Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 448
________________ વડગચ્છની વિભૂતિઓ [ ૩૭૯ ] વિ. સં. બારસો પંચાશીમાં ચત્રવાલગચ્છીય દેવભદ્રથી તપા થયા. તેમના પટ્ટધર એક વર્ષમાં બારગેત્ર પ્રતિબંધક શ્રી જયશેખરસૂરિ તેરસો એકમાં આચાર્યપદ પામ્યા. શ્રી વાસેનસૂરિ તેરસે બેંતાલીશમાં દેશના જલધર બિરૂદ પામ્યા. શ્રી હેમતિલકસૂરિ તેરસે ખાસીમાં આચાર્યપદ પામ્યા. શ્રી રત્નશેખરસૂરિ મિથ્યાંધકાર નભેમણિ બિરૂદધારક થયા. શ્રી હેમચંદ્રસૂરિ સ્વગુરુકૃત અનેક ગ્રન્થના લેખક થયા, શ્રી પૂર્ણ ચંદ્રસૂરિ કુવલયવિબોધક બિરૂદધારક થયા. શ્રી હેમહંતસૂરિ પાંચ હજાર જિનાલની પ્રતિષ્ઠા કરાવનાર થયા. શ્રી લક્ષમીનિવાસસૂરિ પ્રખર વિદ્વાન્ થયા, શ્રી પુન્યરત્નસૂરિ પંદરસે ત્રેત્રીશમાં વિદ્યમાન હતા. શ્રી સાધુરત્નસૂરિ સંવિજ્ઞ પક્ષના શુદ્ધ પ્રરૂપક અને શાસ્ત્રોના જાણકાર થયા. આ બધા સૂરિ પંગ શ્રીમન્નાગપુરીય બુહત્તપાગચ્છ નામથી પરાવર્તન પામેલા વડગચ્છની વિભૂતિઓ હતા. અનેરા આત્મ ઓજસથી ધર્મ પ્રભાવક અને શાસનદ્યોતક હતા. શ્રી સાધુરત્નસૂરિના પટ્ટપ્રભાવક શ્રી પાર્ધચંદ્રસૂરીશ્વરજી મહાપ્રતાપી થયા. - હમીરપુર ગામમાં પિરવાડ વંશીય વેલગશાહ પિતા અને માતા વિમલાદેવીની કુક્ષીથી વિ.સં. પંદર સાડત્રીશમાં ત્ર સુદ નોમના દિવસે પુણ્યશાળી પુત્રરત્નને જન્મ થયે. માતપિતાએ પાસચંદ નામ પાડયું. એ બાળક હજી પારણુમાં જલતે હતું ત્યારે કેઈ જેગીએ તેને જોઈ માતપિતાને કહ્યું હતું કે આ બાળક ભવિષ્યમાં મહાન થશે. અનુકમે નવ વરસની ઉમર થતાં શ્રી સાધુરત્નસૂરિ, શિષ્ય પરિવાર સાથે વિચરતા વિચરતા હમીરપુરમાં પધાર્યા. સુંદર સ્વાગત પૂર્વક પ્રવેશ થયા પછી દરરેજ વિમલામાતા સાથે બાળક Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470