________________
૪૬
એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ
મગજમાંથી ઘણું ભૂંસાઈ ગયું છે એટલે એવી સમીક્ષા નવેસરથી મહેનત માગે.
ઝીણી વિગતોમાં હવે હું ન જઈ શકું, પણ નમૂના રૂપે, સામગ્રી તપાસી વ્યાપકભાવે કેટલાક મુદ્દા હું કરી શકે અને સૂચિપદ્ધતિના ગુણદોષ વિશે મારાં નિરીક્ષણો રજૂ કરી શકું. આ ગોષ્ઠિમાં એ જ અપેક્ષિત છે એટલે એ રીતે હું આગળ ચાલું છું.
સૂચિ તૈયાર કરવામાં સૌથી પહેલો પ્રશ્ન એ સામો આવે છે કે હસ્તલિખિત ગ્રંથોને એમાં કયા ક્રમે મૂકવા ? પાંચ પ્રકારનો ક્રમ શક્ય છે : એને અનુષંગે
૧. ભંડારનો પ્રતિક્રમ. ૨. કર્તાનો ક્રમ. ૩. કૃતિનો ક્રમ. ૪. વિષયનો ક્રમ. ૫. સમયનો ક્રમ / ઐતિહાસિક ક્રમ. પાંચે પદ્ધતિઓના ગુણદોષ વિચારીએ :
૧. ભંડારમાં જે ક્રમે પ્રતો ગોઠવાયેલી હોય તે ક્રમે એમાંની કૃતિઓની નોંધ લેવાનો માર્ગ સૌથી સહેલો માર્ગ છે, કેમ કે એમાં કોઈ પુનર્વ્યવસ્થા કરવાની થતી નથી. પરંતુ આ પદ્ધતિમાં એક જ કૃતિની હસ્તપ્રતો જુદે જુદે સ્થાને વિખેરાઈ જાય છે. ઉપરાંત, ભંડારમાં અમુક ક્રમાંકની પ્રતમાં શું છે તે જાણવા જનાર કોઈ હોતું નથી, બધા કોઈ કૃતિની હસ્તપ્રત માટે જતા હોય છે અથવા કોઈ કર્તાની કૃતિઓની શોધ માટે જતા હોય છે. આવા હેતુથી જનારને, એ સ્પષ્ટ છે કે, સૂચિ મદદરૂપ થતી નથી, એમને આખો સૂચિગ્રંથ જ જોવાનો થાય છે, સિવાય કે પછીથી ક્તઓનો અને કૃતિઓનો અકારાદિક્રમ જોડવામાં આવ્યો હોય. પણ બધા સૂચિકારોએ આવી સૂઝ બતાવી નથી.
દાખલા તરીકે, ફાર્બસ ગુજરાતી સભાની હસ્તલિખિત ગ્રંથોની નામાવલિમાં તથા પાટણ હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિરની સૂચિમાં ભંડારના ક્રમે જ સામગ્રી રજૂ થઈ છે ને કર્તા-કૃતિના અલગ અકારાદિ ક્રમ આપ્યા નથી. પણ ફાર્બસ સભાની સવિસ્તર નામાવલિમાં લેખકો-સંપાદકો આદિની અને વિષયની (એટલે કૃતિ નામની) અનુક્રમણિકાઓ આપવામાં આવી છે. એટલું જ નહીં લેખકાદિની અનુક્રમણિકામાં સાથે કોંસમાં કૃતિનામ, રચનાસંવત વગેરે વિગતો અને કૃતિનામની અનુક્રમણિકામાં રચના સંવત, કર્તાનામ આદિ વિગતો નોંધીને એ અનુક્રમણિકાઓને અમુક અંશે સીધી ઉપયોગમાં આવી શકે એવી બનાવી છે.
આવું મુનિશ્રી જંબૂવિજયજીએ પાટણના ભંડારોની સંપૂર્ણ સૂચિ તૈયાર કરી એમાં થઈ શક્યું નથી. અગાઉ પ્રસિદ્ધ થયેલી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org