________________
નહિ કાયરનુ' કામ !
[ ૩૦૫ ] આપી શક્યો ! પ્રભુ મહાવીર છત્રપલાસ ચૈત્યમાં બિરાજ માન છે, એ સમાચાર શ્રાવસ્તિનગરીમાં પહેાંચી જતાં નગરીના ચારે, ચૌટે તેની ચર્ચા થતી હતી, ઘણા આસ્તિક લેાકેા છત્રપલાસ વનમાં પ્રભુને વંદન કરવા જવા લાગ્યા. સ્કન્દક ઋષિ પણ આ હકીકત સાંભળી મહાજ્ઞાની એવા શ્રી મહાવીર પાસે આ પ્રશ્નોના ઉત્તર મળશે. એમ વિચારી જલ્દી છત્રપલાસ વનમાં પહોંચી ગયા અને પ્રભુ મહાવીર પાસે પ્રશ્નાનું સમાધાન મેળવી અત્યંત સંતુષ્ટ થયે. પ્રભુવાણીથી પ્રતિબેાધ પામી એ સ્કન્દ્રક પરિવ્રાજકે દિન્ડ, પાદુકા, છત્ર વગેરે પેાતાના ઉપકરણા છેાડી પ્રભુ પાસે શ્રમણધમ ની દીક્ષા લીધી, અને પ્રભુના શિષ્ય બની ગયા ! શ્રમણધમ ની સમાચારીને અભ્યાસ કરી અગ્યાર અંગના પણ જ્ઞાતા બન્યા. સ્કન્દ્રકઋષિ પહેલેથી જ તપસ્વી તા હતા, દીક્ષા લીધા પછી વિશિષ્ટ તપસ્વી બન્યા. ખાર વર્ષ સુધી ચારિત્રધર્મની આરાધના કરી અ ંતે વિપુલાચલ પર્વત પર અનશનવ્રત આદરી અચ્યુતકલ્પમાં દેવપદ પામ્યા. ત્યાંથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ મેળવી શ્રમણધર્મની આરાધના કરી મેાક્ષમાં જશે.
પ્રભુએ શ્રાવસ્તિનગરીમાં પધારતાં કાષ્ટક વનમાં સ્થિરતા કરી. શ્રમણ ભગવાનની ધર્મદેશના સાંભળી અનેક ભાવિક લેાકેાએ ધમની પ્રાપ્તિ કરી. ત્યાંના નિવાસી ધનાઢ્ય ગાથાપતિ નદ્ધિનીપિતા અને તેમની સ્ત્રી અશ્વિની, સાલિહિપિતા અને તેમની સ્રી ફાલ્ગુનીએ ખાર વ્રતના સ્વીકાર સાથે શ્રાવકધના સ્વીકાર કર્યાં, તેમ જ બીજા પણ અનેક નરનારીએ તેમની સાથે જોડાયા. ત્યાંથી પ્રભુ વિદેહભૂમિ તરફ પધાર્યા અને દીક્ષાજીવનનુ ત્રેવીશ' ચાતુર્માસ વાણિજ્યગ્રામમાં વિતાવ્યુ.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org