________________
[ ૩૦૬ ]
શ્રી મહાવીર જીવનત ત્યાંથી વિહાર કરી પ્રભુ બ્રાહ્મણકુંડ નગરના બહુસાલવનમાં પધાર્યા. તે સમયે જમાલિ મુનિએ પ્રભુ પાસે પોતાના પાંચસે શિષ્ય પરિવારની સાથે સ્વતંત્ર વિહાર કરવાની આજ્ઞા માગી. પ્રભુ તરફથી યેગ્ય ઉત્તર ન મળતાં આજ્ઞા વિના સ્વયં પોતાના પરિવાર સાથે ત્યાંથી અલગ વિહાર કરી પ્રભુથી જુદા પડ્યા. પ્રભુએ વત્સભૂમિમાં પ્રવેશ કરી નિર્ચન્થ પ્રવચનને પ્રચાર કર્યો. કૌશાંબીમાં જતાં સૂર્ય અને ચંદ્રના ઈન્દ્રો પ્રભુને વંદન કરવા આવ્યા. કૌશામ્બીથી રાજગૃહી નગરીના ગુણશીલ વનમાં પધાર્યા. તે સમયે નજીકમાં રહેલી તુંગીયા નગરીના પુણવતીક મૈત્યમાં પાર્શ્વનાથ પ્રભુના શિષ્ય પાંચસો સાધુઓની સાથે પધાર્યા હતા. ધર્મરાગી લે કે વંદન કરવા આવ્યા. તેમની સમક્ષ એ મુનિએ પાર્શ્વનાથ પ્રભુના ચતુર્યામ ધર્મને ઉપદેશ આપે અને દેવત્વસમ્બન્ધીકાએ કરેલા પ્રશ્નોના સાચા ઉત્તરે આખ્યા. આ હકીકત તંગીયા નગરીના શ્રાવકે પાસેથી ગૌચરીએ નીકળેલા ગૌતમસ્વામીએ સાંભળી, પાછા ફરી પ્રભુને પૂછતાં પ્રભુએ તેનું સમર્થન કર્યું. એ વર્ષમાં પ્રભુના શિષ્ય અભયકુમાર વગેરે મુનિઓએ રાજગૃહ નગરની નજીકમાં રહેલા વિપુલાચલ પર્વત પર અનશન કરી દેવત્વ પામ્યા.
એ ચાતુર્માસ પ્રભુએ રાજગૃહીમાં વિતાવ્યું. - ચાતુર્માસ પછી પ્રભુએ ચપ્પાનગરી તરફ વિહાર કર્યો. શ્રેણિક રાજાના અવસાન પછી કોણિક રાજાએ એનગરીને પોતાની રાજધાની બનાવી હોવાથી મગધનું રાજકુટુંબ ચમ્પામાં રહેતું હતું. પ્રભુએ ત્યાં પૂર્ણભદ્ર શૈત્યમાં નિવાસ કર્યો. કેણિક રાજાએ અત્યંત ધામધુમથી પ્રભુનું સ્વાગત કર્યું. રાજકુટુંબ અને નગરવાસી લોકો સાથે પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુએ
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org