Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ગામના લેખે. ન. ૩૪૧-૩૪૩ ] (૨૨૮) અવલોકન. છે. આ કિલ્લે નિગરા ચેહાણેએ બંધાવ્યું હતું એમ સંભળાય છે. આ કિલ્લાની ટેકરીને લેકે જેકલ કહે છે અને ત્યાંને જન સમુદાય શત્રુંજ્ય પર્વત જેટલી જ તેને તીર્થભૂત માને છે. આ કિલ્લાની અંદર એક આદિનાથનું મોટું મંદિર છે અને તેમાં મૂલનાયક તરીકે વિરાજમાન પ્રતિમા ઉપર આ નં. ૩૪૧ નો લેખ કરે છે. લેખને ભાવાર્થ આ પ્રમાણે છે – સં. ૧૬૮૬ ના વર્ષમાં, મહારાણુ જગતસિંહજીના રાજ્યમાં, તપાગચ્છીય શ્રીવિજયદેવસૂરિના ઉપદેશથી નાડલાઈના જૈન સંઘ, જેલ પર્વત ઉપર આવેલા જીર્ણ મંદિર, કે જે પૂર્વે સંપ્રતિ રાજાએ બંધાવ્યું હતું, તેને પુનરૂદ્ધાર કર્યો અને તેમાં ફરી આદિનાથની નવીન પ્રતિમા સ્થાપિત કરી. તેની પ્રતિષ્ઠા ઉક્ત વિજયદેવસૂરિએ જ, પોતાના વિજયપ્રભસૂરિ આદિ શિષ્ય પરિવાર સાથે રહીને, કરી છે. (૩૪૨) નાડલાઈ ગામની બહાર આવેલા પૂર્વોત આદિનાથના મંદિરમાંના સભામંડપમાં, જ્યાં આગળ ૩૩૩-૪ નંબરના લેખે આવેલા છે ત્યાંજ, આ લેખ પણ કોતરેલ છે. લેખની ૬ પંક્તિઓ છે અને મિતિ સંવત્ ૧૨૦૦ ના કાતિક વદિ ૭ રવિવાર, ની છે. લેખમાંની હકીકત પણ ૩૩૩ નં. વાળા લેખના જેવી જ છે. અર્થાત્ મહારાજાધિરાજ રાયપાલદેવના રાજ્યમાં, તેને જાગીરદાર ઠાકુર રાજદેવની સમક્ષ નાડલાઈના સમસ્ત મહાજનોએ મળીને દેવ શ્રીમહાવીરના મંદિર માટે, ઘી, તેલ, લવણ, ધાન્ય. કપાસ, લેહ, ગોળ, ખાંડ, હીંગ, મજીઠ આદિ વ્યાપારની દરેક ચીજમાંથી અમુક પ્રમાણ ભેટ આપવું એવું ઠરાવ્યું છે. (૩૪૩) આ લેખ પણ, એ જ જગ્યાએ કરેલ છે. મિતિ સં. ૧૧૮૭ ના ફાલ્ગન સુદિ ૧૪ ગુરૂવાર, ની છે. એમાં જણાવ્યું છે કે-ડેરક ગચ્છના દેશી ચિત્યમાં સ્થિત શ્રી મહાવીરદેવની પૂજાથે, મોરકરા ગામની ૬ ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25