________________
પૂરવણું
શેઠ ડોસા દેવચંદ અને તેમને પરિવાર, વોરા શેઠ ડોસા દેવચંદ અને તેમના પરિવારનો પરિચય મેળવવા માટે આપણે સમક્ષ ખાસ બે સાધન વિદ્યમાન છે. એક કવિ જેરામકૃત તપસ્યાગીત જે ગૂર્જરભાષાબદ્ધ, અનુમાન ૧૮૩૯ માં રચાયેલ અને ૬ ઢાળબદ્ધ ૮૧ કડીનું છે. અને બીજું લાલવિજ્યકૃત તપબહુમાનભાસ જે ગૂર્જર, ૧૮૩૯ માં રચેલ અને ૨૧ કડીનું છે. ભાસમાં માત્ર પુંજીબાઈના તપની જ હકીક્ત વર્ણવી છે. જ્યારે ગીતમાં ડાસા વેરા આદિની બીજી વિશેષ વાતે ૫ણ ગાવામાં આવી છે. આમાં જે વાત છે તેમાંના એક અક્ષરને પણ અત્યારે લીમડીમાં કોઈ જાણતું નથી. એટલે અહીં તેનો સાર આપવામાં આવે છે.
તપસ્યાગીતને સાર. ગૂજરાત દેશમાં લીંમડી ગામ હતું. ત્યાં રાજા હરભમજીના વખતમાં પિરવાડાતીય વોરા શેઠ દેવચંદનો પુત્ર ઉસે હતો. તેને હીરાબાઈ નામે પત્ની હતી, તેનાથી જેઠે અને કસલે બે પુત્ર થયા. જેઠાને પુછબાઈ નામે પત્ની હતી તેનાથી જેરાજ અને મેરાજ બે દીકરા થયા અને કસલાને સેનબાઈ નામે પત્ની હતી તેનાથી લખમીચંદ અને ત્રિકમ બે દીકરા થયા.
સં. ૧૮૧૦ માં મહાત્મા શ્રી દેવચંદ્રજી પધાર્યા ત્યારે ડોસા વેરાએ પ્રભુ પધરાવવાની ઈચ્છાથી પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ કર્યો. ગામ ગામના લોકોને છેતર્યા, આવેલાઓને રહેવા માટે તંબુ આદિની ગોઠવણ કરી અને તેમને માટે ઠેક ઠેકાણે પાણીની પરબો બેસાડી. સત્તરભેદી પૂજાઓ અષ્ટોત્તરી સ્નાત્ર આદિ ભણાવી શ્રીદેવચંદ્રજી પાસે પ્રતિષ્ઠા કરાવી ૪સીમંધરસ્વામિની પ્રતિમા સ્થાપના કરી. લેકેને “સુખડીનાં જમણો આપ્યાં. અન્ય વર્ણના લેકેને પણ જમણ જમાડી સંતોષ્યા.
સં. ૧૮૧૨ માં જેઠા વેરા સ્વર્ગે ગયા. સં. ૧૮૧૪ માં ડોસા વોરાએ સંધપતિનું તિલક કરાવી સિદ્ધાચલનો સંઘ કાઢય. સં.૧૮૧૭માં સાસુ-વહુ હીરબાઈ–પુજીબાઈએ સંવિપક્ષિ પં.ઉત્તમવિજયજી
+ ઓગણચાલા વર્ષમાં રે, મહા વદિ પાંચમ જાણિ. શાંતિનાથ સુપસાયથી, કીધા તપબહુમાન રે. ૨૦,
તપબહુમાનભાસ, ૧ “કાઠીઆવાડ ગૂજરાતમાં ક્યારથી ગણવા લાગ્યું?'ના પુરાતન ઉલ્લેખે ધનારને જેરામ કવિનો આ ઉલ્લેખ ઉપયોગી થઈ શકે ખરે.
૨ આ રાજા હરભમજી તે પહેલા હરભમજી જાણવા કે જેઓએ પિતાની રાજગાદી શીઆણુથી ઉપાડી લીંબડી આણી હતી. તેઓ ઇ. સ. ૧૭૮૬ વિસં. ૧૮૪૨ સુધી વિદ્યમાન હતા.
૩ શેઠ ડેસા દેવચંદ ભલગામડેથી લીંબડી રહેવા આવ્યા હતા એમ તેમના વંશજોનું કહેવું છે. સંભવ છે રાજા હરભમજીની સાથે જ આવ્યા હોય.
૪ સીમંધરસ્વામિની પ્રતિમા શાંતિનાથના જુના મંદિરમાં વિદ્યમાન છે. તેના ઉપર લેખ ઘસાઈ ગયો છે એટલે અહીં આપી શકાય નથી.
૫ સુખડીના જમણુનું નામ સાંભળી વાચકોના હૃદયમાં ગ્લાનિસાથે યુવાન માણસના દાંત ભાગી નાખે તેવાં ગોળ-ગહેના લેટનાં ઢેફાની સ્મૃતિ થઈ આવશે. પરંતુ વાચકે તેમ ન માની લે. જેમ સુરતની બરફી, ખંભાતની સુતરફેણી અને ભજી, ભાવનગરના દસેરા ઉપર થતા ફાફડા, જામનગરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org