________________
૨૮. હારીને જીતી ગયો!
જે સમયે ભગવાન મહાવીર શ્રાવસ્તી તરફ આવી રહ્યા હતા, તે સમયે મંખલીપુત્ર ગોશાળે પોતાના પરિવાર સાથે શ્રાવસ્તીમાં હતા. દીક્ષા પછી બીજા જ ચાતુર્માસમાં પ્રભુને શાળાનો ભેટો થયો. અને પિતાને પ્રભુને શિષ્ય માનતે શાળે લગભગ છ વરસ પ્રભુની સાથે રહ્યો. એ સમયમાં એનામાં ચપળતા અને કુતુહલવૃત્તિ હોવા છતાં પ્રભુ તરફ ભક્તિભાવ પણ હતો ! પ્રસંગે પ્રસંગે પિતાના ગુરુના તપતેજની પ્રશંસા કરતે ! પરંતુ એ બધી વાત ભૂતકાળની બની ગઈ હતી. અઢાર વર્ષનો સમય વિતી ચૂક્યો હતે ! અત્યારે તે એ શાળા આજીવક મતને પ્રખર હિમાયતી હતા અને પિતાની જાતને તીર્થકર તરીકે ઓળખાવતે પ્રભુને પ્રતિપક્ષી બન્યા હતા.
એ શાળાને શ્રમણ બન્યા ચોવીશ વરસ થયા હતા. વધુ સમય શ્રાવસ્તીમાં જ પસાર કર્યો હતો. તે વેશ્યાની સિદ્ધિ અને અષ્ટાંગનિમિત્તને અભ્યાસ પણ અહીં જ કર્યો હતો અને તીર્થકર કહેવડાવવાની ભાવના પણ તેને અહીં જ જાગ્રત થઈ હતી. આ નગરીમાં હાલહલા કુંભારણુ અને પુત્રાલ ગાથા પતિ એ તેના ખાસ ભક્ત હતા. આ ચોવીશમું
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org