Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 462
________________ સાધ્વી સંઘની મહત્તા [ ૩૯૩ ] અને પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજના ચરણમાં જીવન સમપી આત્મ ઉત્કર્ષ સાધવા જ્ઞાન અભ્યાસમાં ઝુકાવ્યું. ગુરુ આશિષથી અભ્યાસમાં આગળ વધી આગમશાસ્ત્રોનું નવનિત મેળવ્યું. અને સંસ્કૃત ભાષાના જાણકાર બની ગુરુગમથી અને પિતાના પ્રાગભિત બુદ્ધિબળ અને મનોબળથી આગવી વકતૃત્વશક્તિ કેળવી પ્રખર વ્યાખ્યાનકાર બન્યા. તેમના અદ્દભુત શૈલીયુફત વ્યાખ્યાન સાંભળવા એ જીવનને એક લહાવે છે એમ અનેક મુખે સાંભળવા મળે છે. તેમના તત્ત્વગર્ભિત ચિંતનમાંથી સરતી શબ્દમાળા જ્યારે શ્રોતાઓના કર્ણવિવરમાં પ્રવેશી હૃદયને શોભાવે છે ત્યારે તાજનો ભાવવિભોર બની જીવનને કૃતકૃત્ય માને છે. તેઓશ્રીના સદુપદેશથી અનેક આત્માઓ વ્રતધારી બન્યા છે. કદિ એક ઉપવાસ પણ ન કરી શકનાર એવા આત્માઓએ હોંશે હોંશે અઠ્ઠાઈ વગેરે તપસ્યા કરી જીવનને મંગળ બનાવ્યું છે. પૂ. પ્રવતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ અને પરમવિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ એ ગુરુશિષ્યાની જેલી જેન શાસનમાં એક અનેખું વ્યક્િતત્વ ધરાવે છે. તેમની ભવ્ય પ્રતિભા અનેક આત્માઓને આકર્ષણ રૂપ છે. તેમનું અનુપમ કોટીનું ઉચ્ચજ્ઞાન લિંગની ભિન્નતાને ભૂલાવી દે છે. શ્રી નાગપુરીય બૃહત્તપાગચ્છમાં ચમકતા સાધ્વીરત્નમાં આ ગુરુશિષ્યાની જોડલી સૌથી મોખરે છે. તેઓશ્રી લેખનશક્િતથી, વક્તૃત્વશકિતથી અને અનેક આત્માઓને ધર્મ સમુખ કરવાની અનુપમ શક્તિથી સારા ય જેન જગતમાં તે વિખ્યાત છે, પણ જેનેતર વર્ગમાં ય સારી છાપ ધરાવે છે. તેમન શિષ્યા પરિવાર પણ વિશાળ છે. તેમાં દરેક Jain Education International 2010_04 For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 460 461 462 463 464 465 466 467 468 469 470