________________
પાસે ઉપધાન વહી માળ પહેરી. સં. ૧૮૨૦માં બીજી વાર ડોસા વેરાએ પંન્યાસ મોહનવિજયજી પાસે પ્રતિષ્ઠા કરાવી અજીતવીય નામના વિહરમાનજિનની મૂર્તિ બેસારી અને ગામે ગામ કકતરી લખી સિદ્ધાચળજીને સંઘ કાઢયો. પૂજા સામિવચ્છલ પ્રભાવના આદિ કરતા ઘેર પાછા આવ્યા. આ રીતે ધર્મકરણી કરતા કરતા ડસા વેરા સં. ૧૮૩૨ ના પિસ વદિ ૪ ને દિવસે દેવલોક ગયા. આ જ વર્ષમાં પુંજીબા બાઈએ પોતાના પતિ જેઠા વોરા પાછળ ચોરાશી જમાડી. અને એ જ વર્ષમાં પં. પદ્મવિજયજી વિવેકવિજયજી સાથે લીંબડી તરફ આવ્યા, તેમને પ્રવેશ મહોત્સવ ઘણુ ઠાઠથી કરી ચોમાસું રાખ્યા અને ઉપધાન આદિ ધર્મકરણી પ્રવર્તી.
સં. ૧૮૩૯ માં પં. પદ્મવિજ્યજી મહારાજ ગ્લાલવિજ્યાદિ મુનિઓ સાથે બીજી વાર ચોમાસું રહ્યા. ચોમાસામાં પુંજીબાઈએ પિતાની સાસુ સાથે એકાંતમાં નિશ્ચય કરી કલાવોરાને પુછ્યું કે-જો તમારી સમ્મતિ હોય તો હું પાંત્રીસ ઉપવાસ કરું. કળલાએ કહ્યું કે–તમારા ઉદયમાં હોય તો તપ કરે પણ તમે વૃદ્ધ છે, તમારી કાયા નબળી છે અને તપસ્યા ઘણી મોટી છે એટલે તેમાટે અમારાથી અનુમતિ શી રીતે અપાય ? તમે તમારી જીંદગીમાં ઉપધાન વહ્યાં છે, પાંચ ઉપવાસ, દસ ઉપવાસ, બાર, પાલખમણ (૧૫ ઉપવાસ), માસખમણ (૩૦ ઉપવાસ), કર્મસૂદનતપ, કલ્યાણપ, વીસસ્થાનતપ, આંબેલની ઓળી, વર્ધમાનતપની તેત્રીસ ઓળી, ચંદનબાળાને તપ, આઠમ, પાંચમ, અગીઆરસ, રોહિણી, આદિ ઘણી તપસ્યા કરી જન્મ સફળ કર્યો છે. અમારા ઘરમાં તમે જંગમ તીર્થ સમાન છો. તમને આવા દુષ્કર તપ માટે અનુમતિ કેમ અપાય ? પુંજબાઈએ વળતો ઉત્તર આપ્યો કે-તમે સમજુ છે, આ માનવદેહ ક્યાં વાર વાર લાધવાનો છે? તેનાથી જે સાધ્યું તે ખરું. છેવટે કસલારાની સમ્મતિથી પુંજીબાઈએ તેર ઉપવાસનું પચખાણ કર્યું. આ સમયે કસેલારાની પત્ની સેનબાઈ જેણીએ એક વાર મા ખમણ તપ કરેલ છે. તેણીએ પણ પાંત્રીસ ઉપવાસ કર્યા. જેરાજ અને મેરાજની પત્ની મૂળીબાઈ અને અમૃતબાઈ નામે હતી, તેમાંથી અમૃતબાઈએ માસખમણ કર્યું. બહેન અવલબાઈએ પણ માસખમણ કર્યું. જાણે આખા સંઘમાં તપસ્યાની લબ્ધિ પ્રગટી હોય તેની જેમ એકંદર ૭પ મા ખમણ થયાં અને સંઘ આખામાં છવ મહોચ્છવ ૧પ્રભાવના થઈ રહ્યાં. અડદીઆ ઇત્યાદિ તે તે દેશમાં વખણાતાં વિશિષ્ટ પકવાન્નો છે તેમ લીંબડીની સુખડી એ પણ પંકાતું એક વિશિષ્ટ પકવાન્ન છે, જેની જોડ બીજે ન જડે. આ પકવાન્સમાં ઓછામાં ઓછું ભણે મણ ઘી નાખવામાં આવે છે. એટલા ઉપરથી આની વિશિષ્ટતા ક૯પી શકાય. વાચક ! જે તમને વિશ્વાસ ન હોય અને લીંબડીમાં તમારે કોઈ વિશ્વસ્ત સ્નેહી વસતો હોય તે જરૂર આ નગરના જમણની સુખડી મંગાવી ચાખી જોજે.
૬ અજીતવીર્યની પ્રતિમા શાંતિનાથના જુના દેરાસરમાં છે. તેના ઉપર નીચે લેખ છે– संवत् १८२० वर्षे माहसुदि १३ दिने वोरा डोसा देवचंद श्रीअजितवीर्य..
આ લેખ સીમેન્ટ લગાડી દાબી દીધો છે. પાલીતાણાના લેખો દાબી દેવા માટે આણંદજી કલ્યાણજીની પેઢી અને સ્વર્ગસ્થ શ્રીયુત વણચંદ સુરચંદ એકલા જ જસ ખાટી જાય એ લીંબડીના લોકેને ગમે ખરું ?
૭ તપબહુમાન ભાસના કર્તા લાલવિજયજી તે આ જ. ૮ અવલબાઈ કેણુ? એ અહીં જણાવેલ નથી. સંભવતઃ કલા વેરાની બહેન દીકરી હોવી જોઈએ. ૯ પં, પદ્મવિજયજીએ સમરાદિત્યના રાસમાં પણ આ હકીકત વર્ણવી છે –
તેણે વર્ષે તિહાં સંઘમાં, તપ કીધાં ઘર ઘરબારરે.
પંચોતેર મા ખમણ તે, થયા જિનબિંબમાનનહાર રે. ૧૦ તપ બહુમાનભાસમાં એટલું વધારે જણાવવામાં આવ્યું છે કે–રાજા હરભમજીએ તપસ્યા કરનારને રૂપીયાની લહાણ કરી હતી.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org