Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano
Author(s): Jayant Kothari
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf
Catalog link: https://jainqq.org/explore/249529/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો જયંત કોઠારી આપણે જાણીએ છીએ કે મધ્યકાળનું ઘણું ગુજરાતી સાહિત્ય હજુ હસ્તપ્રતોમાં દટાયેલું પડ્યું છે. ગુજરાતી સાહિત્યકોશના પહેલા ખંડનાં મંડાણ થયાં ત્યારે પ્રારંભે જ પ્રશ્ન ઊભો થયો હતો કે સાહિત્યકોશનો વ્યાપ ક્યાં સુધી રાખવો ? એમાં મુદ્રિત સાહિત્યની જ નોંધ લેવી કે હસ્તપ્રત રૂપે રહેલા સાહિત્યની પણ ? એક અભિપ્રાય એવો હતો કે મુદ્રિત સાહિત્યની જ નોંધ લેવી, ગુજરાતના અનેક હસ્તપ્રતભંડારોમાં પડેલા સાહિત્ય સુધી પહોંચવાનું કામ તો ઘણું શ્રમભર્યું, લાંબું અને અગવડભર્યું પણ બની રહે, ભલે અમારે ભંડારોએ રાખેલાં ચોપડા અને કાર્યસૂચિઓ જ જોવાનાં હોય. બીજી બાજુથી આપણા સાહિત્યના ઇતિહાસોએ પણ હસ્તપ્રત રૂપે રહેલા કેટલાક સાહિત્યની નોંધ લીધેલી જ છે, તો કોશ એની નોંધ લેવામાંથી કેમ બચી શકે એ પ્રશ્ન પણ થતો હતો. છેવટે હસ્તપ્રતભંડારોની જે સૂચિઓ મુદ્રિત રૂપે મળતી હોય તેમાંના ગુજરાતી સાહિત્યને કોશમાં સ્થાન આપવું એવો એક વ્યવહારુ મધ્યમમાર્ગી તોડ અમે કાઢ્યો. પ્રાપ્ત માહિતીને જેમની તેમ મૂકી આપવાનું અમે સ્વીકાર્યું નહોતું. જુદીજુદી હસ્તપ્રતસૂચિઓની માહિતી કેટલેક સ્થાને સામસામે ટકરાતી દેખાઈ અને અમારી સજ્જતા કેળવાતી ગઈ તેમ હસ્તપ્રતસૂચિઓની માહિતી પરત્વે ઘણાં સ્થાનોએ અમને શંકાઓ પણ ઊભી થતી ગઈ. આવી માહિતીની ચકાસણી હસ્તપ્રત સુધી જઈને પણ કરવાની અમને ફરજ પડી ને એમ કરતાં અમને જણાવ્યું કે અમારી શંકાઓ ઘણે સ્થાને સાચી હતી અને હસ્તપ્રતસૂચિઓમાં ભૂલો થયેલી હતી. ભૂલો હસ્તપ્રતવાચનની હતી તેમ સ્વીકારેલી પદ્ધતિની પણ હતી. અમે એ પણ જોયું કે હસ્તપ્રતસૂચિઓ એક પદ્ધતિએ થયેલી નહોતી - જુદીજુદી સૂચિઓ જુદીજુદી પદ્ધતિએ તૈયાર થયેલી હતી અને અમારે એની સાથે જુદી જુદી રીતે કામ પાડવાનું થતું હતું. હસ્તપ્રતસૂચિઓની ગલી કૂંચીઓનો અમને પરિચય થવા લાગ્યો અને એની પદ્ધતિઓના ગુણદોષ પણ અમને સમજાવા લાગ્યા. અનુભવ એટલોબધો ગાઢ અને ઊંડો હતો ને મનમાં કહેવાનું એટલુંબધું ઊભરાતું હતું કે એકએક હસ્તપ્રતસૂચિની વિગતે સમીક્ષા કરતો એકએક લેખ કરવો જોઈએ એવો વિચાર મારા મગજમાં ઠીકઠીક સમય ઘૂમરાતો રહ્યો હતો. ત્યારે એ મારાથી શક્ય બન્યું નહીં અને આજે તો Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૬ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ મગજમાંથી ઘણું ભૂંસાઈ ગયું છે એટલે એવી સમીક્ષા નવેસરથી મહેનત માગે. ઝીણી વિગતોમાં હવે હું ન જઈ શકું, પણ નમૂના રૂપે, સામગ્રી તપાસી વ્યાપકભાવે કેટલાક મુદ્દા હું કરી શકે અને સૂચિપદ્ધતિના ગુણદોષ વિશે મારાં નિરીક્ષણો રજૂ કરી શકું. આ ગોષ્ઠિમાં એ જ અપેક્ષિત છે એટલે એ રીતે હું આગળ ચાલું છું. સૂચિ તૈયાર કરવામાં સૌથી પહેલો પ્રશ્ન એ સામો આવે છે કે હસ્તલિખિત ગ્રંથોને એમાં કયા ક્રમે મૂકવા ? પાંચ પ્રકારનો ક્રમ શક્ય છે : એને અનુષંગે ૧. ભંડારનો પ્રતિક્રમ. ૨. કર્તાનો ક્રમ. ૩. કૃતિનો ક્રમ. ૪. વિષયનો ક્રમ. ૫. સમયનો ક્રમ / ઐતિહાસિક ક્રમ. પાંચે પદ્ધતિઓના ગુણદોષ વિચારીએ : ૧. ભંડારમાં જે ક્રમે પ્રતો ગોઠવાયેલી હોય તે ક્રમે એમાંની કૃતિઓની નોંધ લેવાનો માર્ગ સૌથી સહેલો માર્ગ છે, કેમ કે એમાં કોઈ પુનર્વ્યવસ્થા કરવાની થતી નથી. પરંતુ આ પદ્ધતિમાં એક જ કૃતિની હસ્તપ્રતો જુદે જુદે સ્થાને વિખેરાઈ જાય છે. ઉપરાંત, ભંડારમાં અમુક ક્રમાંકની પ્રતમાં શું છે તે જાણવા જનાર કોઈ હોતું નથી, બધા કોઈ કૃતિની હસ્તપ્રત માટે જતા હોય છે અથવા કોઈ કર્તાની કૃતિઓની શોધ માટે જતા હોય છે. આવા હેતુથી જનારને, એ સ્પષ્ટ છે કે, સૂચિ મદદરૂપ થતી નથી, એમને આખો સૂચિગ્રંથ જ જોવાનો થાય છે, સિવાય કે પછીથી ક્તઓનો અને કૃતિઓનો અકારાદિક્રમ જોડવામાં આવ્યો હોય. પણ બધા સૂચિકારોએ આવી સૂઝ બતાવી નથી. દાખલા તરીકે, ફાર્બસ ગુજરાતી સભાની હસ્તલિખિત ગ્રંથોની નામાવલિમાં તથા પાટણ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિમાં ભંડારના ક્રમે જ સામગ્રી રજૂ થઈ છે ને કર્તા-કૃતિના અલગ અકારાદિ ક્રમ આપ્યા નથી. પણ ફાર્બસ સભાની સવિસ્તર નામાવલિમાં લેખકો-સંપાદકો આદિની અને વિષયની (એટલે કૃતિ નામની) અનુક્રમણિકાઓ આપવામાં આવી છે. એટલું જ નહીં લેખકાદિની અનુક્રમણિકામાં સાથે કોંસમાં કૃતિનામ, રચનાસંવત વગેરે વિગતો અને કૃતિનામની અનુક્રમણિકામાં રચના સંવત, કર્તાનામ આદિ વિગતો નોંધીને એ અનુક્રમણિકાઓને અમુક અંશે સીધી ઉપયોગમાં આવી શકે એવી બનાવી છે. આવું મુનિશ્રી જંબૂવિજયજીએ પાટણના ભંડારોની સંપૂર્ણ સૂચિ તૈયાર કરી એમાં થઈ શક્યું નથી. અગાઉ પ્રસિદ્ધ થયેલી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની Page #3 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓઃ સમીક્ષા અને સૂચનો સૂચિની સામગ્રીને એમણે આમેજ કરી લીધી પણ સંક્ષિપ્ત રૂપમાં, જેથી પૂરી વીગતો માટે જૂની સૂચિ સુધી જવાનું અનિવાર્ય રહ્યું. ઉપરાંત, આખીયે સામગ્રીની કૃતિઓનો અકારાદિકમ આપ્યો પણ કર્તાઓનો ન આપ્યો. કૃતિકમાં આપતી વેળા પત્રસંખ્યા, ભાષા, કર્તાનામની વીગત ફરીને આપી, પણ રચના સંવત-લેખનસંવત જેવી વિગત તો રહી જ. કૃતિઓનો અકારાદિકમ એટલી બધી જગ્યા રોકે છે કે આવું પુનરાવર્તન ટાળીને ઘણાં પાનાં બચાવી શકાયાં હોત અને કતનામની સૂચિ માટે જગ્યા સહેલાઈથી કરી શકાઈ હોત એમ લાગે. જે કૃતિઓની કર્તાનામ આદિ વિગતો પ્રાપ્ય નથી એની માહિતી પણ પ્રતિક્રમે તથા કૃતિનામના અકારાદિકમે એમ બેવડાવવાનો તો હેતુ જ સમજાતો નથી. ભારતીય વિદ્યાભવનની તથા કવીશ્વર દલપતરામ સંગ્રહની સૂચિઓ પણ ભંડારના પ્રતકમે છે પણ એમાં પાછળ કર્તા અને કૃતિના અકારાદિ ક્રમ આપવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં વધારામાં વિષયવાર કૃતિસૂચિ આપવામાં આવી છે અને કવીશ્વર દલપતરામ સંગ્રહમાં રચના સમયક્રમ. સૂચિગ્રંથને વિવિધ રીતે કેમ સમૃદ્ધ કરી શકાય છે એના આ દાખલા છે. ૨. કર્તાનામના અકારાદિ ક્રમે દરેક કર્તાની કૃતિઓની નોંધ કરી શકાય. એમાં સાથે ભંડારના પ્રતિક્રમાંકનો નિર્દેશ હોય જ. કોઈ પણ કર્તાનો અભ્યાસ કરનારને આ પ્રકારની સૂચિ સીધી મદદરૂપ થઈ શકે. પણ આ પ્રકારની સૂચિ કરવામાં આવે ત્યારે કૃતિઓની અલગ અકારાદિ અનુક્રમણિકા આપવી તો અનિવાર્ય છે. કેમકે કૃતિસૂચિની પોતાની પણ ઘણી ઉપયોગિતા છે. કે. કા. શાસ્ત્રીએ ભિન્નભિન્ન સંગ્રહોમાં રહેલી હસ્તપ્રતોની જે સંકલિત યાદ કરી છે તે કોંક્રમે છે. પરંતુ પદસંગ્રહો અને અજ્ઞાત કર્તાની કૃતિઓ. અલગ નોંધ્યાં છે તે સંગ્રહવાર અને પ્રતિક્રમે છે. કર્તાક્રમે અપાયેલી સામગ્રીમાંની અને અજ્ઞાતકર્તક કૃતિઓની ભેગી જ અકારાદિ અનુક્રમણિકા આપી છે ને જ્ઞાતકર્તક કૃતિઓ પરત્વે કર્તાનામ પણ નોંધ્યું છે. પરંતુ પદસંગ્રહોમાં સમાયેલા કર્તાઓની કોઈ અકારાદિ અનુક્રમણિકા આપી નથી. તેથી નરસિંહનાં પદો શોધવા માટે આ આખી સૂચિ જોવી પડે એવું થયું છે. પદસંગ્રહોમાંનાં કર્તાનામોને આગળની મુખ્ય કર્તાસૂચિમાં નાખવામાં પણ ખાસ અગવડ પડી હોત એમ લાગતું નથી. થોડીક સામગ્રી તો એમાં દાખલ થઈ જ ગયેલી છે. પદસંગ્રહોમાં હિંદી કવિઓનાં પદ છે તે જુદાં રાખી શકાય. કે. કા. શાસ્ત્રીએ કર્તા-કૃતિઓની સાલવારી સૂચિ આપી છે તે સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ ઉપયોગી ગણાય. રચનાતાલની સંભાવના કરીને પણ કેટલીક કૃતિઓને આ સૂચિમાં દાખલ કરેલી છે. પરંતુ કર્તાની કેટલીક કૃતિઓનો રચનાસમય મળતો હોય ને બીજી કેટલીકનો ન મળતો હોય તો આ બીજી Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૮ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ કેટલીક કૃતિઓનો આશરે સમય જરૂર વિચારી શકાય ને એને આ સૂચિમાં દાખલ કરી શકાય અને એમ ઐતિહાસિક ચિત્રને પરિપૂર્ણતા તરફ લઈ જઈ શકાય પણ અહીં એમ થયું નથી. જેમકે સં. ૧૭૦૮માં રચાયેલી વિશ્વનાથ જાનીની બે કૃતિઓનો આ સૂચિમાં સમાવેશ છે પણ રચનાસંવત વિનાની પ્રેમપચસીનો નથી. ૩. હસ્તપ્રતસંગ્રહની સામગ્રીને કૃતિને ક્રમે રજૂ કરવાની પદ્ધતિ ઉત્તમ છે એમ હું માનું છું. ભંડારના પ્રતિક્રમનો ખાસ ઉપયોગ નથી, વિષયક્રમ અને સમયક્રમની કેટલીક મુશ્કેલીઓ છે એની વાત હવે પછી આપણે કરીશું અને કર્તાક્રમે સૂચિ કર્યા પછી કૃતિઓની અનુક્રમણિકા લાંબી થાય પણ કૃતિક્રમે સૂચિ કર્યા પછી કર્તાઓની અનુક્રમણિકા ટૂંકી થાય તથા ઓછી જગ્યા રોકે એ સ્પષ્ટ છે. કૃતિક્રમની સૂચિ સૌથી વધુ કરકસરવાળી નીવડી શકે છે. આનો ખૂબ જ ધ્યાન ખેંચે એવો દાખલો મુનિશ્રી ચતુરવિજયજીએ કરેલી લીંબડી ભંડારની સૂચિ છે. એમણે સામગ્રીને કૃતિઓના અકારાદિકમે રજૂ કરી અને કૃતિઓને ક્રમાંક આપી દીધા. પછી કતઓની અનુક્રમણિકામાં કૃતિઓના ક્રમાંક આપી દેવાથી જ એમનું કામ ચાલ્યું. ચતુરવિજયજીએ વિષયવાર અનુક્રમણિકા પણ આપી છે. એમાં એમણે કૃતિનામ સાચવ્યાં છે. એ યોગ્ય થયું છે, પણ ક્રમાંક છોડી સંક્ષેપ સાધી શકાયો હોત. ચતુરવિજયજીએ સમયાનુક્રમણિકા નથી આપી પણ ધાર્યું હોત તો એ પણ કેવળ કૃતિક્રમાંકના નિર્દેશથી સંક્ષેપથી આપી શકાઈ હોત. ભંડારની પ્રતોની ક્રમવાર સૂચિ પણ, એમાં રહેલી કૃતિઓના ક્રમાંક આપીને કરી શકાય. વર્ષો પૂર્વે એક જૈન મુનિએ સૂઝપૂર્વક તૈયાર કરેલી લીંબડી ભંડારની સૂચિ પર હું અત્યંત ખુશ છું. ને તેથી એ નમૂનાને પછીના આપણા સૂચિકારોએ લક્ષમાં જ લીધો નથી એનું મને દુઃખ પણ છે. ચતુરવિજયજીના શિષ્યવર્ય મુનિશ્રી પુણ્યવિજયજી સંશોધક વિદ્વાનનું નામ ધરાવતી સૂચિઓ પણ એ નમૂનાને લક્ષમાં લેતી નથી, એનાથી ઘણી ઊણી ઊતરે છે એ આશ્ચર્યની વાત છે. પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરાની સૂચિ કૃતિના ક્રમે છે, જોકે ગુજરાતી કૃતિઓ એમાં જૈન અને જૈનેતર એવા બે વિભાગમાં વહેંચાયેલી છે. કર્નાક્રમ આ સૂચિમાં અલગ અપાયેલો નથી. ૪. વિષયવિભાગપૂર્વકની સૂચિ જો સૂઝપૂર્વક થઈ હોય તો એની પણ એક ઉપયોગિતા છે જ. એથી કોઈ એક વિષયપ્રદેશનો અભ્યાસ કરવા માગનારની મોટી સગવડ સચવાય છે. પરંતુ સૂચિનો મુખ્ય આધાર વિષય વિભાગીકરણને બનાવવાનું યોગ્ય છે કે કેમ તે વિશે હું સાશંક છું. આનું કારણ એ છે કે ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સ્પષ્ટ વિષયવિભાગો Page #5 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો ૪૯ કરવાનું કામ ઘણું અઘરું છે. વિષયવિભાગો કેમ કરવા એનો જ કોયડો ઊભો થાય છે. વિષયસામગ્રી - આગમ, જ્યોતિષ, આયુર્વેદ, ચરિત્ર, કથા, ગુર્નાવલી, તીર્થમાલા, સ્તુતિ, પૂજા વગેરે -- ને અનુલક્ષીને તેમ મધ્યકાળમાં જે સાહિત્યપ્રકારસંજ્ઞાઓ જોવા મળે છે - રાસ, આખ્યાન, ચોપાઈ, ઢાળિયાં, ચોવીસી, બાવની, કક્કો. તિથિ, ફાગ, ગરબો-ગરબી, વેલિ, મંજરી, ચાબખા વગેરે – તેને અનુલક્ષીને પણ વિભાગીકરણ કરી શકાય. સામાન્ય રીતે આ બન્ને ધોરણોની ભેળસેળ થયેલી જોવા મળે છે. મધ્યકાળની સાહિત્યપ્રકારસંજ્ઞાઓના આધારો તો ભિન્નભિન્ન છે - નિરૂપણરીતિ, પદબંધ, ઘટકસંખ્યા, રૂપકાત્મકતા વગેરે. તેથી તેમજ મધ્યકાળની સાહિત્યપ્રકારવાચક સંજ્ઞાઓના સંકેતો ઘણા પ્રવાહી છે તેથી સમાન સ્વરૂપની તેમ એક જ કૃતિ પણ ભિન્નભિન્ન સંજ્ઞાઓ ધરાવી શકે છે. પરિણામે સ્થિતિ ઘણી ગૂંચવણભરી બની જાય છે અને વિષયવિભાગીકરણને નિરર્થક બનાવી દે છે. આપણી બે સંશોધન સંસ્થાઓ - લા.દ. વિદ્યામંદિર અને ભો.જે. વિદ્યાભવનની સૂચિઓ વિષયવિભાગીકરણથી થયેલી છે એનું શું પરિણામ આવ્યું છે તે જોવા જેવું છે. લા. દ. વિદ્યામંદિરની સૂચિમાં આગમ, આચારવિધિ. ન્યાય, યોગ, કર્મ, સ્તુતિ-સ્તોત્ર, ગતપદ, સક્ઝાય, ચરિત્ર, ચઉપઈ, ઢાળિયાં, રાસ ચોકડી, ચોવીસી, છત્રીસી વગેરે ૯૭ વિભાગોમાં સામગ્રીને વહેંચવામાં આવી છે ને દરેક વિભાગમાં કતના અકારાદિ ક્રમે ગોઠવણી કરી છે. આથી બન્યું છે એવું કે વિષય ને સ્વરૂપ એક જ હોવા છતાં પૃથ્વીચંદ્ર ચરિત્ર' એક વિભાગમાં મુકાય ને “પૃથ્વીચંદ્ર ચોપાઈ બીજા વિભાગમાં. કુશલસંયમની કૃતિ હસ્તપ્રતોમાં હરિબલ ચોપાઈ ને “હરિબલ રાસ” એમ બન્ને નામે મળે છે, પણ એની નોંધ ચોપાઈ-વિભાગમાં જ કરવાની થઈ છે - રાસનો વિભાગ જુદો હોવા છતાં. પણ ઉદયરત્નની એક જ કૃતિ “સુમતિવિલાસ લીલાવતી ચોપાઈ' ને “લીલાવતી રાસ' એવાં નામોને કારણે બે જુદા વિભાગોમાં નોંધાઈ છે. ચોવીસીનો જુદો વિભાગ કરવા છતાં જિનસ્તવન ચોવીસીઓને તવનના વિભાગમાં મૂકવાનું કર્યું છે. ગીત-પદ એવા વિભાગ પછી પાછો ગીત વિભાગ અને વર્ણન એવા વિભાગ પછી વર્ણન અને વર્ણનાત્મક કૃતિઓ એ નામનો વિભાગ આવે છે તે વિભાગીકરણ કેવું કઢંગી રીતે થયું છે તે બતાવે છે. જયવંતસૂરિની કર્મેન્દ્રિય પરવશે હરિણ ગીત અને નેત્રપરવશે પતંગ ગીત એ. કૃતિઓ (ને એ જ હસ્તપ્રતો) ગીત-પદ વિભાગ તેમ ગીત વિભાગ બન્નેમાં નોંધાયેલી છે. ગીત વિભાગમાં ગીતા નામક કૃતિઓ સમાવી છે, જે વિભાગ જુદો કરવો જોઈતો હતો. ભો.જે. વિદ્યાભવને પણ વિભાગોમાં કર્તાનામનો ક્રમ રાખ્યો છે. પણ એણે પાડેલા વિભાગો જુઓ - કાવ્ય (આખ્યાન), કથા, ગીતા, ઢાળો, ચોપાઈ, Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫૦ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ચરિત્ર, ઢાળચરિત્ર, વિવાહ, વિવાહલો, કાવ્ય, રાસ, કથાવાર્તા, વાર્તા, કાવ્ય ફિલસોફી), એપિક, કથા-એપિક, કીર્તન, ભજન, ગીત (બારમાસી), બારમાસી, બારમાસા, ગીત વગેરે. આમાંથી કોઈ સંજ્ઞાઓ કોઈ એક વિભાગના પેટામાં કોઈ કૃતિની વિશિષ્ટ ઓળખ તરીકે આવે છે, પણ ક્યાં એમ થયું છે ને ક્યાં ખરેખર નવો વિભાગ અભિપ્રેત છે એ સમજવા આપણે મથામણ કરવી પડે છે. એકંદરે સમગ્ર વિભાગીકરણ પાછળનો તર્ક આપણી સમજ બહાર રહે છે. આવું જોઈએ ત્યારે થાય છે કે આપણી સંશોધન-સંસ્થાઓ આ શું કરી રહી છે એની એને ખબર છે ? સૂચિઓનું કામ તો માર્ગદર્શક થવાનું છે એને બદલે એ આપણને ભમાવે એ કેમ ચાલી શકે ? આ સૂચિઓ તૈયાર કરનારની શી સજ્જતા છે, એમના માર્ગદર્શક કોણ રહ્યા છે, સંસ્થાઓના નિયામક વગેરે અધિકારીગણે આ કામો પર કેટલી દેખરેખ રાખી છે - વગેરે ઘણા પ્રશ્નો આપણને જાગે. સંકળાયેલા સૌની બેજવાબદારી વિના આવાં કાચાં કામો થઈ ન શકે. વર્ગીકૃત સૂચિ પછી કર્તાઓ અને કૃતિઓની સળંગ અનુક્રમણિકાઓ અપાવી જ જોઈએ. લા. દ. વિદ્યામંદિરે એ કર્યું નથી. ભો. જે. વિદ્યાભવને માત્ર કૃતિઓની અનુક્રમણિકા આપી છે પણ એમાંયે કેટલુંક અતાર્કિક છે - અંબાજીનો ગરબો વગેરે બધા ગરબા એમના વર્ણાનુક્રમમાં નહીં પણ ગરબાના ક્રમમાં છે, એવું જ ગીતાનામક કૃતિઓનું છે. ઝાયો અને સ્તવનોની અકારાદિ સૂચિ બાકીની કૃતિઓનો સમગ્ર વર્ણાનુક્રમ પૂરો થયા પછી આપી છે ! ઈડિયા ઓફિસ લાઈબ્રેરી, લંડનની સૂચિ પણ વર્ગીકૃત છે, પરંતુ એમાં થોડાક મોટા વિભાગો જ પાડવામાં આવ્યા છે તેથી જોખમ ઊભું થતું નથી. જેમકે ધાર્મિક સાહિત્ય, કથાસાહિત્ય, શાસ્ત્ર, ઐતિહાસિક સાહિત્ય, મહાકાવ્યોનાં રૂપાંતરો એ મુખ્ય વિભાગો છે. ધાર્મિક સાહિત્યમાં જેન તથા વૈષ્ણવ જુદાં પાડ્યાં છે અને જૈન ધાર્મિક સાહિત્યના આગમગ્રંથોના બાલાવબોધો ને ટબાઓ, ગૌણ સૈદ્ધાત્તિક કૃતિઓ, સ્તોત્રસાહિત્ય, તીર્થકરો અને આચાર્યો વિષયક સાહિત્ય એવા પેટાવિભાગો કર્યા છે. વિભાગીકરણના ઘણા પ્રશ્નો હોઈને, યોગ્ય રીતે વિભાગીકરણ કરવાનું કામ ઘણી સૂઝ અને ઘણો શ્રમ માગે એવું હોઈને સૂચિ મુખ્યપણે વર્ગીકૃત રીતે આપવાનો હું પક્ષપાતી થઈ શકતો નથી, પરંતુ બીજી કોઈ રીતે સૂચિ કર્યા પછી કૃતિઓની વર્ગીકૃત અનુક્રમણિકા આપી શકાય તો ઘણું રૂડું થાય એમ હું જરૂર માનું છું. લીંબડી ભંડારની સૂચિમાં, ભારતીય વિદ્યાભવનની સૂચિમાં અને જૈન ગૂર્જર કવિઓમાં આવી અનુક્રમણિકા આપવામાં આવી છે. એમાંયે કોઈ પ્રશ્નો નથી એમ નથી, પણ લા.દ. વિદ્યામંદિર ને ભો.જે. Page #7 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓઃ સમીક્ષા અને સૂચનો ૫૧ વિદ્યાભવનની સૂચિઓ જેવી અતાર્કિકતાઓ ભાગ્યે જ છે. મને પોતાને “જેન ગુર્જર કવિઓની પહેલી આવૃત્તિમાં અપાયેલી વર્ગીકૃત અનુક્રમણિકા વ્યવહારુ રીતે ઉપયોગી લાગેલી છતાં એનાથી પૂરો સંતોષ નહોતો - એ પૂરી શાસ્ત્રીય લાગતી નહોતી તેથી નવી આવૃત્તિમાં વર્ગીકૃત અનુક્રમણિકા જુદી રીતે કરી છે. ઐતિહાસિક, કથનાત્મક, જ્ઞાનાત્મક અને અન્ય - એવા ચાર મુખ્ય વિભાગો કર્યા, એમાં ગધ ને પદ્ય એવા પેટાવિભાગો કર્યા ને એ દરેકમાં જુદાજુદા પ્રકારનાં નામો ધરાવતી કૃતિઓ જુદી પાડી. એક જ પ્રકારના વિવિધ વર્ગની કૃતિઓમાં જોવા મળે છે એ આમાં સ્પષ્ટ થાય છે. એક જ કૃતિ એકથી વધુ પ્રકારનામો ધરાવતી હોય તો ત્યાં બધે એને મૂકવામાં આવી છે. ને આમ એક સંપૂર્ણ ચિત્ર ઊભું કરવાની કોશિશ થઈ છે. ૫. સમયના ક્રમે એટલે કે ઐતિહાસિક ક્રમે સૂચિ થાય તો એ ઘણી જ ઉપયોગી નીવડે એમાં શંકા નથી. આવી સૂચિથી સાહિત્યના ઐતિહાસિક વિકાસનું ચિત્ર સીધેસીધું આપણા હાથમાં આવે છે. પણ આ જાતની સૂચિ કરવી એ ઘણું કપરું કામ છે એમાં પણ શંકા નથી, એમાં એક કર્તાની કૃતિઓને એક સ્થાને લાવવી પડે, મધ્યકાળમાં એક નામના એકથી વધુ કર્તાઓ એક સમયે પણ અસ્તિત્વ ધરાવતા હોય એટલે કર્તાઓની ઓળખ નિશ્ચિત કરવી પડે. ઘણે સ્થાને સમયનિર્ણય કરવો પડે અને આખી સામગ્રીને ઐતિહાસિક ક્રમમાં નાખવી પડે. આ તો મો. દ. દેશાઈ જેવા અણથક પરિશ્રમી સૂચિકારનું જ કામ. દેશાઈએ પણ પહેલાં કવિઓને વર્ણાનુક્રમે સામગ્રી તૈયાર કરી હતી પણ કોઈએ સૂચન કરવાથી શતકવાર ઐતિહાસિક ક્રમે સૂચિ કરવાનો પડકાર એમણે ઝીલી લીધો. એનું પરિણામ તે “જૈન ગૂર્જર કવિઓ'. ઐતિહાસિક ક્રમે થયેલી આપણી એ એકમાત્ર સૂચિ છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનમાં જૈન ગૂર્જર કવિઓનો ફાળો ઘણો મોટો છે. આપણા સાહિત્ય-ઈતિહાસોનાં જૈન સાહિત્યવિષયક પ્રકરણો એની - ઘણી વાર તો બેઠો. ને બેઠો આધાર લઈને લખાયેલાં છે. શ્રી દેશાઈને કેટલીક અગવડો તો પડી જ છે. લાંબા સમય સુધી કામ ચાલ્યું એટલે પૂર્તિઓ કરવી પડી છે. આગલા ભાગની સામગ્રીના સુધારા છેલ્લા ભાગમાં નોંધવાના થયા છે ને તેથી ઐતિહાસિક ચિત્ર થોડું વિશૃંખલ થયું છે. પરંતુ નવી આવૃત્તિમાં એ વિશૃંખલતા નિવારી લેવામાં આવી છે. આવી સૂચિમાં પણ કર્તાઓ અને કૃતિઓની અકારાદિ અનુક્રમણિકાઓ તો જોઈએ જ. શ્રી દેસાઈ જેવા સૂચિકાર એ કેમ ચૂકે ? પણ પહેલા બે ભાગમાં કૃતિઓની સળંગ વર્ણાનુક્રમણિકા અને ત્રીજા ભાગમાં વર્ગીકૃત અનુક્રમણિકા એ અસંગતિ રહી ગઈ હતી, જે નવી આવૃત્તિમાં દૂર કરવામાં આવી છે ને આખીયે સામગ્રીની બન્ને પ્રકારની અનુક્રમણિકાઓ આપવામાં આવી છે. શ્રી Page #8 -------------------------------------------------------------------------- ________________ પર એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ દેશાઈ આપણા એક સમર્થ સૂચિકાર હતા. એમના લોભને થોભ નહોતો. એ કત-કૃતિની અનુક્રમણિકાઓ આપીને જ ન અટક્યા, એમણે કૃતિઓની સંવતવાર અનુક્રમણિકા કરી, જેમાં રચનાસંવત ઉપરાંત લેખનસંવતનોયે સમાવેશ કર્યો. એમણે રાજાઓનાં નામોની અને સ્થળનામોનીયે અનુક્રમણિકાઓ કરી. અલબત્ત, સંવતવાર અનુક્રમણિકા પહેલા બે ભાગ પૂરતી અને રાજાઓ તથા સ્થળોનાં નામોની અનુક્રમણિકા ત્રીજા ભાગ પૂરતી મર્યાદિત હતી, પણ નવી આવૃત્તિમાં આ અધૂરપ સુધારી લેવાઈ છે. આ સૂચિપદ્ધતિઓની વાત થઈ. હવે થોડું સૂચિસામગ્રી વિશે વિચારીએ. હસ્તપ્રતસૂચિ સાદી હોઈ શકે, તેમ વર્ણનાત્મક, સવિસ્તર - કૃતિઓના આરંભ-અંતના ભાગોના ઉતારાવાળી હોઈ શકે. સાદી સૂચિમાં હસ્તપ્રતક્રમાંક, કૃિતિનામ, કર્તાનામ, ભાષા, પદ્યસંખ્યા કે શ્લોકમાન, રચનાસંવત, લેખનસમય, હસ્તપ્રતનાં પાનાં, હસ્તપ્રતની સ્થિતિ - આ પ્રકારની વિગતો આપવાની એક સ્વીકૃત પ્રથા છે. પાટણ, લીંબડી, પ્રાચ્ય વિદ્યામંદિર, લા. દ. વિદ્યામંદિર ને ફાર્બસ ગુજરાતી સભાની સાદી સૂચિઓ બહુધા આ ધોરણને અનુસરે છે. એમાં કેટલીક વાર લહિયાનાં નામ, ગામ, હસ્તપ્રતનું માપ વગેરે કેટલીક વિશેષ વીગત નોંધાઈ છે. ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી. પણ સાદી સૂચિ છે, પરંતુ એમાં વિવિધ સંગ્રહોને ભેગા કરવામાં આવ્યા છે, તેથી હસ્તપ્રત અંગેની ક્રમાંક અને લેખનસંવત સિવાયની માહિતી આપવાનું શક્ય બન્યું નથી. કૃતિની પદ્યસંખ્યા કે શ્લોકમાનની માહિતી પણ બહુ ઓછે સ્થાને આપી શકાઈ છે. * ભો. જે. વિદ્યાભવન અને ભારતીય વિદ્યાભવનની સૂચિઓને વર્ણનાત્મક તરીકે ઓળખાવવામાં આવી છે, પરંતુ ભો. જે. વિદ્યાભવને પાછળ પરિશિષ્ટ રૂપે કૃતિઓના ટૂંકા આદિભાગ જ આપ્યા છે. કવિનામ વગેરે ચાવીરૂપ વિગતો અંતભાગમાં જ હોય છે. એ કેમ છોડી દેવામાં આવ્યા છે એ સમજાય એવું નથી. કૃતિઓની એકથી વધુ હસ્તપ્રતોના આદિભાગ અપાયા છે - કાલિદાસકૃત પ્રહલાદાખ્યાનની આઠ પ્રતોના આદિભાગ ઉતાર્યા છે ! - તેનું કારણ પણ ઝાઝું સમજાય એવું નથી, તે ઉપરાંત આ જગ્યાનો ઉપયોગ અંતભાગો નોંધવામાં સહેલાઈથી થઈ શક્યો હોત. કેટલીક કૃતિઓના આદિમાગ પણ અપાયા નથી. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં પાછળ કૃતિઓમાંથી કેટલાંક ઉદ્ધરણો અપાયાં છે પરંતુ એની પાછળ કોઈ સ્પષ્ટ નીતિ પ્રતીત થતી નથી. ક્યાંક આદિભાગ અપાયા છે. કયાંક અંતની પુષ્પિકાનો ભાગ, ક્યાંક અન્ય કોઈ ભાગ. કવીશ્વર દલપતરામ સૂચિ, જૈન ગૂર્જર કવિઓ અને ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં પણ આદિ-અંત આપવામાં કેટલીક કાટછાંટ થઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો ૫૩ છે, પરંતુ દસ્તાવેજી માહિતી ધરાવતા ભાગો તો અનિવાર્યપણે અપાયા છે. બીજી રીતે જોતાં ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં અને તેથીયે વધુ જૈન ગૂર્જર કવિઓમાં આદિ-અંતના અને અન્ય ભાગો પ્રચુરતાથી ઉતારાયા છે. ઇડિયા ઑફિસ લાઈબ્રેરીની સૂચિમાં બધી જ કૃતિઓના આદિ-અંત અપાયા છે. એ સૂચિ, ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિ તથા “જૈન ગૂર્જર કવિઓ' હસ્તપ્રતોની પુષ્પિકાઓ પણ ઉતારે છે. સૂચિકારો કેટલીક વાર પોતાની સૂચિને વિશેષ માહિતીથી સમૃદ્ધ કરવાનો પરિશ્રમ કરતા હોય છે. આ પ્રશસ્ય છે, પણ એ કામ ઘણી કાળજીથી અને સૂઝથી થવું જોઈએ. લા.દ. વિદ્યામંદિરની સૂચિ અને ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદીમાં ઘણી વાર કર્તાના વિશેષ પરિચયો આપવામાં આવ્યા છે. આ પરિચય કૃતિમાંથી પ્રાપ્ત હોય ત્યાં તો સવાલ નથી, પણ એમ દેખાય છે કે પરિચયો અન્યત્રથી જોડવાનું પણ થયું છે, જે જરા જોખમી માર્ગ છે. લા.દ. વિદ્યામંદિરની સૂચિમાં “જૈન ગૂર્જર કવિઓ' જેવાં સાધનોમાંથી લઈને અપાયેલા કવિ પરિચયો અમારી સાહિત્યકોશ સમયની ચકાસણીમાં ઘણે-બધે ઠેકાણે ખોટા નીકળ્યા છે. એ સૂચિએ જે દેવવિજય તરીકે કવિને ઓળખાવ્યા હોય એ દેવવિજય એ હોય જ નહીં. સંકલિત યાદીમાં બૃહદ્ કાવ્યદોહન' આદિમાંથી મળેલ કવિપરિચય, કે કોઈ એક કૃતિમાંથી મળેલ કવિ પરિચય બીજી કતિ પરત્વે કશા આધાર વિના જોડી દેવામાં આવ્યો હોય એવું દેખાયું છે. ભાયાણીસાહેબના પઢાવેલા પાઠ પ્રમાણે સાહિત્યકોશમાં અમે વિચારી વિચારીને ડગલું માંડતા અને કશી ભેળસેળ ન થઈ જાય એને માટે અત્યંત સચિંતા રહેતા. ચોખ્ખા આધાર વિના કશું જોડી ન શકાય એમ માનતા અને તર્કને તર્ક તરીકે જ રહેવા દેતા. શાસ્ત્રીજી હસ્તપ્રતમાં “અંબા નામ જોવા મળે એનું ‘અંબાબાઈ' કરી નાખે, અમે ન કરીએ અને હસ્તપ્રત ચકાસતાં એ અંબારામ' હોવાનો સંકેત પણ મળે. “જૈન ગૂર્જર કવિઓમાં પણ કવિ પરિચય વીગતે છે -- ગુરુપરંપરા, સમય વગેરેને સમાવતો. પરંતુ મોટે ભાગે એ કૃતિમાંથી પ્રાપ્ત હોય છે. એ સિવાય કોઈકોઈ સાધુ કવિઓનાં ચરિત્રો રચાયાં છે તેનો લાભ શ્રી દેશાઈએ લીધો છે. કેટલીક વાર અમ્ય કૃતિઓમાંના નિર્દેશ, પ્રતિમાલેખો આદિને આધારે પણ માહિતી આપવામાં આવી છે, પણ શ્રી દેશાઈ બહુધા સલામત માર્ગે ચાલ્યા છે. અનુમાનથી, ઉતાવળે, અધ્ધર રીતે એમનાથી કશું જોડી દેવાયું હોય એવું ઓછું બન્યું છે. ફાર્બસ ગુજરાતી સભાની નામાવલિએ તો કૃતિમાં મળતી કવિ વિશેની વિશેષ માહિતી પણ જુદી તારવીને આપી નથી, કવિનામ આપીને જ સંતોષ માન્યો છે. જૈન ગૂર્જર કવિઓ, ફાર્બસ ગુજરાતી સભા સવિસ્તર નામાવલિ, કવીશ્વર દલપતરામ સૂચિ અને ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી કૃતિપ્રકાશનની Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫૪ એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ માહિતી પણ નોંધે છે. છેવટે આપણું અત્યંત ધ્યાન ખેંચે છે તે તો જેન ગૂર્જર કવિઓમાં મોહનલાલ દલીચંદ દેશાઈનો અને ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં અંબાલાલ જાનીનો પરિશ્રમ, અંબાલાલ જાનીએ કૃતિઓના સાર આપ્યા છે, અને પૂરક ઐતિહાસિક માહિતી છૂટે હાથે પીરસી છે. - એની પાછી સવીગત અકારાદિ સૂચિ પણ કરી છે ! આ માત્ર સૂચિ નહીં રહેતાં મહત્ત્વનો સાહિત્યિક, ઐતિહાસિક દસ્તાવેજ બની જાય છે. દેશાઈએ આવું કર્યું નથી - આવું કર્યું હોત તો તો, કે. કા. શાસ્ત્રી સૂચવે છે તેમ, “જૈન ગૂર્જર કવિઓ'ના કેટકેટલા ગ્રંથો થયા હોત ! - પણ એમણે કૃતિઓના વિવિધ ખંડોના આરંભ-અંત ઉતાર્યા છે, એમાંના કેટલાક અન્ય રસિક ભાગો આપ્યા છે, અનેક સ્થાને કૃતિમાં પ્રયોજાયેલાં છંદો ને દેશીઓની યાદી કરી છે અને કૃતિની ગુણવત્તા વિશે અભિપ્રાયો આપ્યા છે તે બતાવે છે કે તેઓ કૃતિઓની અંદર પણ ઘૂમી વળ્યા છે. એમની તે કેવળ સૂચિકારની સૂચિ નથી, સાહિત્યરસિક વિદ્વાનની સૂચિ છે. બધી સૂચિઓમાં હસ્તપ્રતના ખોટા વાચનને લીધે થયેલા માહિતીદોષો વધતાઓછા પ્રમાણમાં જોવા મળે છે. લા. દ. વિધામંદિરની સૂચિમાં પહેલું જ કતનામ “અઈગત્તા' ખોટું છે. ભો. જે. વિદ્યાભવનની સૂચિમાં પણ પહેલી જ નોંધમાં ભૂલ જણાય છે. અખાને નામે "ગુરુમહિમા' નામની કૃતિ મુકાયેલી છે, પરંતુ કૃતિ ખંડિત પ્રાપ્ત થયેલી છે અને કૃતિનામ સૂચિકારે મૂક્યું હોવાનો સંભવ છે. પહેલા કડવાની પહેલી સાત કડી અને ૨૯મા કડવા પછીનો ભાગ પ્રાપ્ત થયો નથી એવી નોંધ કરવામાં આવી છે તેથી આ કૃતિ ‘અખેગીતા' જ હોવાનું પાકું અનુમાન થાય છે. થોડીક મહેનતથી સૂચિકાર અખા જેવા પ્રસિદ્ધ કવિની કૃતિને સાચી રીતે ઓળખાવી શક્યા હોત. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં સર્વત્ર અખા, અખેગીતા, અખાના છપ્પાને સ્થાને અજા, અજેગીતા, - અજાના છપ્પા મળે છે ! પાટણ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિમાં શાંતિવર્ષને નામે ઘણી કૃતિઓ નોંધાયેલી મળે છે તે સર્વ શાંતિ હર્ષશિષ્ય જિનહર્ષની છે. કૃતિના આદિ-અંતના ભાગ આપતી વર્ણનાત્મક સૂચિ હોય તો સૂચિકારના વાચનના (ને અર્થઘટનના) દોષો પણ આપણે પકડી શકીએ. કવીશ્વર દલપતરામ સૂચિમાં કર્તા તરીકે રવિસુત નરસિંહ બતાવ્યા હોય, પણ ઉદ્દધૃત અંતભાગ પરથી આપણે કહી શકીએ કે “રવિસુત’ એ તો વારના નામ તરીકે છે - શનિવાર. “જૈન ગૂર્જર કવિઓની બીજી આવૃત્તિમાં થયેલા સુધારામાંના ઘણા, ઉદ્ધત ભાગને આધારે જ થયા છે. પાઠવાચન અને અર્થઘટનમાં થયેલી ભૂલો નિવારાઈ છે અને ભ્રષ્ટ પાઠો પણ સુધારાયા છે. પણ આરંભ-અંતના ભાગ વિનાની સાદી સૂચિ હોય ત્યાં શું થાય ? Page #11 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ ઃ સમીક્ષા અને સૂચનો આપણને ભૂલ હોવાની શંકા કેવી રીતે થાય ? ને થાય તોયે આપણે એને કેવી રીતે સુધારી શકીએ ? આપણે હસ્તપ્રત સુધી જ જવું પડે. ગુજરાતી સાહિત્યકોશમાં હસ્તપ્રતો સુધી જવાની અમારી કોઈ યોજના ન હતી, પરંતુ બીજાં સાધનોથી તથા અમારી જાણકારી ને સમજથી સૂચિઓમાં ભૂલ હોવાની અમને શંકા થઈ ને નમૂના રૂપે લા. ૬. વિદ્યામંદિરની કેટલીક હસ્તપ્રત ચકાસતાં અમારી શંકાઓ સાચી પડી અને જેની સૂચિઓનો અમે ઉપયોગ કરતા તે ભંડારો સુધી જવાનો અમારે કાર્યક્રમ કરવો પડ્યો અલબત્ત, શંકાસ્થાનોને ચકાસવા પૂરતો. અમારી કોશની ફાઇલો પર સૂચિઓની માહિતીના ઢગલાબંધ સુધારાઓ નોંધાયેલા પડ્યા છે. આનો લાભ લઈને પણ આ સૂચિઓ પરિશુદ્ધ કરી શકાય. પાટણ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિના પહેલા ભાગની શુદ્ધિ આ રીતે અમારી કોશની ફાઇલો પર નોંધાયેલી નીકળે. પણ એ સૂચિ તો પાટણ ભંડારોની મુનિશ્રી જંબૂવિજયજીએ કરેલી સૂચિમાં એમ ને એમ આમેજ થઈ. મને થાય, ને મેં જંબૂવિજયજીને સૂચવ્યું પણ હતું, કે સાહિત્યકોશની સામગ્રીનો લાભ લઈને એ સૂચિને પરિશુદ્ધ કરી શકાઈ ન હોત ? પણ આવું મહેનતનું કામ કોણ કરે ? - ૫૫ સૂચિમાહિતી શક્ય તેટલી વધુ પ્રમાણભૂત રહે તે માટે શું કરવું જોઈએ ? બે વિચાર આવે છે. એક તો, આદિ-અંતના ભાગોનાં ઉદ્ધરણવાળી વર્ણનાત્મક સૂચિઓ જ કરવી જોઈએ. એમાં સૂચિકારની ભૂલો પકડવાની ચાવી આપણા હાથમાં રહે છે. હું પોતે વર્ણનાત્મક સૂચિનો આગ્રહી છું. ઓછામાં ઓછું, પદ વગેરે નાની કૃતિઓ છોડીને સર્વ મોટી કૃતિઓની તો આવી જ સૂચિ થવી જોઈએ. પરંતુ ઉચ્ચ અભ્યાસને વરેલી, ઘણાં સાધન-સગવડવાળી આપણી આજની સંશોધનસંસ્થાઓ પણ એવી સૂચિનો ઉપક્રમ કરી શકતી નથી, તો બીજા કોની પાસે એ આશા રાખી શકાય ? ભો. જે. વિદ્યાભવન પાસે તો આદિ-અંતના ભાગવાળી વર્ણનાત્મક સૂચિની પૂર્વપરંપરા હતી. (હીરાલાલ પારેખે તૈયાર કરેલી કવીશ્વર દલપતરામ સૂચિ), છતાં એણે નવી સૂચિ કરતી વખતે એને સામે ન રાખી, ને પાછાં પગલાં ભરવા જેવું કર્યું. બીજો વિકલ્પ એ છે કે હસ્તપ્રતસૂચિ તૈયાર કરવાનું એક વ્યક્તિ હસ્તક ન રાખવામાં આવે, પરંતુ બેત્રણ વ્યક્તિના જૂથને એ કામ સોંપવામાં આવે. તેઓ એકબીજાનાં કામની ચકાસણી કરે એવું ગોઠવવામાં આવે તેમજ આખું કામ કોઈ નિષ્ણાતનાં માર્ગદર્શન અને દેખરેખ નીચે ચાલે. વર્ષો પૂર્વે એક સંસ્થાની સૂચિ ત્રણચાર વ્યક્તિઓના જૂથ દ્વારા મારી દેખરેખ નીચે કરાવી આપવાની મેં તૈયારી બતાવેલી, પણ કોઈને એ સૂચિનું કામ સોંપાયેલું હતું અને એ ભાઈ એને છોડવા તૈયાર નહોતા. તેથી એ વાત ત્યાં જ રહી. આજે દશપંદર વર્ષે પણ એ સૂચિ પ્રગટ થઈ નથી. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૫૯ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ આજે એવો બોજો તો હું ઉઠાવી શકે એમ નથી, પરંતુ સૂચિ કેમ કરવી જોઈએ એ વિશે તો જરૂર મારા વિચારો આપી શકું. એવી ફરિયાદ કરવાનો મારો હું હક્ક માનું છું કે આપણી સંસ્થાઓ રેઢિયાળ સૂચિ તૈયાર કરે છે, પણ એમને જેમણે સૂચિઓની સાથે વધુમાં વધુ કામ પાડ્યું છે અને ઝીણવટથી કામ પાડ્યું છે એમને કંઈ પૂછવાનું સૂઝતું નથી. જૂના સમયમાં મો.દ. દેશાઈ, અંબાલાલ જાની, મુનિશ્રી ચતુરવિજયજી, હીરાલાલ પારેખ, કે. કા. શાસ્ત્રી વગેરેએ સૂચિરચનાનાં કેટલાંક ધોરણો સ્થાપી આપ્યાં હતાં અને મો. દ. દેશાઈ અને અંબાલાલ જાની જેવાએ સૂચિ કેવો સમૃદ્ધ માહિતીભંડાર બની શકે એ બતાવી આપ્યું હતું. આજે સાધનસગવડ ઘણાં વધ્યાં છે ત્યારે પણ આપણે પૂર્વસૂરિઓએ સ્થાપેલાં ધોરણોને સાચવી શક્યા નથી. ઊલટું, અનેક રીતે ખામીભરેલી સૂચિઓ આપણે આપી છે, અને મો. દ. દેશાઈ તથા અંબાલાલ જાની જેવાની સૂચિઓની તો કલ્પના પણ થઈ શકતી નથી એ કેટલું દુઃખદ અને શરમજનક છે ! પણ આ દુઃખ અને શરમ અનુભવનાર કેટલા ? આપણી વિદ્યાસંસ્થાઓ પાસે જ કશી આશા રાખી શકાય એવું દેખાતું નથી, ત્યાં બીજાઓની શી વાત કરવી ? છતાં જોઈએ કોઈના હૃદયમાં રામ જાગે તો. મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ (જેમાં ગુજરાતી ભાષાની કૃતિઓ - બીજી ભાષાઓની કૃતિઓ સાથે પણ - નોંધાયેલી છે તેવી સૂચિઓની માહિતી અહીં આપી છે. આ સિવાય પણ જાણમાં ન આવેલી થોડી સૂચિઓ હોવા સંભવ છે. નીચે નોંધેલી બધી સૂચિઓ આ લેખ લખતી વખતે ફરીને જોવા મળી નથી, તેથી કોઈકોઈ સૂચિનો લેખમાં નિર્દેશ ન હોય એવું દેખાશે.) આલ્ફાબેટિક્સ લિસ્ટ ઑવું મેન્યુસ્કિટ્સ ઈન ધ ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, બરોડા, વોટર, સંપા. રાઘવનું નામ્બિયાર, પ્રકા. ઑરિએન્ટલ ઈન્સ્ટિટ્યૂટ, વડોદરા, ૧૯૫૦ કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની સૂચિ તૈયાર કરનાર હીરાલાલ ત્રિભોવનદાસ પારેખ, પ્રકા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૩૦ કેટલૉગ ઑવ ધ ગુજરાતી એન્ડ રાજસ્થાની મેન્યૂસ્ટિસ ઈન ધ ઇન્ડિયા ઑફિસ લાઈબ્રેરી, સંપા. જેમ્સ ફૂલર બ્લમહાર્ટ, સંશો. આફ્રેડ માસ્ટર, પ્રકા. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૫૪ કેટલૉગ ઑવ્ ધ મૅચૂસ્કિટ્સ ઈન પાટણ જૈન ભંડારઝ, પાર્ટ ૧-૨, ૩ અને ૪, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, સંપા. મુનિ જંબૂવિજયજી, પ્રકા. Page #13 -------------------------------------------------------------------------- ________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો ૫૭ શારદાબહેન ચીમનભાઈ એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, અમદાવાદ, ૧૯૯૧ ગૂજરાતી હાથપ્રતોની સંકલિત યાદી તૈયાર કરનાર કેશવરામ કાશીરામ શાસ્ત્રી, પ્રક. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ, ૧૯૩૯ જૈન ગૂર્જર કવિઓ ભા. ૧, ૨ અને ૩, સંગ્રાહક અને સંપ્રયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રક. શ્રી જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ ઓફિસ, મુંબઈ, ૧૯૨૬, ૧૯૩૧, ૧૯૪૪; બીજી સંશોધિત સંવર્ધિત આવૃત્તિ ભા. ૧થી ૧૦, સંપા. જયંત કોઠારી, પ્રકા. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ ૧૯૮૬થી ૧૯૯૭ જૈન મરૂ ગૂર્જર કવિ ઔર ઉનકી રચનાઓં ભા. ૧, સંપા. અગરચંદ નાટ્ટા, પ્રકા. અભય જૈન ગ્રંથાલય, બિકાનેર, ૧૯૭૫ જૈન-હોન્ડશીટેન પ્રોઇસિશેન સ્ટાર્સબિબ્લિઓથક, સંપા. વાઘેર શુબિંગ, લિપઝિગ, ઓટ્ટો હારાસોવિડ્ઝ, ૧૯૪૪ (જર્મન ભાષામાં) ડિસ્કિટિવ કેટલૉગ ઑવ્ ધ ગવર્નમેન્ટ કલેક્શન ઓવું મેન્યૂસ્કિટ્સ ડિપોઝિટેડ એટૂ ધ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના, પાર્ટ ૧થી ૧૯. ડિસ્કિટિવ કેટલૉગ ઑવું ગુજરાતી, હિન્દી એન્ડ મરાઠી મેન્યૂસ્કિટ્સ ઓવું બી. જે. ઇન્સ્ટિટ્યૂટ મ્યુઝિયમ, પાર્ટ ૧, સંપા. વિધાત્રી અવિનાશ વોરા, પ્રકા. બી.જે ઈન્સ્ટિટ્યૂટ ઓવું લર્નિંગ એન્ડ રિસર્ચ, અમદાવાદ, ૧૯૮૭ ડિસ્કિટિવ કેટલૉગ ઑવું મૅન્યૂસ્કિટ્સ ઇન ભારતીય વિદ્યા ભવન્સ લાઈબ્રેરી, સંપા. એમ.બી. વારનેકર, પ્રકા. ભારતીય વિદ્યા ભવન, મુંબઈ, ૧૯૮૫ પાટણ - શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરસ્થિત જૈન જ્ઞાનભંડારીનું સૂચિપત્ર, પ્રથમ ભાગ, સંકલયિતા મુનિશ્રી પુણ્યવિજયજી, પ્રકા. શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, ૧૯૭ર ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી, ભા.૧ તથા ર, તૈયાર કરનાર અંબાલાલ, બુલાખીરામ જાની, પ્રકા. શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૨૩ ફૉર્બસ ગુજરાતી સભાના હસ્તલિખિત ગ્રંથોની નામાવલિ, તૈયાર કરનાર અંબાલાલ બુલાખીરામ જાની, શંકરપ્રસાદ છગનલાલ રાવળ, પ્રક. શ્રી ફૉર્બસ ગુજરાતી સભા, મુંબઈ, ૧૯૫૬ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી, સંકલયિતા | મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, સંપા. વિધાત્રી વોરા, પ્રકા. લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૭૮ રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર કે હસ્તલિખિત ગ્રન્થકી સૂચી, ભા. ૧ તથા ૨, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. રાજસ્થાન પુરાતત્ત્વાન્વેષણ મંદિર, જોધપુર, ૧૯૫૯ તથા ૧૯૬૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ 58 એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ રાજસ્થાન હસ્તલિખિત ગ્રન્થસૂચી, ભા.૧ તથા 2, સંપા. મુનિ જિનવિજય, પ્રકા. રાજસ્થાન પ્રાચ્ય વિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, 1960 તથા 1961 લીંબડી જૈન જ્ઞાનભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું સૂચીપત્ર, સંપા. મુનિશ્રી ચતુરવિજય, પ્રકા. શ્રીમતી આગમોદય સમિતિ, મુંબઈ, 1928 4 ઑગસ્ટ, 1997