________________
[ ૩૦૮ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
ધમ દેશના સાંભળી એ રાજમાતાઓએ લડાઇમાં ગયેલા કાલ, મહાકાલ વગેરે પોતાના પુત્ર કુશળ પાછા ફરશે કે નહિ, એ સમ્બન્ધી પ્રભુને પ્રશ્ન કરતાં પ્રભુએ સત્ય વસ્તુ સ્થિતિ સમજાવી, સચેાગે એ વિયાગવાળા છે એવા ઉપદેશ આપ્યા. આથી પ્રતિબંધ પામેલી દશે રાજમાતાઓએ પ્રભુ પાસે દીક્ષા લઇ ચંદનબાળાજીનુ નેતૃત્વ સ્વીકાર્યું. ત્યાંથી પ્રભુ પુનઃ મિથિલાનગરીમાં પધાર્યા અને છવીશમું ચાતુર્માસ ત્યાં વિતાવ્યું. ત્યાંથી શ્રાવસ્તિનગરી તરફ પ્રભુએ વિહાર કર્યા. એ સમયે જેમના નિમિત્તે કાણિક અને ચેટક રાજા વચ્ચે ખુનખાર લડાઈ જામી હતી એ ચેલ્લણા રાણીના પુત્રા અને કેણિકના સગા ભાઇએ હલ્લ અને વિહલ્લ પ્રભુ પાસે આવ્યા અને શ્રમણધમ સ્વીકારી પ્રભુના શિષ્ય બની ગયા. પ્રભુ પણ વિચરતાં શ્રાવસ્તીનગરીમાં પધાર્યા અને એ નગરીના ઈશાન ખુણામાં આવેલા કેબ્ઝક ચૈત્યમાં નિવાસ કર્યાં.
આ રીતે પ્રભુ મહાવીરના સયમધ માં ઘણા શૂરવીર અને રણવીર પુરુષો જોડાયા. સૂ સમા મહાતેજસ્વી પ્રભુના વિહારમામાં અનેક ભવ્યાત્માઓના અંતર પ્રકાશિત થયા. સૂર્ય સામે જેમ ઘુવડ નજર માંડી શકતા નથી તેમ ભગવાન મહાવીરના કિઠન મામાં મિથ્યાષ્ટિ આત્માએ નજર પણ માંડી શકતા ન હતા. કાયર આત્માએ દૂર ભાગતા હતા. પ્રભુની વિશાળ શિષ્ય સંપત્તિ અને શિષ્યા સંપત્તિમાં અનેક નરરત્ન અને નારીરત્ના જોડાયા હતા. હજારો નહિ પણ લાખા નરનારીએ આત્માની શુરવીરતા પ્રગટ કરી ક રાજાને પરાસ્ત કરી શાશ્વત સ્થાન ભણી આગેકદમ ભરતા હતા. એમાં કાયરનું કામ ન હતું! પ્રભુના શાસનમાં નહિ કાયરનું કામ !
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org