Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano Author(s): Jayant Kothari Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf View full book textPage 9
________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓ : સમીક્ષા અને સૂચનો ૫૩ છે, પરંતુ દસ્તાવેજી માહિતી ધરાવતા ભાગો તો અનિવાર્યપણે અપાયા છે. બીજી રીતે જોતાં ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિમાં અને તેથીયે વધુ જૈન ગૂર્જર કવિઓમાં આદિ-અંતના અને અન્ય ભાગો પ્રચુરતાથી ઉતારાયા છે. ઇડિયા ઑફિસ લાઈબ્રેરીની સૂચિમાં બધી જ કૃતિઓના આદિ-અંત અપાયા છે. એ સૂચિ, ફાર્બસ ગુજરાતી સભાની સવિસ્તર નામાવલિ તથા “જૈન ગૂર્જર કવિઓ' હસ્તપ્રતોની પુષ્પિકાઓ પણ ઉતારે છે. સૂચિકારો કેટલીક વાર પોતાની સૂચિને વિશેષ માહિતીથી સમૃદ્ધ કરવાનો પરિશ્રમ કરતા હોય છે. આ પ્રશસ્ય છે, પણ એ કામ ઘણી કાળજીથી અને સૂઝથી થવું જોઈએ. લા.દ. વિદ્યામંદિરની સૂચિ અને ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદીમાં ઘણી વાર કર્તાના વિશેષ પરિચયો આપવામાં આવ્યા છે. આ પરિચય કૃતિમાંથી પ્રાપ્ત હોય ત્યાં તો સવાલ નથી, પણ એમ દેખાય છે કે પરિચયો અન્યત્રથી જોડવાનું પણ થયું છે, જે જરા જોખમી માર્ગ છે. લા.દ. વિદ્યામંદિરની સૂચિમાં “જૈન ગૂર્જર કવિઓ' જેવાં સાધનોમાંથી લઈને અપાયેલા કવિ પરિચયો અમારી સાહિત્યકોશ સમયની ચકાસણીમાં ઘણે-બધે ઠેકાણે ખોટા નીકળ્યા છે. એ સૂચિએ જે દેવવિજય તરીકે કવિને ઓળખાવ્યા હોય એ દેવવિજય એ હોય જ નહીં. સંકલિત યાદીમાં બૃહદ્ કાવ્યદોહન' આદિમાંથી મળેલ કવિપરિચય, કે કોઈ એક કૃતિમાંથી મળેલ કવિ પરિચય બીજી કતિ પરત્વે કશા આધાર વિના જોડી દેવામાં આવ્યો હોય એવું દેખાયું છે. ભાયાણીસાહેબના પઢાવેલા પાઠ પ્રમાણે સાહિત્યકોશમાં અમે વિચારી વિચારીને ડગલું માંડતા અને કશી ભેળસેળ ન થઈ જાય એને માટે અત્યંત સચિંતા રહેતા. ચોખ્ખા આધાર વિના કશું જોડી ન શકાય એમ માનતા અને તર્કને તર્ક તરીકે જ રહેવા દેતા. શાસ્ત્રીજી હસ્તપ્રતમાં “અંબા નામ જોવા મળે એનું ‘અંબાબાઈ' કરી નાખે, અમે ન કરીએ અને હસ્તપ્રત ચકાસતાં એ અંબારામ' હોવાનો સંકેત પણ મળે. “જૈન ગૂર્જર કવિઓમાં પણ કવિ પરિચય વીગતે છે -- ગુરુપરંપરા, સમય વગેરેને સમાવતો. પરંતુ મોટે ભાગે એ કૃતિમાંથી પ્રાપ્ત હોય છે. એ સિવાય કોઈકોઈ સાધુ કવિઓનાં ચરિત્રો રચાયાં છે તેનો લાભ શ્રી દેશાઈએ લીધો છે. કેટલીક વાર અમ્ય કૃતિઓમાંના નિર્દેશ, પ્રતિમાલેખો આદિને આધારે પણ માહિતી આપવામાં આવી છે, પણ શ્રી દેશાઈ બહુધા સલામત માર્ગે ચાલ્યા છે. અનુમાનથી, ઉતાવળે, અધ્ધર રીતે એમનાથી કશું જોડી દેવાયું હોય એવું ઓછું બન્યું છે. ફાર્બસ ગુજરાતી સભાની નામાવલિએ તો કૃતિમાં મળતી કવિ વિશેની વિશેષ માહિતી પણ જુદી તારવીને આપી નથી, કવિનામ આપીને જ સંતોષ માન્યો છે. જૈન ગૂર્જર કવિઓ, ફાર્બસ ગુજરાતી સભા સવિસ્તર નામાવલિ, કવીશ્વર દલપતરામ સૂચિ અને ગુજરાતી હાથપ્રતોની સંકલિત યાદી કૃતિપ્રકાશનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14