Book Title: Mahendra Jain Panchang 1968 1969 1970
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 4
________________ ૨] સમાપ્તિ કાળ કલાકમિનિટમાં આપેલ છે. પછી યોગ (અક્ષરમાં) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી કરણ (અક્ષર) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પંચાંગમાં આપેલ કરણના સમાપ્તિ સમયે, તે ફક્ત તિથિના મધ્ય ભાગે પુરા થતા કરણોના જ છે. બાકીના કારણે તિથિ સાથે જ સમાપ્ત થતાં હેઈ, તિથિના સમાપ્તિ સમાને જ કરણના સમાપ્તિ સમય તરીકે ગણી લેવાના રહે છે, પછી મુંબઈ અને અમદાવાદના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયો ( સ્ટાન્ડર્ડ ટાઈમમાં) આપ્યા છે. પછી ચંદ્રની રાશિને પ્રારંભ કાળ કલાક મિનિટમાં આપ્યો છે, ત્યાર બાદ મુંબઈને સાંપાતિક કાળ (સ્થાનિક ટાઈમ ૦ ક. ૦ મિનિટને) આપવામાં આવ્યો છે. તેનો ઉપયોગ કુંડળી મૂકવા માટે થાય છે. તે ઉપયોગ પૃ. ૧૬ માં સમજાવ્યો છે, પછી જૈન તિથિ સમાચાર પ્રમાણે આપેલ છે ત્યારબાદ ભારતીય (રાષ્ટ્રીય) તારીખનું કોલમ છે જેમાં માર્ચની ૨૨ મી તારીખે ચિત્રની પહેલી તારીખ ગણીને વર્ષની શરૂઆત કરવામાં આવેલ છે. ત્યારબાદ દૈનિક નેધને મોટો કલમ છે. જેમાં પ, રહેના સાયન-નિરયન રાશિ પ્રવેશકાળ, ગ્રહના લેપ-દર્શન (અસ્ત-ઉદય) જૈન તહેવારે રવિયોગ. રાજગ, કુમારગ, અમૃતસિદ્ધિયોગ, યમઘંટ યમદષ્ટ્ર, કાળમુખીયોગ, મૃત્યુવેગ, વજમુસલ, જવાલામુખી આદિ રોગ, પંચક, ભદ્રા (વિષ્ટિ) પ્રવેશ-નિવૃત્તિ આદિ આપેલ છે. તેમજ સૂર્યને નક્ષત્ર પ્રવેશકાળ તથા વૈતિ-વ્યતિપાત મહાપાત પણ આપેલ છે. તથા કૌંસ ( ) માં સનાતન વ્રત તહેવારો આદિ પણુ આપેલ છે. દર મહિનાના પંચાંગની સામે જ દરેક મહિનાના દૈનિક ગ્રહે તથા દૈનિક ક્રાંતિ પણ આપેલ છે. જ્યારે ચંદ્ર ગ્રહ બાર બાર કલાકને અંતરે એ પેલ છે. નવ ગ્રહ ઉપરાંત–હર્ષલ (પ્રજાપતિ) ને પ્યુન (વરૂણ ) છુટ આપેલ છે. અને સાથે પાક્ષિક કુંડલી અને અયનાંશ પણ આપેલ છે. આ ગ્રહોમાં આપેલ રાશિનો આંકડો પૂર્ણ રાશિને સમજવો. દાખલા તરિકે ૧ રાશિ ૧૦ અંશ એટલે એક રાશિ પૂર્ણ થઈ અને બીજી એટલે વૃષભના ૧૦ અંશ થયા એમ સમજવું. સાંપાતિક કાળ ઉપરથી લગ્ન અને દશમભાવ કેવી રીતે કાઢવા તેની રીત તથા ઘાતચક્ર પા. ૧૬ માં આપેલ છે. ૫. ૧૭માં મુંબઈ અને અમદાવાદના સાયન લગ્ન અને સાયન દશમભાવ તૈયાર આપેલ છે. પા. ૧૮ થી પા, ૫૩ સુધીમાં અઢાર મહિનાનું પંચાંચ તથા ગ્રહ આપેલ છે. તથા પા. ૫૪ માં સૂર્યોદયાસ્તમાં ઉપયોગી ચરાંતર મિનિટ કોષ્ટક આપેલ છે. તથા તીર્થકરોના જન્મ નક્ષત્ર અને રાશિ આપેલ છે ૫. ૫૫ માં ભારતના મુખ્ય મુખ્ય શહેરનાં રેખાતર, અક્ષાંશ, રેખાંશ, પલભા આદિ કષ્ટક આપેલ છે, પા. ૫૬ માં અમદાવાદની લગ્ન સારણી તથા પા. ૫૭ માં મુંબની લગ્ન સારણ આપેલ છે. પા. ૫૮ માં દશમભાવ સારણ આપેલ છે. જે દરેક સ્થળ માટે એક સરખી ઉપગી છે. ૫૯ માં ચોવીસ તીર્થ કરના કલ્યાણુકેના દિવસ આપેલ છે. પા. ૬૦ થી પા. ૬૫ સુધીમાં અમદાવાદના દૈનિક લગ્નના આરંભ કાળ તૈયાર આપેલ છે. જેથી જોનારને કોઈ પણ સમયનું લગ્ન તૈયાર મળે. તથા દીક્ષા, પ્રતિષ્ઠા, પ્રતિમા, પ્રવેશ, વજાપણુ, કુંભસ્થાપન, શાંતિ કાર્ય, સોળ સંસ્કાર આદિના મુદ્દે સંબંધી વિગત વિસ્તારથી આપેલ છે, તેમજ આનંદાદિયાગ પણ આપેલ છે. સાંકેતિક (સંક્ષિપ્ત) શબ્દો માસિક પંચાંગના તિથિના ખાનામાં પ્ર. દિ. તૃ. ચ, આદિ શબ્દો મુકાયેલા છે, તેને બદલે પ્રતિપદા, દ્વિતીય, તૃતીયા, ચતુથી આદિ સમજવા. માસિક ૫ ચાંગના નક્ષત્રના ખાનામાં અ, ભ, ફ, રે, આદિ શબ્દ મુકાયેલા છે. તેના બદલે અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી આદિ સમજવા. માસિક પંચાંગના યોગના ખાનામાં વિ, પ્રા. આ. સી. આદિ શબ્દ મુકાયેલા છે તેના બદલે વિક ભ. પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય આદિ સમજવા. માસિક પંચાંગના કરણના ખાનામાં બ, બા, કી, તે, આદિ શબ્દો મુકાયેલા છે. તેને બદલે બવ, બાલવ, કોલવ, તૈતિલ આદિ સમજવા. (આ બધાં નામ પૃ. ૩ ઉપર આપેલ છે.) મૂ. ઉ. = સૂર્ય ઉદય સૂ. અ.=સૂર્ય અસ્ત પંચક પ્રા.=પંચક પ્રારંભ રાજ=રાજગી પંચક સ.=પંચક સમાપ્ત અમૃતસિ=અમૃતસિદ્ધિયોગ ભ-પ્ર=ભદ્રા (વિષ્ટી) પ્રવેશ ફૂમાગ કુમારગ ભ-નિ=ભદ્રા (વિષ્ટી) નિવૃત્તિ રવિણ રવિયેગા વીર સંવત ૨૪૯૪ આચાર્ય વિજયવિકાશચંદ્રસૂરિ વિક્રમ સંવત ૨૦૨૪ જૈન ઉપાશ્રય; ન્યાતી વોહરા જેઠ વદ ૮ મંગલ ? - સાદડી (રાજસ્થાન તા. ૧૮-૬-૬૮ (વાયા સ્ટે: ફાલતા).

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 98