Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 22
________________ સાંડેરાવને લેખ. ન. ૩૪ ] (૨૩૯) અવલોકન. આ લેખ બાલીથી વાયવ્ય કોણમાં દસ માઈલ દૂર આવેલા સડેરાવ નામના ગામમાંના મહાવીર મદિરના સભામંડપમાં ઉચે ચેરસામાં કેરેલે મળી આવે છે. તેની ૪ જ લાઈને છે. તે પહેલાઈમાં ૩૧૧” અને લંબાઈમાં ૩]” છે. નાગરી લીપિમાં લખેલો છે. આ લેખ સંસ્કૃત ગદ્યમાં છે. નવીન શબ્દ નીચે પ્રમાણેનાં છે -- રયાળ” અગર “જ્ઞાન” (પંકિત ૧ અને ૩ ) “યુtવરી ” અને “ફ્રાણa” (પક્તિ, ૨ અને ૪ ) અને “ તા.રામા ' (પં. ૨). “કલ્યાણિક” શબ્દ જૈનનાં ધર્મશાસ્ત્રોમાં જ મળી આવે છે. જે પવિત્ર દિવસમાં તીર્થકરેના (૧) વન (ગર્ભાધાન) (૨) જન્મ, (૩) દીક્ષા, (૪) કેવલજ્ઞાન, અને (૫) નિર્વાણ (મેલ) થાય તે દિવસેને કલ્યાણિક કહેવામાં આવે છે. ડોક્ટર લ્યુડર્સે પ્રકટ કરેલા આબુના લેખોમાંના નં. ૨ માં આ શબ્દ આવે છે. દેલવાડાના તેજપાલના દેવાલયના ફરતા મંદિરના દ્વાર ઉપર જે જે તીર્થકરના નામે તે મંદિરે અર્પણ કરવામાં આવ્યાં છે તેમના પાંચ કલ્યાણિ કે ત્યાં આપેલા છે. “ ” અને દાઢ ને નિશ્ચિત અર્થ મને માલુમ નથી, પરંતુ હું અનુમાન કરી શકું છું કે “હાએલ” તે હળને બદલે વપરાયો હશે અને “યુગધરી” એ જવારનું નામ છે. ‘તલારાભાવ્ય” ને અર્થે પણ નક્કી નથી. આ શબ્દ ભાવનગર રાજ્ય તરફથી પ્રકાશિત “પ્રાકૃત અને સંસ્કૃત લેખ સંગ્રહ” નામના પુસ્તકના પદ મા પૃષ્ઠ ઉપર આવેલું છે અને ત્યાં “તલારાનું મહેસૂલ” એ તેને અર્થ કરે છે, પરંતુ તે અર્થ સંબંધવાળો લાગતું નથી. વળી ભાવનગરના “પ્રાચીન શેધ સંગ્રહ ના ભાગ ૧ ના પાંચમા પૃષ્ઠ ઉપર આ લેખ આપે છે અને હું મે પાને તેનું ગુજરાતી ભાષાંતર છે, તે આ પ્રમાણે-ખુશકી જકાતની ઉપજ'. એજ પુસ્તકમાં પાછળ આપેલા અંગ્રેજી અનુવાદમાં એમ લખ્યું છે કે-તલારા એ હાલનું તલાદરા (ગામ) છે. વળી, વીએના ઓરિએન્ટલ જર્નલ, ૧૯૦૭, પૃષ્ઠ ૧૪૩ મે, એમ. જીજરે પ્રકાશિત કરેલા ચીરવા–લેખમાં આ શબ્દ “તલાર” અગર “તલાક” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25