Book Title: Mantung Manavati Chaupai
Author(s): Kanubhai V Sheth
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 2
________________ શ્રી કનુભાઈઝ શેઠ અભયસમકૃત માનતુંગમાનવતી ચઉપઈ ! આ કૃતિની ભાષામાં મારવાડી-ગુજરાતીનું મિશ્રણ જોવા મળે છે. શ્રી ઉમાશંકર જોશી આ ભાષાને મારુ-ગુર્જર તરીકે અને પુરાતત્ત્વાચાર્ય મુનિ શ્રી જિનવિજ્યજી આમે, રાજસ્થાની–ગુર્જર તરીકે ઓળખાવે છે. . . . . પ્રતમાં કુલ ૮ પાનાં છે. પાનાનું સામાન્ય મા૫ ૭૧ ૪૪૭” ઈંચ છે. દરેક પાનાં પરે ય: ૧૭ પંક્તિ છે. પત્રની ડાબી અને જમણી બાજુ ૦૬” ને હાંસિયે લાલ શાહીથી અંકિત કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રત સુવાચ્ય દેવનાગરી લિપિમાં એક હસ્તે ઉતારલી છે. તે પ્રસ્તુત એક જ પ્રત પરથી આ કૃતિ અહીં રજૂ કરી છે. કથાસાર કવિ અભયસોમ આરંભમાં ગુરુને નમન કરી, પછી પહેલી કડીમાં સરસ્વતી અને સૂદૂગુરુને પ્રણામ કરી કાવ્યને પ્રારંભ કરે છે.. માલવદેશમાં આવેલ ઉજજન નગરીમાં રાજા માનતુંગ રાજ્ય કરતો હતો. તેને રૂ૫ગુણયુક્ત ગુણસુંદરી નામે રાણી હતી. તે નગરમાં શ્રેષ્ઠી ધનપતિ અને તેની પત્ની ધનવતી રહેતાં હતા. તેમને રંભા જેવી સ્વરૂપવાન અને ચોસઠ કલામાં નિપુણ એવી માનવતી નામની પુત્રી હતી. | એકવાર રાત્રિ સમયે નગરચર્ચા કરવા નીકળેલ રાજા માનતુંગે ચાર-પાંચ કન્યકાએને અરસપરસ વાતો કરતાં સાંભળી. એકે કહ્યું: “હું પતિની સેવા કરીને તેને રીઝવીશ.” બીજીએ કહ્યું: “હું ભાતભાતનાં ભેજન દ્વારા પતિને પ્રસન્ન કરીશ.” માનવતીએ કહ્યું: છે જે પ્રીતમને પૂર્ણપણે વશ કરીએ તે જ પરણ્યાનું પ્રમાણ કહેવાય. જે સાત ઘડા પાણી વડે મારા પાદનું પ્રક્ષાલન કરશે અને હું ધરતી પર પગ મૂકું ત્યારે પિતાની હથેળી ધરશે, એવા પુરુષને હું મારે “કંથ” બનાવીશ.” પ્રછન્નપણે આ સાંભળી રહેલા રાજાએ તેને પરણીને તેને ગર્વ ઉતારવા નિર્ણય કર્યો. બીજે દિવસે પ્રધાન દ્વારા માગું કરી રાજા ધનપતિની પુત્રી માનવતીને પરણ. પરચા આદ તેને સાથે ન રાખતાં રાજા માનતંગે માનવતીને એકાંતમાં આવેલ એકથભા મહેલમાં ચેકીપહેરા નીચે રાખી અને તે રાત્રીએ સખીઓ પાસે બોલેલા બેલ સિદ્ધ કરી બતાવવા જણાવ્યું માનવતીએ પણ પોતાના બોલ સિદ્ધ કરવાનો નિર્ણય કર્યો. પિતાના પિતાને બેલાવી આ સર્વ બિના તેણે જણાવી, અને એમને પોતાના ગૃહથી એકથંભા મહેલ સુધી સુરંગ તૈયાર કરવા જણાવ્યું. થોડા વખતમાં જ ધનપતિએ તે પ્રમાણે સુરંગ ખોદાવી. સુરંગ વાટે એકાંતવાસ તજી માનવતી પિતાગૃહે આવી ' પછી માનવતીએ ગિનીને વેશ ધારણ કરી, હાથમાં વીણા લઈ નગરમાં ફરવા માંડયું. માનતુંગે તેના વીણાવાદન”થી આકર્ષાઈ તેને મંત્રી દ્વારા તેડાવી તેને આદરસત્કાર કર્યો. ગિનીને જોઈ રાજાને તે “એકથંભા મહેલમાં રહેતી માનવતી” હેવાને જામ થ. રાજાને વિચારમાં પડેલે જઈ માનવતી ચેતી ગઈ. ગિનીને વિદાય કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22