________________
નહિ કાયરનું કામ!
[ ૩૦૭ ] ભવ્યાત્માઓ સમક્ષ ધર્મ દેશના આપી. એ સાંભળી અનેક ગૃહસ્થ શ્રદ્ધાળુ બન્યા. તેમ પદ્મ, મહાપદ્મ, ભદ્ર, સુભદ્ર, પદ્મભદ્ર, પવગુલમ, નલિની ગુલ્મ, આનંદ અને નંદન વગેરે શ્રેણિક રાજાના પૌત્ર રાજકુમારોએ અનેક ગૃહસ્થ સાથે મુનિ ધર્મ સ્વીકાર્યો. શ્રેણિક રાજાને પદભ્રષ્ટ કરવામાં કેણિકના સહાયક તેમના પિતાએ કાલ, સુકાલ, મહાકાલ વગેરે તેમ જ પાલિત આદિ ગૃહસ્થોએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. જિનપાલિત વગેરે નાગરિકની પણ એ સમયે દીક્ષાઓ થઈ ચંપાથી વિદેહ ભૂમિમાં જતાં વચમાં કાદીનગરીમાં ક્ષેમક, વૃતિધર આદિ શ્રમણસંઘમાં સામેલ થયા. પચીસમું ચાતુર્માસ પ્રભુએ મિથિલાનગરીમાં કર્યું. ત્યાંથી અંગદેશ તરફ વિહાર કર્યો એ વખતે એ બને દેશની રાજધાની વૈશાલીનગરી રણભૂમિ બની ગઈ હતી. એક બાજુ કોણિકરાજાએ પિતાના કાલ વગેરે ઓરમાન ભાઈઓ સાથે સંન્યસજ થઈવૈશાલી ૫૨ ચડાઈ કરી, બીજી બાજુ ધર્મનિષ્ઠ ચેટકરાજા અને તેમના સહાયકો કાશિકાશલના અઢાર ગણરાજાઓ મોટી સેના સાથે સ્વબચાવ માટે લડવા આવ્યા. આ જોરદાર લડાઈમાં સૈનિકોને અને પ્રધાન પુરુષને બન્ને પક્ષે કચ્ચરઘાણ નીકળી ગયે.
ચેટકરાજાને માત્ર બાણયુદ્ધ કરવાની જ છુટ હોવાથી કેણિક રાજા કાલકુમાર વગેરે દશે ભાઈઓ રેજ એક એક સેનાપતિ તરીકે ચેટકરાજાના બાણુના ભેગ બની મૃત્યુ પામી ગયા. તે યે લડાઈ જોરદાર ચાલી રહી હતી. તે સમયે ભગવાન મહાવીર ચમ્પાનગરીના પૂર્ણભદ્ર શૈત્યમાં પધાર્યા. નાગરિક લોકો સાથે રાજકુલની સ્ત્રીઓ શ્રેણિક રાજાની કાલિ, મહાકાલિ વગેરે વિધવા રાણુઓ પ્રભુને વંદન કરવા આવી.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org