________________
બુત રીતે બાંધીને રાખવાં જોઈએ. જેન મુનિઓમાં એક કહેવત પ્રસિદ્ધ છે કે-“પુસ્તકને શત્રની જેમ મજબુત બાંધવું” આનો અર્થ એ છે કે મજબુત બંધાએલ પુસ્તકમાં શરદી પ્રવેશવા ન પામે. અધ્યયનાદિ માટે જે પુસ્તક બહાર રાખ્યું હોય તેનાં આવશ્યકીય પાનાં છુટાં રાખી બાકીનાને બાંધીને જ રાખવું. બહાર રાખેલ પાનાંને પણ વધારે પડતી હવા ને લાગે તે માટે કાળજી રાખવી. જેન હસ્તલિખિત ભંડારના કાર્યવાહકે ચોમાસામાં ભંડારને ઉધાડતા નથી તેનું કારણ પણું પુસ્તકને હવા ન લાગે એ છે.
ચૂંટી જતા પુસ્તકો માટે—કેટલાંક પુસ્તકની શાહીમાં શાહી બનાવનારની અણસમજ અથવા ધૂર્તતાને લીધે ગુંદર વધારે પ્રમાણમાં પડી જવાથી સહજ માત્ર શરદી લાગતાં તેના પાના ચૅટી જવાનો ભય રહે છે. તેવાં પુસ્તકોના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો-ભભરાવો. એટલે તેના ચુંટવાનો ભય અલ્પ થઈ જશે.
ચેટી ગએલ પુસ્તક માટે—કેટલાંક પુસ્તકોને વધારે પ્રમાણમાં શરદી લાગવાથી તે ચેટીને રોટલા જેવાં થઈ જાય છે. તેવા પુસ્તકને ઉખેડવા માટે પાણીઆરામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યા બાદ ખાલી કરેલ ભિનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવું. હવા લાગ્યા પછી ચોંટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જો વધારે ચુંટી ગયેલ હોય તે તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. આ સિવાય એ પણ એક ઉપાય છે કે-જ્યારે ચોમાસામાં પુષ્કળ વરસાદ વરસતો હોય ત્યારે ચોંટી ગયેલ પુસ્તકને મકાનમાં ખુલ્લું મૂકી દેવું. અને હવા લાગ્યા પછી ઉપરની જેમ ઉખાડવું. ફેર ચોંટી ન જાય માટે તેના દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવો. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે.
તાડપત્રીય પુસ્તક એંટી ગયું હોય તે એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવું. જેમ જેમ પાનાં હવામાં જાય તેમ તેમ ઉખાડતા જવું. તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હોવાથી તેના આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષરે ભૂસાવાને કે ખરાબ થવાને જરા પણ ભય રાખ નહિ. પરંતુ ઈરાદા પૂર્વક અક્ષર ઉપર ભીનું કપડું ઘસવું નહિં. પાનાં ઉખાડતી વેળાએ પાનાની લક્ષ્ય ત્વચા એક બીજા પાના સાથે ચોંટીને તૂટી ન જાય તે માટે સાવધાનતા રાખવી.
આ સિવાય જ્ઞાનભંડાર રાખવાનાં સ્થાનો ભેજ રહિત તેમજ ચોમાસામાં પાણી ન પડે તેવાં હોવાં જોઈએ એ જગવિદિત છે. પુસ્તકનું રક્ષણ શાથી શાથી કરવું એ માટે કેટલાંક લિખિત પુસ્તકાના અંતમાં જુદી જુદી જાતનાં સંસ્કૃત પદ્ય લખેલાં હોય છે. જે ઉપયોગી હોવાથી આ ઠેકાણે ઉતારું છું
जले रक्षेत् स्थले रक्षेत् रक्षेत् शिथिलबन्धनात् । मूर्खहस्ते न दातव्या एवं वदति पुस्तिका ॥ अग्ने रक्षेत् जलाद् रक्षेत् मूषकेम्यो विशेषतः । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ उदकानिलचौरेभ्यो मूषकेभ्यो हुताशनात् । कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ भन्मपृष्ठकटिग्रीवं वक्रदृष्टिरधोमुखम् ।
कष्टेन लिखितं शास्त्रं यत्नेन परिपालयेत् ॥ જ્ઞાનપંચમી—અહીં પ્રસંગોપાત જણાવવું જોઈએ કે-કાર્તિક શુકલ પંચમીને જ્ઞાનપંચમી તરીકે ઓળખાવી દરેક શુકલ પંચમી કરતાં તેનું માહાસ્ય વધારેમાં વધારે ગાવામાં આવ્યું છે, તેનું યુક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org