Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano
Author(s): Jayant Kothari
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 5
________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો ૪૯ કરવાનું કામ ઘણું અઘરું છે. વિષયવિભાગો કેમ કરવા એનો જ કોયડો ઊભો થાય છે. વિષયસામગ્રી - આગમ, જ્યોતિષ, આયુર્વેદ, ચરિત્ર, કથા, ગુર્નાવલી, તીર્થમાલા, સ્તુતિ, પૂજા વગેરે -- ને અનુલક્ષીને તેમ મધ્યકાળમાં જે સાહિત્યપ્રકારસંજ્ઞાઓ જોવા મળે છે - રાસ, આખ્યાન, ચોપાઈ, ઢાળિયાં, ચોવીસી, બાવની, કક્કો. તિથિ, ફાગ, ગરબો-ગરબી, વેલિ, મંજરી, ચાબખા વગેરે – તેને અનુલક્ષીને પણ વિભાગીકરણ કરી શકાય. સામાન્ય રીતે આ બન્ને ધોરણોની ભેળસેળ થયેલી જોવા મળે છે. મધ્યકાળની સાહિત્યપ્રકારસંજ્ઞાઓના આધારો તો ભિન્નભિન્ન છે - નિરૂપણરીતિ, પદબંધ, ઘટકસંખ્યા, રૂપકાત્મકતા વગેરે. તેથી તેમજ મધ્યકાળની સાહિત્યપ્રકારવાચક સંજ્ઞાઓના સંકેતો ઘણા પ્રવાહી છે તેથી સમાન સ્વરૂપની તેમ એક જ કૃતિ પણ ભિન્નભિન્ન સંજ્ઞાઓ ધરાવી શકે છે. પરિણામે સ્થિતિ ઘણી ગૂંચવણભરી બની જાય છે અને વિષયવિભાગીકરણને નિરર્થક બનાવી દે છે. આપણી બે સંશોધન સંસ્થાઓ - લા.દ. વિદ્યામંદિર અને ભો.જે. વિદ્યાભવનની સૂચિઓ વિષયવિભાગીકરણથી થયેલી છે એનું શું પરિણામ આવ્યું છે તે જોવા જેવું છે. લા. દ. વિદ્યામંદિરની સૂચિમાં આગમ, આચારવિધિ. ન્યાય, યોગ, કર્મ, સ્તુતિ-સ્તોત્ર, ગતપદ, સક્ઝાય, ચરિત્ર, ચઉપઈ, ઢાળિયાં, રાસ ચોકડી, ચોવીસી, છત્રીસી વગેરે ૯૭ વિભાગોમાં સામગ્રીને વહેંચવામાં આવી છે ને દરેક વિભાગમાં કતના અકારાદિ ક્રમે ગોઠવણી કરી છે. આથી બન્યું છે એવું કે વિષય ને સ્વરૂપ એક જ હોવા છતાં પૃથ્વીચંદ્ર ચરિત્ર' એક વિભાગમાં મુકાય ને “પૃથ્વીચંદ્ર ચોપાઈ બીજા વિભાગમાં. કુશલસંયમની કૃતિ હસ્તપ્રતોમાં હરિબલ ચોપાઈ ને “હરિબલ રાસ” એમ બન્ને નામે મળે છે, પણ એની નોંધ ચોપાઈ-વિભાગમાં જ કરવાની થઈ છે - રાસનો વિભાગ જુદો હોવા છતાં. પણ ઉદયરત્નની એક જ કૃતિ “સુમતિવિલાસ લીલાવતી ચોપાઈ' ને “લીલાવતી રાસ' એવાં નામોને કારણે બે જુદા વિભાગોમાં નોંધાઈ છે. ચોવીસીનો જુદો વિભાગ કરવા છતાં જિનસ્તવન ચોવીસીઓને તવનના વિભાગમાં મૂકવાનું કર્યું છે. ગીત-પદ એવા વિભાગ પછી પાછો ગીત વિભાગ અને વર્ણન એવા વિભાગ પછી વર્ણન અને વર્ણનાત્મક કૃતિઓ એ નામનો વિભાગ આવે છે તે વિભાગીકરણ કેવું કઢંગી રીતે થયું છે તે બતાવે છે. જયવંતસૂરિની કર્મેન્દ્રિય પરવશે હરિણ ગીત અને નેત્રપરવશે પતંગ ગીત એ. કૃતિઓ (ને એ જ હસ્તપ્રતો) ગીત-પદ વિભાગ તેમ ગીત વિભાગ બન્નેમાં નોંધાયેલી છે. ગીત વિભાગમાં ગીતા નામક કૃતિઓ સમાવી છે, જે વિભાગ જુદો કરવો જોઈતો હતો. ભો.જે. વિદ્યાભવને પણ વિભાગોમાં કર્તાનામનો ક્રમ રાખ્યો છે. પણ એણે પાડેલા વિભાગો જુઓ - કાવ્ય (આખ્યાન), કથા, ગીતા, ઢાળો, ચોપાઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14