Book Title: Manovijay ane Atmshuddhi
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 7
________________ તા. ૯-૭-૯૫, રવિવાર. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ ૮૪ લાખ જીવાયોનિમાં ઉત્કૃષ્ટ માનવભવને સાર્થક કરાવવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. શાસ્ત્રકારોએ માનવભવનાં બે મોઢે વખાણ કર્યા છે અને છેલ્લે લખ્યું કે મનુષ્યભવની મહત્તા જેટલી પણ ગાઈએ તેટલી ઓછી છે. શાસ્ત્રમાં દેવભવનાં વખાણ નથી કર્યા. આ જોતાં વિચાર આવે કે, માનવભવમાં વખાણવા જેવું શું છે? તેની સામે પુણ્ય અને ભોગસામગ્રીની અપેક્ષાએ દેવનો ભવ વિશિષ્ટ છે, પરંતુ માનવભવની વિશિષ્ટતાઓમાં તેનું મન આવે છે. દેવતાઓનું મન, શક્તિ અને ક્ષમતાની દૃષ્ટિએ ઘણું હીન છે, જયારે માનવમન અગાધ શક્તિવાળું છે. માનવદેહની વિશિષ્ટતા ઓછી છે, તે કાચના વાસણ જેવો છે, પણ માનવમનની શક્તિ અગાધ છે. Human Brain is Unparallel. (માનવમન વિશ્વમાં અજોડ છે.) આધુનિક વિજ્ઞાન જેને મન કહે છે તેને શાસ્ત્રકારો મન નથી કહેતા, તે મનઃપર્યાદ્ધિ છે; જ્યારે મન મનોવર્ગણાનાં પુદ્ગલોમાંથી બનેલું છે. મનની અગાધ શક્તિનું વર્ણન શાસ્ત્રમાં છે, જેનો આપણે પણ પ્રત્યક્ષ અનુભવ કરીએ છીએ. મનને ઓળખવાની જરૂર છે. આપણને આપણા મનની ખૂબીઓ અને ખામીઓનો કોઈ પરિચય જ નથી. આપણે બધા હંમેશાં દૂરની વસ્તુમાં જ વધારે રસ લઇએ છીએ, નજીકની વસ્તુમાં નહિ; જેમ મહિને મળનારા માણસ સાથે મળતી વખતે વધારે પ્રફુલ્લિત હોઇએ છીએ, જ્યારે જીવનમાં ચોવીસ કલાક નજીક રહેનાર સાથે વાત કરવાનો મુડ પણ નથી હોતો. લોકમાં પણ કહેવત છે કે ડુંગરા દૂરથી રળિયામણા. દૂરનું રળિયામણું લાગે. ચોવીસે કલાક મન સાથે તમારું સંધાન છે અને તેની સાથે તમારું અસ્તિત્વ વણાયેલું છે. ઘરમાં તમે જેમ રાચરચીલા સાથે રહો છો, તેમ હંમેશાં દેહ સાથે જ રહો છો; છતાં ઊંઘમાં દેહનો પણ ખ્યાલ રહેતો નથી, તેથી દેહથી થોડો વખત પણ અળગા પડો છો. ઇન્દ્રિયો પણ ઊંધો ત્યારે શાંત પડી હોય છે, પરંતુ ઊંઘમાં પણ મન તો સક્રિય જ હોય છે અને તે જીવનની છેલ્લી ક્ષણ સુધી સક્રિય રહે છે. માણસ જાગતો હોય કે ઊંઘતો હોય તેનું મન સક્રિય જ રહે છે. ભૂતકાળમાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો હતો કે ગાઢ નિદ્રામાં મન નિષ્ક્રિય બની જાય. * * * * * * * * * * * * * * * * * * * * * * * * * રીત : * * * * * * * * * * * * * * * * * * * મનોવિજય અને આત્મશુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 208