________________
મુદ્રિત હસ્તપ્રતસૂચિઓઃ સમીક્ષા અને સૂચનો
૫૧
વિદ્યાભવનની સૂચિઓ જેવી અતાર્કિકતાઓ ભાગ્યે જ છે. મને પોતાને “જેન ગુર્જર કવિઓની પહેલી આવૃત્તિમાં અપાયેલી વર્ગીકૃત અનુક્રમણિકા વ્યવહારુ રીતે ઉપયોગી લાગેલી છતાં એનાથી પૂરો સંતોષ નહોતો - એ પૂરી શાસ્ત્રીય લાગતી નહોતી તેથી નવી આવૃત્તિમાં વર્ગીકૃત અનુક્રમણિકા જુદી રીતે કરી છે. ઐતિહાસિક, કથનાત્મક, જ્ઞાનાત્મક અને અન્ય - એવા ચાર મુખ્ય વિભાગો કર્યા, એમાં ગધ ને પદ્ય એવા પેટાવિભાગો કર્યા ને એ દરેકમાં જુદાજુદા પ્રકારનાં નામો ધરાવતી કૃતિઓ જુદી પાડી. એક જ પ્રકારના વિવિધ વર્ગની કૃતિઓમાં જોવા મળે છે એ આમાં સ્પષ્ટ થાય છે. એક જ કૃતિ એકથી વધુ પ્રકારનામો ધરાવતી હોય તો ત્યાં બધે એને મૂકવામાં આવી છે. ને આમ એક સંપૂર્ણ ચિત્ર ઊભું કરવાની કોશિશ થઈ છે.
૫. સમયના ક્રમે એટલે કે ઐતિહાસિક ક્રમે સૂચિ થાય તો એ ઘણી જ ઉપયોગી નીવડે એમાં શંકા નથી. આવી સૂચિથી સાહિત્યના ઐતિહાસિક વિકાસનું ચિત્ર સીધેસીધું આપણા હાથમાં આવે છે. પણ આ જાતની સૂચિ કરવી એ ઘણું કપરું કામ છે એમાં પણ શંકા નથી, એમાં એક કર્તાની કૃતિઓને એક સ્થાને લાવવી પડે, મધ્યકાળમાં એક નામના એકથી વધુ કર્તાઓ એક સમયે પણ અસ્તિત્વ ધરાવતા હોય એટલે કર્તાઓની ઓળખ નિશ્ચિત કરવી પડે. ઘણે સ્થાને સમયનિર્ણય કરવો પડે અને આખી સામગ્રીને ઐતિહાસિક ક્રમમાં નાખવી પડે. આ તો મો. દ. દેશાઈ જેવા અણથક પરિશ્રમી સૂચિકારનું જ કામ. દેશાઈએ પણ પહેલાં કવિઓને વર્ણાનુક્રમે સામગ્રી તૈયાર કરી હતી પણ કોઈએ સૂચન કરવાથી શતકવાર ઐતિહાસિક ક્રમે સૂચિ કરવાનો પડકાર એમણે ઝીલી લીધો. એનું પરિણામ તે “જૈન ગૂર્જર કવિઓ'. ઐતિહાસિક ક્રમે થયેલી આપણી એ એકમાત્ર સૂચિ છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખનમાં જૈન ગૂર્જર કવિઓનો ફાળો ઘણો મોટો છે. આપણા સાહિત્ય-ઈતિહાસોનાં જૈન સાહિત્યવિષયક પ્રકરણો એની - ઘણી વાર તો બેઠો. ને બેઠો આધાર લઈને લખાયેલાં છે.
શ્રી દેશાઈને કેટલીક અગવડો તો પડી જ છે. લાંબા સમય સુધી કામ ચાલ્યું એટલે પૂર્તિઓ કરવી પડી છે. આગલા ભાગની સામગ્રીના સુધારા છેલ્લા ભાગમાં નોંધવાના થયા છે ને તેથી ઐતિહાસિક ચિત્ર થોડું વિશૃંખલ થયું છે. પરંતુ નવી આવૃત્તિમાં એ વિશૃંખલતા નિવારી લેવામાં આવી છે.
આવી સૂચિમાં પણ કર્તાઓ અને કૃતિઓની અકારાદિ અનુક્રમણિકાઓ તો જોઈએ જ. શ્રી દેસાઈ જેવા સૂચિકાર એ કેમ ચૂકે ? પણ પહેલા બે ભાગમાં કૃતિઓની સળંગ વર્ણાનુક્રમણિકા અને ત્રીજા ભાગમાં વર્ગીકૃત અનુક્રમણિકા એ અસંગતિ રહી ગઈ હતી, જે નવી આવૃત્તિમાં દૂર કરવામાં આવી છે ને આખીયે સામગ્રીની બન્ને પ્રકારની અનુક્રમણિકાઓ આપવામાં આવી છે. શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org