Book Title: Loktantra Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 4
________________ ગણાધિપતિ તુલસી જગતના કોઈપણ ખૂણામાં કોઈ સમસ્યા ઉદ્ભવે છે, તો તે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરે છે, કરી શકે છે. વ્યક્તિ, સમાજ અથવા રાષ્ટ્રની સમસ્યાનો આટલો મોટો પ્રભાવ પડી શકે તો એના સમાધાનનો પ્રભાવ કેમ ન પડે ? સમસ્યાની જેમ સમાધાન પણ દેશ અને કાળની સીમાઓમાં બંધાયેલ નથી, પરંતુ વર્તમાન યુગની સ્થિતિ કંઈક વિચિત્ર છે. આ સમયગાળામાં એવી વ્યક્તિઓ નથી મળતી કે જેઓ સમસ્યાઓથી ગભરાઇ જવાને બદલે- દૂર ભાગવાને બદલે તેનું નિરાકરણ લાવે અને સમગ્ર યુગના પ્રવાહને બદલી શકે. : સમસ્યાનાં બે સ્વરૂપ છે શાશ્વત અને યુગકાલીન. યુગકાલીન સમસ્યાઓનું સમાધાન યુગના સમયકાળમાં જ શોધી શકાય છે, પછી તે સમસ્યા લોકતંત્રની હોય, ધર્મ-નિરપેક્ષતાની હોય, આર્થિક મહત્ત્વાકાંક્ષાની હોય, સામ્પ્રદાયિક હોય, અમીરી-ગરીબીની હોય કે સુવિધાવાદી Jain Education International આશીર્વચન હ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 174