Book Title: Nadlai Gamna Lekho
Author(s): Jinvijay
Publisher: Z_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf

View full book text
Previous | Next

Page 24
________________ સાંડેરાવને લેખ. . ૫૦ ] (૨૪૧) આલોકને (૩૫૦ ) આ લેખ અને નીચેનું વર્ણન પણ ઉક્ત પુસ્તકમાંથીજ ઉદ્ભૂત છે. વર્ણન આ પ્રમાણે– ઉપરના લેખની માફક આ લેખ પણ સાંડેરાવમાંથી મળી આવ્યો છે અને તે જ મહાવીરના દેવાલયના સભા મંડપમાંના એક સ્તભ ઉપર કતરેલ છે. તે ૧૦ પંક્તિમાં લખાએલે હોઈ પહેળાઈમાં ૧' ૩" અને લંબાઈમાં ૮ " છે. પ્રથમની ૪ પંક્તિઓ સારી સ્થિતિમાં છે અને સારી રીતે વાંચી શકાય તેમ છે. પરંતુ બાકીને ભાગ એટલો બધે જીર્ણ થઈ ગયે છે, કે જેથી ખાત્રીપૂર્વક સમજી શકાય તેમ નથી. તેની લીપિ નાગરી છે અને ભાષા સંસ્કૃત ગદ્ય છે. ? પછીને વ્યંજન બેવડાએલે છે, તે ધ્યાન ખેંચવા લાયક છે. દ્વારા ' (પં. ૮) તથા “સારા” (પં. ૯) આ બે શબ્દો વિચારવા જેવા છે. આબુના લેખમાંના નં. ૨ માં આ (“સા 1”) શબ્દ આવેલ છે અને ત્યાં પ્રોલ્યુડર્સે તેને અર્થ “કાળજી-સંભાળ” એ કરેલ છે. પ્રથમની પંક્તિમાં જુદી જ બાબત આવે છે. લખેલું છે કે–પિતાની માતાના સ્મરણાર્થે યથાના પુત્ર રાહ્યા અને પાલ્લાએ આ ભેટ અર્પણ કરી છે. (લેખમાં તંમ ઘઃ આ ઉલ્લેખ છે તેને ભાવાથે “ સ્તંભ (થાંભલો) બનાવી આપે” એમ થાય છે. બીજી કઈ ભેટને ઉલ્લેખ નથી–સંગ્રાહક, બીજી પંક્તિમાં મિતિ છે –“સંવત ૧૨૩૬ કાતિક વદિ ૨ બુધવાર.” નાડલના મહારાજાધિરાજ શ્રી કેહણદેવના વખતમાં આ લેખ થએલો છે. આગળ ઉપર એમ જણાવ્યું છે કે-થથાને પુત્ર રાલ્ફાક અને તેને ભાઈ પાલ્લા તથા પાલ્હાના પુત્ર સેઢા, સુભકર, રામદેવ આદિએ મળીને પિતાનું પ્રસિદ્ધ ઘર, રાણુ જાલ્ડણદેવીની જાગીર (“ભુક્તિ”) માં આવેલા સાંડેરક (સાંડેરાવ) માંના દેવ શ્રી પાર્શ્વનાથને અર્પણ કર્યું છે. રાલ્લાના ઘરમાં રહેતા મનુષ્યએ આ દેવને વર્ષે વર્ષે દ્રાએલા ચઢાવવા. ૬૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25