Book Title: Mantung Manavati Chaupai
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ શ્રી મહાવીર જેને સુવર્ણ વિદ્યાલયમાહાત્મય રાજા જલદીથી એકથંભા મહેલ તરફ રવાના થયે. માનવતી પણ સુરંગ વાટે એકથંભા મહેલમાં જઈ પલંગ પર સૂઈ ગઈ. રાજાએ આવી માનવતીને જે તેને ભ્રમ દૂર થયો. ગિની તરફ આકર્ષાયેલ રાજાએ તેને ફરી બેલાવી, કાયમ પિતાની સાથે રહેવા વિનંતિ કરી. “રાજા પિતાની સાથે એક ગામ અને એક ઠામમાં રહેશે ” એવી શરત કરી, ગિની રાજા સાથે રહેવા લાગી. . હવે એક વખતે “મુંગી પાટણનગરના રાજા દલથંભણની પુત્રી રત્નપતીનું “નારીયેલ” લઈ તેને પ્રધાન રાજા માનતુંગ પાસે આવ્યું. રાજાએ તેને સ્વીકાર કર્યો. હવે તેને પરણવા માટે “મુંગીપાટણ” જવાનું થતાં, રાજા વિસામણમાં પડયો, કેમકે શરત પ્રમાણે તે ગિનીને મૂકીને ક્યાંય જઈ શકે તેમ ન હતો. રાજાએ પિતાની મુશ્કેલી ગિનીને જણાવતાં, તે પણ રાજા સાથે “મુંગી પાટણ” જવા તૈયાર થઈ. - રાજા ગિનીને લઈને મુંગીપાટણ જવા નીકળે. બે-ત્રણ મજલ ગયા બાદ રાજાએ વિશ્રામ કર્યો. ગિની રાજાની રજા લઈ સ્નાન કરવા સરોવરે ગઈ. યોગિનીને વેશ ઉતારી તેણે સોળ શણગાર ધારણ કર્યા અને પાસે આવેલ વૃક્ષની ડાળી પર હીંચકા ખાતી ખાતી ગીત ગાવા લાગી. • વિલંબ થતાં રાજા ગિનીની તપાસ કરવા સરોવર કિનારે આવ્યું. ગિનીને બદલે એક રૂપવતીને જોઈ તે તેના પર આસક્ત થઈ ગયા. પાસે જઈ તેણે તેની સાથે વાતચીત આરંભી. પિલી રૂપવતીએ રાજાને જણાવ્યું: “વિદ્યાધરી છું. જે કઈ સાત ઘડા પાણી લાવી મારા પગ ધોઈ તે ચરણદક પીવે તેની સાથે હું લગ્ન કરીશ.” તે સાંભળી માનતુંગે તેની સાથે પરણવાને નિર્ણય કર્યો. અન્ય સાધન ન મળતાં, તેણે હાથની અંજલિ બનાવી, પાણી લાવી તેની સર્વ શરતો પૂર્ણ કરી. હવે થોડીવાર રાજા સાથે બેસી પેલી રૂપવતી યુક્તિપૂર્વક રાજા પાસેથી અલેપ થઈ ગઈ નિરાશ થયેલે રાજા વિશ્રામસ્થાને પાછો ફર્યો. એટલામાં માનવતી ફરી ગિનીને વેશ ધારણ કરી રાજા સમક્ષ આવી પહોંચી. રાજા તેની સાથે મુંગપાટણ પહોંચ્યા. નગર બહાર આવેલી વાટિકામાં તેને મૂકી, રાજા રત્નાવતીને પરણવા નગરમાં ગયો. માનવતીએ ફરી પાછો ગિનીને વેશ ઉતારી અન્ય વેશ ધારણ કર્યો. અને રાજા માનતુંગ પાસે જઈ પિતાને કુંવરીની “ધાઈ' તરીકે ઓળખાવી તથા જણાવ્યું કે ગોત્ર દેવતાનું કારજ કર્યું નથી એટલે હમણું કુંવરીને સમાગમ થઈ શકશે નહીં.” રાજા આ સાંભળી નિરાશ થયે. ' પછી માનવતીએ કન્યાવાળાઓની પાસે જઈ પોતાની જાતને “માનતુંગ રાજની વડારણ” તરીકે ઓળખાવી અને જણાવ્યું કે “અમારા કુલદેવતાને બલિ કરવાને છે, જે અમે ઉજજેનનગરી ગયા પછી થશે. એટલે ત્યાં સુધી કુંવરીને રાજાને મિલાપ થશે નહીં.” ફરી પાછી માનવતી રાજા પાસે આવીને એની સેવા કરવા તેની સાથે રહેવા લાગી. આ સમય દરમ્યાન તેણે અનેક હાવભાવ દ્વારા રાજાને પોતાના તરફ આકષી, તેને મેહમાં પાડી દીધું. રાજા પણ તેની સાથે અનેક પ્રકારના ભેગ ભેગવા લાગ્યો. થોડા સમય બાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22