Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 12
________________ પ્રાચીન જૈનલેખસંગ્રહ, (૨૨૯ ) [ નાડલાઈ દરેક ઘાણીમાંથી નિકળતા તેલને ૨ ભાગ, ચાહુમાણ (હાણ) પાપયાના પુત્ર વિશરકે બક્ષીસ તરીકે આપે છે. ઇત્યાદિ, (૩૪૪) - આ લેખ, એજ મંદિરના રંગમંડપમાં પેસતાં ડાબા હાથ તરફ કેરેલે દષ્ટિએ પડે છે. તપાગચ્છના યતિ માણિક્યવિજ્યના શિષ્ય જિતવિજ્યના શિષ્ય કુશલવિજયના ઉપદેશથી, સં. ૧૭૬૫ ના વૈશાખ માસમાં, ઉકેશ જ્ઞાતિના હરાવવાળા સાહ. ઠાકરસીના પુત્ર લાલાએ, સેનાને કળશ કરાવ્યું તથા સતરભેદી પૂજા ભણાવી વિગેરે હકીકત છે. આ આદિનાથના મંદિર વિષયમાં, એ પ્રદેશમાં એક ચમત્કારિક દંતકથા ચાલે છે. એ દંતકથા, આકિર્લોજીકલના વેસ્ટર્ન સર્કલના સન ૧૯૦૫-૦૬ ના પ્રોગ્રેસ રિપોર્ટમાં, શ્રીયુત ડી. આર. ભાંડારકરે પણ નોંધેલી છે તેથી વાચકના જ્ઞાનની ખાતર, ઉક્ત રિપોર્ટમાંથી તેટલે ભાગ અત્ર આપવામાં આવે છે. એ ઉપર જણાવેલા અદિનાથના મંદિરની ડેક છેટે બ્રાહ્મણોનું એક તપેશ્વર મહાદેવના નામે મંદિર છે, તે મંદિર અને આ આદિનાથના મંદિરને દંતકથામાં પરસ્પર સંબંધ કહેવાય છે તેથી તે બંને મંદિરની નોંધ એક સાથે જ લેતાં શ્રીયુત ભાંડારકર લખે છે કે- “તપેશ્વર અને આદીશ્વરનાં બે દેવાલયે વિષે કહેતાં જણાવવું જોઈએ કે, તપેશ્વરનું દેવાલય બ્રાહ્મણી છે. તે પૂર્વાભિમુખ છે. તેમાં મધ્યભાગમાં મુખ્ય મંદિર છે અને તેની આજુ બાજુ ગોળ ફરતે પ્રદક્ષિણા માર્ગ છે. મંદિરને મંડપ અને કમાન છે. મંડપની આસપાસ બીજી દેવકુલિકાઓ બાંધેલી છે. આ દેવકુલિકાઓમાંથી ઉત્તર દક્ષિણ બાજુની દેવકુલિકાઓમાં સૂર્ય અને ગણપતિની મૂતિઓ છે. બીજું દેવાલય આદીશ્વરનું–જન દેવાલય છે. આ બે દેવાલ વિર્ષ દતકથા ચાલે છે કે–એક વખતે એક જૈન યતિ શેવ ગોસાઈની ૬૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25