Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano Author(s): Jayant Kothari Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 8
________________ પર એક અભિવાદન-ઓચ્છવ, એક ગોષ્ઠિ દેશાઈ આપણા એક સમર્થ સૂચિકાર હતા. એમના લોભને થોભ નહોતો. એ કત-કૃતિની અનુક્રમણિકાઓ આપીને જ ન અટક્યા, એમણે કૃતિઓની સંવતવાર અનુક્રમણિકા કરી, જેમાં રચનાસંવત ઉપરાંત લેખનસંવતનોયે સમાવેશ કર્યો. એમણે રાજાઓનાં નામોની અને સ્થળનામોનીયે અનુક્રમણિકાઓ કરી. અલબત્ત, સંવતવાર અનુક્રમણિકા પહેલા બે ભાગ પૂરતી અને રાજાઓ તથા સ્થળોનાં નામોની અનુક્રમણિકા ત્રીજા ભાગ પૂરતી મર્યાદિત હતી, પણ નવી આવૃત્તિમાં આ અધૂરપ સુધારી લેવાઈ છે. આ સૂચિપદ્ધતિઓની વાત થઈ. હવે થોડું સૂચિસામગ્રી વિશે વિચારીએ. હસ્તપ્રતસૂચિ સાદી હોઈ શકે, તેમ વર્ણનાત્મક, સવિસ્તર - કૃતિઓના આરંભ-અંતના ભાગોના ઉતારાવાળી હોઈ શકે. સાદી સૂચિમાં હસ્તપ્રતક્રમાંક, કૃિતિનામ, કર્તાનામ, ભાષા, પદ્યસંખ્યા કે શ્લોકમાન, રચનાસંવત, લેખનસમય, હસ્તપ્રતનાં પાનાં, હસ્તપ્રતની સ્થિતિ - આ પ્રકારની વિગતો આપવાની એક સ્વીકૃત પ્રથા છે. પાટણ, લીંબડી, પ્રાચ્ય વિદ્યામંદિર, લા. દ. વિદ્યામંદિર ને ફાર્બસ ગુજરાતી સભાની સાદી સૂચિઓ બહુધા આ ધોરણને અનુસરે છે. એમાં કેટલીક વાર લહિયાનાં નામ, ગામ, હસ્તપ્રતનું માપ વગેરે કેટલીક વિશેષ વીગત નોંધાઈ છે. ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી. પણ સાદી સૂચિ છે, પરંતુ એમાં વિવિધ સંગ્રહોને ભેગા કરવામાં આવ્યા છે, તેથી હસ્તપ્રત અંગેની ક્રમાંક અને લેખનસંવત સિવાયની માહિતી આપવાનું શક્ય બન્યું નથી. કૃતિની પદ્યસંખ્યા કે શ્લોકમાનની માહિતી પણ બહુ ઓછે સ્થાને આપી શકાઈ છે. * ભો. જે. વિદ્યાભવન અને ભારતીય વિદ્યાભવનની સૂચિઓને વર્ણનાત્મક તરીકે ઓળખાવવામાં આવી છે, પરંતુ ભો. જે. વિદ્યાભવને પાછળ પરિશિષ્ટ રૂપે કૃતિઓના ટૂંકા આદિભાગ જ આપ્યા છે. કવિનામ વગેરે ચાવીરૂપ વિગતો અંતભાગમાં જ હોય છે. એ કેમ છોડી દેવામાં આવ્યા છે એ સમજાય એવું નથી. કૃતિઓની એકથી વધુ હસ્તપ્રતોના આદિભાગ અપાયા છે - કાલિદાસકૃત પ્રહલાદાખ્યાનની આઠ પ્રતોના આદિભાગ ઉતાર્યા છે ! - તેનું કારણ પણ ઝાઝું સમજાય એવું નથી, તે ઉપરાંત આ જગ્યાનો ઉપયોગ અંતભાગો નોંધવામાં સહેલાઈથી થઈ શક્યો હોત. કેટલીક કૃતિઓના આદિમાગ પણ અપાયા નથી. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં પાછળ કૃતિઓમાંથી કેટલાંક ઉદ્ધરણો અપાયાં છે પરંતુ એની પાછળ કોઈ સ્પષ્ટ નીતિ પ્રતીત થતી નથી. ક્યાંક આદિભાગ અપાયા છે. કયાંક અંતની પુષ્પિકાનો ભાગ, ક્યાંક અન્ય કોઈ ભાગ. કવીશ્વર દલપતરામ સૂચિ, જૈન ગૂર્જર કવિઓ અને ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં પણ આદિ-અંત આપવામાં કેટલીક કાટછાંટ થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14