Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano
Author(s): Jayant Kothari
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૫૦ એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ ચરિત્ર, ઢાળચરિત્ર, વિવાહ, વિવાહલો, કાવ્ય, રાસ, કથાવાર્તા, વાર્તા, કાવ્ય ફિલસોફી), એપિક, કથા-એપિક, કીર્તન, ભજન, ગીત (બારમાસી), બારમાસી, બારમાસા, ગીત વગેરે. આમાંથી કોઈ સંજ્ઞાઓ કોઈ એક વિભાગના પેટામાં કોઈ કૃતિની વિશિષ્ટ ઓળખ તરીકે આવે છે, પણ ક્યાં એમ થયું છે ને ક્યાં ખરેખર નવો વિભાગ અભિપ્રેત છે એ સમજવા આપણે મથામણ કરવી પડે છે. એકંદરે સમગ્ર વિભાગીકરણ પાછળનો તર્ક આપણી સમજ બહાર રહે છે. આવું જોઈએ ત્યારે થાય છે કે આપણી સંશોધન-સંસ્થાઓ આ શું કરી રહી છે એની એને ખબર છે ? સૂચિઓનું કામ તો માર્ગદર્શક થવાનું છે એને બદલે એ આપણને ભમાવે એ કેમ ચાલી શકે ? આ સૂચિઓ તૈયાર કરનારની શી સજ્જતા છે, એમના માર્ગદર્શક કોણ રહ્યા છે, સંસ્થાઓના નિયામક વગેરે અધિકારીગણે આ કામો પર કેટલી દેખરેખ રાખી છે - વગેરે ઘણા પ્રશ્નો આપણને જાગે. સંકળાયેલા સૌની બેજવાબદારી વિના આવાં કાચાં કામો થઈ ન શકે. વર્ગીકૃત સૂચિ પછી કર્તાઓ અને કૃતિઓની સળંગ અનુક્રમણિકાઓ અપાવી જ જોઈએ. લા. દ. વિદ્યામંદિરે એ કર્યું નથી. ભો. જે. વિદ્યાભવને માત્ર કૃતિઓની અનુક્રમણિકા આપી છે પણ એમાંયે કેટલુંક અતાર્કિક છે - અંબાજીનો ગરબો વગેરે બધા ગરબા એમના વર્ણાનુક્રમમાં નહીં પણ ગરબાના ક્રમમાં છે, એવું જ ગીતાનામક કૃતિઓનું છે. ઝાયો અને સ્તવનોની અકારાદિ સૂચિ બાકીની કૃતિઓનો સમગ્ર વર્ણાનુક્રમ પૂરો થયા પછી આપી છે ! ઈડિયા ઓફિસ લાઈબ્રેરી, લંડનની સૂચિ પણ વર્ગીકૃત છે, પરંતુ એમાં થોડાક મોટા વિભાગો જ પાડવામાં આવ્યા છે તેથી જોખમ ઊભું થતું નથી. જેમકે ધાર્મિક સાહિત્ય, કથાસાહિત્ય, શાસ્ત્ર, ઐતિહાસિક સાહિત્ય, મહાકાવ્યોનાં રૂપાંતરો એ મુખ્ય વિભાગો છે. ધાર્મિક સાહિત્યમાં જેન તથા વૈષ્ણવ જુદાં પાડ્યાં છે અને જૈન ધાર્મિક સાહિત્યના આગમગ્રંથોના બાલાવબોધો ને ટબાઓ, ગૌણ સૈદ્ધાત્તિક કૃતિઓ, સ્તોત્રસાહિત્ય, તીર્થકરો અને આચાર્યો વિષયક સાહિત્ય એવા પેટાવિભાગો કર્યા છે. વિભાગીકરણના ઘણા પ્રશ્નો હોઈને, યોગ્ય રીતે વિભાગીકરણ કરવાનું કામ ઘણી સૂઝ અને ઘણો શ્રમ માગે એવું હોઈને સૂચિ મુખ્યપણે વર્ગીકૃત રીતે આપવાનો હું પક્ષપાતી થઈ શકતો નથી, પરંતુ બીજી કોઈ રીતે સૂચિ કર્યા પછી કૃતિઓની વર્ગીકૃત અનુક્રમણિકા આપી શકાય તો ઘણું રૂડું થાય એમ હું જરૂર માનું છું. લીંબડી ભંડારની સૂચિમાં, ભારતીય વિદ્યાભવનની સૂચિમાં અને જૈન ગૂર્જર કવિઓમાં આવી અનુક્રમણિકા આપવામાં આવી છે. એમાંયે કોઈ પ્રશ્નો નથી એમ નથી, પણ લા.દ. વિદ્યામંદિર ને ભો.જે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14