Book Title: Mangalam Bhagvana Viro Yane Mahavira Jivan Jyot
Author(s): Vasantprabhashreeji
Publisher: Parshwachandra Gacch Jain Sangh Deshalpur Kutch

View full book text
Previous | Next

Page 449
________________ [ ૩૮૦ ] શ્રી મહાવીર જીવન જ્યોત પાસચંદ પણ વ્યાખ્યાનમાં જવા લાગ્યું. એક વખત ગુરુની નજર એ બાલક પર પડી અને ગુરુએ તેના લક્ષણે પારખી લીધા. માતપિતા પાસે એ બાળકની માગણું મૂકી. ધર્મનિષ્ઠ માતપિતાએ થોડી આનાકાની પછી આનંદથી પિતાના વહાલા પુત્રને ગુરુના ચરણમાં સેંપી દીધે. ગુરુએ તેને દીક્ષા આપી પિતાનો શિષ્ય બનાવ્યો. માતપીતાએ દીક્ષા મહોત્સવ કર્યો, પંદરસે બેંતાલીશમાં વૈશાખ સુદ ત્રીજના ભારે ધામધુમથી દીક્ષા આપી ગુરુએ પાર્ધચંદ્ર મુનિ નામ રાખ્યું. શ્રી પાર્વચંદ્ર મુનિ છેડા સમયમાં જ શાસ્ત્રપારગામી બન્યા. ગુરુએ પંદરસો ચેપનમાં તેની એગ્યતા જેમાં માત્ર સત્તર વર્ષની ઉંમરે જ ઉપાધ્યાયપદથી અલંકૃત ર્યા. પ્રખર પ્રતિભાશાળી ઉપાધ્યાયજીએ આગમોના વાંચનથી સત્યજ્ઞાન મેળવ્યું. તેમના સમયમાં સાધુ સમાજમાં શિથિલતા પ્રવર્તતી હોવાથી તેમણે નાગર નગરમાં પંદરસો ચોસઠમાં ગુરુ આજ્ઞાથી ફીયાઉદ્ધાર કરી સાધુધર્મની સત્ય સ્થાપના કરી. વિ.સં. પંદરસો પાંસઠમાં અઠયાવીશ વર્ષની વયે જોધપુરમાં આચાર્યપદ પામ્યા. અને પંદરસો નવાણુંમાં વૈશાખસુદ ત્રીજના દિવસે સલક્ષણપુર (શંખલપુર)માં યુગપ્રધાન પદ પામ્યા. મહાસમર્થ શક્િતસંપન્ન શ્રી પાર્વચંદ્રસૂરિજીએ પિતાની અમેઘ દેશના શકિતથી મરૂધર અને માલવ દેશના રાજાઓને પ્રતિબોધ આપી જેનધર્મના અનુરાગી બનાવ્યા. તેમજ બાવીશ ગોત્રને પ્રતિબોધ આપી જેન ધમી બનાવ્યા. તેમની મંત્રશક્તિ અજોડ હતી. કેટલાક વીરે અને બટુક ભૈરવજી તેમને હાજરાહજુર રહેતા, અને ધર્મપ્રભાવનામાં સહાયક બનતા. શ્રીમન્નાગપુરીય બૃહત્તપા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470