Book Title: Makaranda Madhukar Anand Mahendale Festshrift
Author(s): M A Dhaky, Jitendra B Shah
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
________________
પદ્મસાગરગણિકૃત પ્રમાણપ્રકાશ
જિતેન્દ્ર શાહ કર્તા પરિચય
પ્રસ્તુત કૃતિના રચયિતા પ. પદ્મસાગરગણિ છે. તેઓ સમ્રાટુ અકબર પ્રતિબોધક, પ્રભાવક આચાર્ય હીરવિજય સૂરિના પ્રશિષ્ય છે. તેમણે પ્રસ્તુત કૃતિના અંતે પ્રશસ્તિ સ્વરૂપ-લખેલ કૃતિમાં જણાવ્યું છે કે
__ भट्टारकघटाकोटिकोटर श्री ६ हीरविजयसूरीश्वरविजयराज्ये महोपाध्याय श्री धर्मसागरगणिशिष्य पं. पद्मसागरगणिकृता ।
' અર્થાત તેઓ આચાર્ય હીરવિજયસૂરિના શિષ્ય મહોપાધ્યાય ધર્મસાગરના શિષ્ય છે. આ કૃતિ તેમણે ક્યારે રચી તેનો ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી પરંતુ નયપ્રકાશ નામની 1 અન્ય કૃતિમાં તેનો રચના સંવત ૧૬૨૩ (ઈસ્વી ૧૫૬૭) દર્શાવ્યો છે. આ ઉપરથી એવું
અનુમાની શકાય કે આ ગ્રંથ પણ તે જ વર્ષોની આસપાસના સમયમાં લખ્યો હશે. તેમના જીવન વિશે વિશેષ માહિતી મળતી નથી પરંતુ હીરવિજયસૂરિના એક શિષ્ય શ્રી શુભવિજયે કેશવમિશ્ર કૃત તર્કભાષા ઉપર એક વાર્તિક રચના કરી છે. તે વાર્તિક પં. પદ્મસાગરગણિએ સંશોધ્યાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઉપરથી એમ માની શકાય કે પ્રસ્તુત પદ્મસાગરગણિ સંસ્કૃત ભાષાના અને દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી હશે. તેમણે 'સાહિત્ય અને ઇતિહાસ વિષયક ગ્રંથો તો રચ્યા છે. સાથે સાથે દર્શનને લગતા ગ્રંથો પણ લખ્યા છે. તેમના ગ્રંથોની યાદી નીચે પ્રમાણે છે.
૧. સ્વોપજ્ઞ ટીકા સહીત નયાષ્ટક અથવા નયપ્રકાશ ૨. શીલપ્રકાશ (સં. ૧૬૩૪, સ્થૂલિભદ્રચરિત્ર) ૩. ધર્મપરીક્ષા (સં. ૧૬૪૫) ૪. જગદ્ગુરુકાવ્ય (સં. ૧૬૪૬, હીરવિજય સૂરિ જીવનવૃત્તાંત) ૫. ઉત્તરાધ્યનકથાસંગ્રહ (સં. ૧૬૫૭) ૬. યુક્તિપ્રકાશ (સ્વોપજ્ઞ-ટીકા સહિત) ૭. પ્રમાણપ્રકાશ (સ્વોપજ્ઞ-ટીકા સહિત)