી તો પળે પળે ત્યાગની ખીચોખીચ મંગલમાળાઓને વ૨વા સર્જાયેલું છે. હાથી ગમે તેટલો સુંદર હોય! પણ સહારાના રણને વટાવી દેવાની એનામાં લગીરે તાકાત નહિ. જેના અઢારે ય વાંકા છે એવો ઊંટ જ એ સિદ્ધિને પામી શકે. પુણ્યસમૃદ્ધ દેવ; ગમે તેમ તો ય હાથી જેવો. પુણ્યહીણો માનવ; ગમે તેમ તો ય ઊંટ જેવો. આ એક જ જન્મ એવો છે જ્યાં અજન્મા બનવાની સાધના કરી શકાય. નથી મરણ સારું; દુઃખભર્યું છે માટે. તો એથી ય ખરાબ છે; જીવન; પળે પળે પાપથી ઊભરાઈ જવાની શક્યતાવાળુ છે માટે. દુઃખ અને પાપ બે ય ખરાબ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 300