Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 376
________________ નહિ કાયરનું કામ! [ ૩૦૭ ] ભવ્યાત્માઓ સમક્ષ ધર્મ દેશના આપી. એ સાંભળી અનેક ગૃહસ્થ શ્રદ્ધાળુ બન્યા. તેમ પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પવગુલમ, નલિની ગુલ્મ, આનંદ અને નંદન વગેરે શ્રેણિક રાજાના પૌત્ર રાજકુમારોએ અનેક ગૃહસ્થ સાથે મુનિ ધર્મ સ્વીકાર્યો. શ્રેણિક રાજાને પદભ્રષ્ટ કરવામાં કેણિકના સહાયક તેમના પિતાએ કાલ, સુકાલ, મહાકાલ વગેરે તેમ જ પાલિત આદિ ગૃહસ્થોએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. જિનપાલિત વગેરે નાગરિકની પણ એ સમયે દીક્ષાઓ થઈ ચંપાથી વિદેહ ભૂમિમાં જતાં વચમાં કાદીનગરીમાં ક્ષેમક, વૃતિધર આદિ શ્રમણસંઘમાં સામેલ થયા. પચીસમું ચાતુર્માસ પ્રભુએ મિથિલાનગરીમાં કર્યું. ત્યાંથી અંગદેશ તરફ વિહાર કર્યો એ વખતે એ બને દેશની રાજધાની વૈશાલીનગરી રણભૂમિ બની ગઈ હતી. એક બાજુ કોણિકરાજાએ પિતાના કાલ વગેરે ઓરમાન ભાઈઓ સાથે સંન્યસજ થઈવૈશાલી ૫૨ ચડાઈ કરી, બીજી બાજુ ધર્મનિષ્ઠ ચેટકરાજા અને તેમના સહાયકો કાશિકાશલના અઢાર ગણરાજાઓ મોટી સેના સાથે સ્વબચાવ માટે લડવા આવ્યા. આ જોરદાર લડાઈમાં સૈનિકોને અને પ્રધાન પુરુષને બન્ને પક્ષે કચ્ચરઘાણ નીકળી ગયે. ચેટકરાજાને માત્ર બાણયુદ્ધ કરવાની જ છુટ હોવાથી કેણિક રાજા કાલકુમાર વગેરે દશે ભાઈઓ રેજ એક એક સેનાપતિ તરીકે ચેટકરાજાના બાણુના ભેગ બની મૃત્યુ પામી ગયા. તે યે લડાઈ જોરદાર ચાલી રહી હતી. તે સમયે ભગવાન મહાવીર ચમ્પાનગરીના પૂર્ણભદ્ર શૈત્યમાં પધાર્યા. નાગરિક લોકો સાથે રાજકુલની સ્ત્રીઓ શ્રેણિક રાજાની કાલિ, મહાકાલિ વગેરે વિધવા રાણુઓ પ્રભુને વંદન કરવા આવી. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470