________________
[ ૩૧૦ ]
શ્રી મહાવીર જીવનત ચાતુર્માસ તેણે હાલહલાને ત્યાં વિતાવ્યું હતું. ચાતુર્માસ પછી પણ ગાશાલક શ્રાવસ્તીમાં જ હતું !
આ અવસરે ભગવાન મહાવીર વિચરતાં વિચરતાં શ્રાવતી નગરીમાં પધાર્યા. અને કેપ્ટક ગૌત્યમાં નિવાસ કર્યો. ભિક્ષાથે નીકળેલા ગૌત્તમ સ્વામીએ લેકમુખે સાંભળ્યું કે “આજકાલ શ્રાવસ્તીમાં બે તીર્થક વિચરે છે. એક શ્રમણ ભગવાન મહાવીર અને બીજા આર્ય શાલક !” આ સાંભળી ગૌત્તમસ્વામીને આશ્ચર્ય થયું. પ્રભુ પાસે આવીને પૂછયું: “ભગવન્! લેકે બોલે છે કે શ્રાવસ્તીમાં બે તીર્થકરે વિચરે છે” તે શું એ શાલક સર્વજ્ઞ અને તીર્થકર છે?” પ્રભુએ સભા વચ્ચે કહ્યું “એ ગશાળાને તીર્થકર તરીકે સંબધો બિલકુલ ગ્ય નથી. એ સર્વજ્ઞ નથી, તેમ તીર્થંકર પણ નથી. એ તે શરવણ ગામ નિવાસી મંખને મંખલી નામને પુત્ર ગૌશાળામાં જનમે હોવાથી ગશાળા તરીકે ઓળખાય છે. આજથી
વીશ વર્ષ પહેલા મારા શિષ્ય તરીકે રહેતો હતો, થેડી શક્તિ મળી જવાથી આજે એ પિતાની જાતને જિન કહેવડાવે છે, તેમ સ્વચ્છ દે વિચારે છે અને સ્વચ્છ દે બોલે છે.”
તે વખતે ગોશાળે એ ઉદ્યાનની નજીકમાં આતાપના લઈ રહ્યો હતો. તેણે પ્રભુના સમવસરણથી પાછા ફરતાં લોકોમાં ગોત્તમ મહાવીર વચ્ચે થયેલી પ્રશ્નોત્તરી વિશે ચર્ચા સાંભળી. “આ ગોશાળ તીર્થકર કે સર્વજ્ઞ નથી, પણ પંખલીપુત્ર છે, અને છઘસ્થ છે” એવું મહાવીર બેલ્યા છે. ગોશાળાએ આ શબ્દો સાંભળ્યા, અને તેને મહાવીર પ્રભુ પર ખુબ ગુસ્સે આવ્યા. ત્યાંથી ઊઠીને સ્વસ્થાને ગયે. શિર્ષો સાથે વિચારણા કરી કંઈક વિપરીત પગલું ભરવા તૈયાર થયો!
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org