Book Title: Mudrit Hastpratsucho Samiksha ane Suchano
Author(s): Jayant Kothari
Publisher: Z_Ek_Abhivadan_Occhav_Ek_Goshthi_001184.pdf

View full book text
Previous | Next

Page 3
________________ મુદ્રિત હસ્તપ્રતસૂચિઓઃ સમીક્ષા અને સૂચનો સૂચિની સામગ્રીને એમણે આમેજ કરી લીધી પણ સંક્ષિપ્ત રૂપમાં, જેથી પૂરી વીગતો માટે જૂની સૂચિ સુધી જવાનું અનિવાર્ય રહ્યું. ઉપરાંત, આખીયે સામગ્રીની કૃતિઓનો અકારાદિકમ આપ્યો પણ કર્તાઓનો ન આપ્યો. કૃતિકમાં આપતી વેળા પત્રસંખ્યા, ભાષા, કર્તાનામની વીગત ફરીને આપી, પણ રચના સંવત-લેખનસંવત જેવી વિગત તો રહી જ. કૃતિઓનો અકારાદિકમ એટલી બધી જગ્યા રોકે છે કે આવું પુનરાવર્તન ટાળીને ઘણાં પાનાં બચાવી શકાયાં હોત અને કતનામની સૂચિ માટે જગ્યા સહેલાઈથી કરી શકાઈ હોત એમ લાગે. જે કૃતિઓની કર્તાનામ આદિ વિગતો પ્રાપ્ય નથી એની માહિતી પણ પ્રતિક્રમે તથા કૃતિનામના અકારાદિકમે એમ બેવડાવવાનો તો હેતુ જ સમજાતો નથી. ભારતીય વિદ્યાભવનની તથા કવીશ્વર દલપતરામ સંગ્રહની સૂચિઓ પણ ભંડારના પ્રતકમે છે પણ એમાં પાછળ કર્તા અને કૃતિના અકારાદિ ક્રમ આપવામાં આવ્યા છે. ભારતીય વિદ્યાભવનની સૂચિમાં વધારામાં વિષયવાર કૃતિસૂચિ આપવામાં આવી છે અને કવીશ્વર દલપતરામ સંગ્રહમાં રચના સમયક્રમ. સૂચિગ્રંથને વિવિધ રીતે કેમ સમૃદ્ધ કરી શકાય છે એના આ દાખલા છે. ૨. કર્તાનામના અકારાદિ ક્રમે દરેક કર્તાની કૃતિઓની નોંધ કરી શકાય. એમાં સાથે ભંડારના પ્રતિક્રમાંકનો નિર્દેશ હોય જ. કોઈ પણ કર્તાનો અભ્યાસ કરનારને આ પ્રકારની સૂચિ સીધી મદદરૂપ થઈ શકે. પણ આ પ્રકારની સૂચિ કરવામાં આવે ત્યારે કૃતિઓની અલગ અકારાદિ અનુક્રમણિકા આપવી તો અનિવાર્ય છે. કેમકે કૃતિસૂચિની પોતાની પણ ઘણી ઉપયોગિતા છે. કે. કા. શાસ્ત્રીએ ભિન્નભિન્ન સંગ્રહોમાં રહેલી હસ્તપ્રતોની જે સંકલિત યાદ કરી છે તે કોંક્રમે છે. પરંતુ પદસંગ્રહો અને અજ્ઞાત કર્તાની કૃતિઓ. અલગ નોંધ્યાં છે તે સંગ્રહવાર અને પ્રતિક્રમે છે. કર્તાક્રમે અપાયેલી સામગ્રીમાંની અને અજ્ઞાતકર્તક કૃતિઓની ભેગી જ અકારાદિ અનુક્રમણિકા આપી છે ને જ્ઞાતકર્તક કૃતિઓ પરત્વે કર્તાનામ પણ નોંધ્યું છે. પરંતુ પદસંગ્રહોમાં સમાયેલા કર્તાઓની કોઈ અકારાદિ અનુક્રમણિકા આપી નથી. તેથી નરસિંહનાં પદો શોધવા માટે આ આખી સૂચિ જોવી પડે એવું થયું છે. પદસંગ્રહોમાંનાં કર્તાનામોને આગળની મુખ્ય કર્તાસૂચિમાં નાખવામાં પણ ખાસ અગવડ પડી હોત એમ લાગતું નથી. થોડીક સામગ્રી તો એમાં દાખલ થઈ જ ગયેલી છે. પદસંગ્રહોમાં હિંદી કવિઓનાં પદ છે તે જુદાં રાખી શકાય. કે. કા. શાસ્ત્રીએ કર્તા-કૃતિઓની સાલવારી સૂચિ આપી છે તે સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ ઉપયોગી ગણાય. રચનાતાલની સંભાવના કરીને પણ કેટલીક કૃતિઓને આ સૂચિમાં દાખલ કરેલી છે. પરંતુ કર્તાની કેટલીક કૃતિઓનો રચનાસમય મળતો હોય ને બીજી કેટલીકનો ન મળતો હોય તો આ બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14