Book Title: Limbdi Jain Gyanbhandarni Hastlikhit Prationu Suchipatra Author(s): Chaturvijay Publisher: Agamoday Samiti View full book textPage 8
________________ "જ્ઞાનભંડારનું અવલોકન. મારા મનના : , - - - પ્રસ્તુત પુરાતન હસ્તલિખિત જૈન જ્ઞાનભંડારનું અવલોકન લખવા પહેલાં તેવા પ્રાચીન જ્ઞાનભડાની સ્થાપના અને તેના રક્ષણને લગતા કેટલેક પરિચય આપવો એ અસ્થાને ન જ ગણાય. જ્ઞાનભંડારોની સ્થાપના. પુરાતન હસ્તલિખિત તાડપત્રીય, 'કપડાનાં તેમજ કાગળનાં પુસ્તકના અંતમાં દષ્ટિગોચર થતા અનેક નાના મોટા ઉલ્લેખો તથા આચાર્ય ઉદયપ્રભત ધર્માલ્યુદય (વસ્તુપાલચરિત્ર), પ્રભાવકચરિત્ર, જિનહર્ષકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રબંધ, સુકૃતસાગર મહાકાવ્ય, ઉપદેશતરંગિણી આદિ ઐતિહાસિક ચરિત્રગ્રંથ, કુમારપાલરાસ, વસ્તુપાલતેજપાલરાસ આદિ ઐતિહાસિક રાસાઓ તેમ જ છૂટક જૂનાં પાનાઓમાં મળતી વિવિધ નોંધાને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે–દરેક ગ૭ના સમર્થ જ્ઞાનપ્રિય આચાર્યાદિ મુનિવર્ગના ઉપદેશથી કે પોતાના આંતરિક ઉલ્લાસથી અનેક રાજાઓએ, મંત્રિઓએ તેમજ ધનાઢય ગૃહસ્થોએ તપશ્ચર્યાના ઉદ્યાપન નિમિત્ત, જિનાગમશ્રવણ નિમિતે પિતાના અથવા પિતાના * આ અવલોકન જૈન પત્રના રજત મહોત્સવનિમિત્તે લખાયું છે. સંપાદક. ૧ કપડા ઉપર લખાયેલ પુસ્તક વિરલ જ જોવામાં આવે છે. પાટણના સંઘના ભંડારમાં કપડા ઉપર લખેલ બે પુસ્તકે છે. જેમાંનું એક સંવત ૧૪૧૮ માં લખેલું ૨૫૪૫ ઇંચના કદવાળાં ૯૨ પાનાનું છે. સામાન્ય ખાદીના કપડાના બે ટુકડાને ચોખાની લહીથી ચોડી તેની બન્ને બાજુએ લહી ચોપડી અકીકના અગર તેવા કોઈ પણ ઘુંટાથી ઘુંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય અન્ય ભંડારમાં કવચિત્ કવચિત તે તે ગામના સંઘે તે તે સમયમાં વિદ્યમાન આચાર્યાદિ ઉપર મોકલાવેલ ચોમાસાની વિજ્ઞપ્તિના તેમજ સાંવત્સરિક ક્ષમાપનાના સચિત્ર પટે, કર્મગ્રંથનાં યંત્રો, નવપદ-પંચપદની અનાનુપૂર્વી સૂરિમંત્રાદિના પટ આદિ પણ કપડા ઉપર લખેલ જોવામાં આવે છે. આ સર્વ એકવડા કપડાને ઉપરની જેમ તૈયાર કરી લખેલ હોય છે. ૨ જેન પુસ્તકે તાડપત્ર, કાગળ અને કપડા ઉપર જ લખાયલાં મળે છે. તે સિવાય ભોજપત્ર કેળપત્ર આદિ ઉપર લખાયેલ મળતાં નથી, તેમ તેના ઉપર લખાયાને સંભવ પણ નથી. માત્ર યતિઓના જમાનામાં અર્થાત્ સત્તરમી અને ખાસ કરીને અઢારમી ઓગણીસમી સદીમાં અવ્યવસ્થિત રીતે લખાયેલા કેટલાક મંત્ર જપત્ર પર જોવામાં આવે છે. ૩ અહીં જે જે નિમિત્તે પુસ્તકે લખાવાતાં તેનાં કેટલાંક પ્રમાણેનો ઉલ્લેખ આગળ ટિપ્પણીમાં સ્વાભાવિક આવશે. અને શેષ નીચે આપવામાં આવે છે संवत् १८४४ वर्षे मिति भाद्रवा सुदि २ तियो लिखितं । पं० ईश्वरसागरगाणना श्रीयोधपुरमध्ये । बंब । मणिहारा अबेराजजी ज्ञानाभिवृद्धये कारिपितं चित्रम् ॥ नं० ९७ कल्पसूत्र सचित्र लींबडी. संवत् १३०१ वर्षे कार्तिक शुदि १३ गुरावधेह सलपणपुरे आगमिकपूज्यश्रीधर्मघोषसरिशिष्यश्रीयशोभद्रसूरोणामुपदेशेन कुमरसिंहमालूपुत्रिकया जसवीरभार्यया सोलणभगिन्या जालूनामिकया पुत्रराणिगपाल्हगयोः स्वस्य च श्रेयोऽर्थ पाक्षिकवृत्ति पुस्तिका पंडि० पूनापार्धात् लिखापिता ॥ ताडपत्रीय पाक्षिकसूत्रटीका. लींबडी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 268