________________
સંગત કારણ હોય છે તે એ જ છે કે-વર્ષાઋતુમાં જ્ઞાનભંડારોમાં પેસી ગએલ રિનગ્ધ હવા પુસ્તકને બાધકર્તા ન થાય અને પુસ્તકે સદાય પોતાની સ્થિતિમાં કાયમ રહે તે માટે તેને તાપ ખવાડે જઈએ. તેમજ ઉપર જણાવવામાં આવ્યું તેમ ચોમાસાની ઋતુમાં ભંડાર બંધબારણે રાખેલ હોઈ તેની આસપાસ વળેલ ધૂળ-કચરો સાફ કરવો જોઈએ, જેથી ઉધેઈ આદિ લાગવાનો પ્રસંગ ન આવે. આ બધું કરવા માટે સૌથી સરસ અનુકૂળ અને વહેલામાં વહેલે સમય કાર્તિક માસ જ છે. કારણ કે–આ સમયે, શરદઋતુની પ્રૌઢાવસ્થા હોઈ સૂર્યનો પ્રખર તાપ અને ભેજવાળી હવાનો તદન અભાવ હોય છે. વિશાળ જ્ઞાનભંડારોની હેરફેરનું આ કાર્ય સદાય અમુક વ્યક્તિને કરવું ખેદજનક તથા અગવડતાભર્યું થાય-જાણી કુશળ શ્વેતાંબર જૈનાચાર્યોએ કાર્તિક શુકલ પંચમી (જ્ઞાનપંચમી)ને દિવસે પ્રાપ્ત થતી અપૂર્વ જ્ઞાનભક્તિનું રહસ્ય, તેનાથી મળતા લાભો આદિ સમજાવી તે તિથિનું માહાસ્ય વધારી દીધું, અને તેને જ્ઞાનભક્તિ તરફ વાળ્યા. લેકે પણ તે દિવસને માટે ગૃહવ્યાપારનો ત્યાગ કરી યથાશક્ય આહારાદિકને નિયમ પૌષધવત આદિ સ્વીકારી જ્ઞાનરક્ષાના પુણ્ય કાર્યમાં ભાગીદાર થવા લાગ્યા. જે ઉદ્દેશથી ઉક્ત તિથિનું માહાભ્ય ગાવામાં આવ્યું તેને તે અત્યારે અભરાઈ ઉપર મૂકવામાં આવ્યો છે. અર્થાત પુસ્તક ભંડારે તપાસવા, ત્યાંનો કચરો સાફ કરે, પુસ્તકોને તડકે દેખા, બગડી ગયેલ પુસ્તકો સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘોડાવજના ભૂકાની નિર્માલ્ય પોટલીઓ બદલવી આદિ કશું જ ન કરતાં માત્ર “સાપ ગયા ને લીસોટા રહ્યા” એ કહેતી પ્રમાણે આજકાલ તાંબર મૂર્તિપૂજક જેનોની વસ્તીવાળાં ઘણાં ખરાં નાનાં મોટાં નગરોમાં થોડાં ઘણાં જે હાથમાં આવ્યાં તે પુસ્તકની આડંબરથી સ્થાપના કરી તેના પૂજા-સત્કાર આદિથી જ કૃતકૃત્યતા માનવામાં આવે છે.
ઉપરંત જ્ઞાનપંચમી તિથિના માહસ્પિના ખરા રહસ્યને અને તે દિવસના કર્તવ્યને વીસારવાને કારણે આપણું ઘણાય સ્થળોના કીમતી પુસ્તકસંગ્રહો ઉધેઈ આદિના ભક્ષ્ય બન્યા છે. જેનું તાજાં ઉદાહરણ સુરતના વડાચેટાના ઉપાશ્રયમાં મૂકેલ પૂજ્યશ્રી ૧૦૮ શ્રી મેહનલાલજી મહારાજના શિષ્ય મુનિરાજ શ્રીજ્યમુનિજીને પુસ્તકસંગ્રહ છે. જે તપાસ કરાયા સિવાય પટારામાં પૂરાઈ રહેવાથી તેમાંનાં ઘણાં ખરાં પુસ્તકે જીવડાંએ એવાં કેરી ખાધાં કે-જેથી તે કશાય કામમાં ન રહ્યાં.
પ્રસ્તુત જ્ઞાનભંડાર, સ્થાપના–પ્રસ્તુત જ્ઞાનભંડારની સ્થાપના ક્યારે થઈ અથવા કોણે કરી એ માટેનું ઉલિખિત કશું જ સાધન મળી શક્યું નથી. તેમ છતાં વોરા ડોસા દેવચંદના વખતથી પ્રસ્તુત ભંડારનો વહીવટ અવિચ્છિન્ન રીતે ચાલ્યો આવે છે. તે પહેલાના લીંબડીમાં લખાયેલાં કેટલાંક પુસ્તક ભંડારમાં દેખાય છે એ ઉપરથી એમ કહી શકાય કે-આ ભંડાર તેમના પહેલાના સમયને છે. ભંડારમાં જે પુસ્તકે વિદ્યમાન છે એ,-લીંબડીનગર સ્થાનકવાસી સંપ્રદાયનું પાટનગર હોઈ તેમની સાથેની ચર્ચામાં વારંવાર પુસ્તકોની જરૂરત જણાયાથી,-મુનિવર્ગનાં મૂકેલાં હોવાનો સંભવ વધારે છે. એ પણ સંભવ છે કે-કદાચ શેઠ ડોસા દેવચંદ પોતાની લાગવગવાળા કોઈ સ્થળના પુસ્તસંગ્રહને લાવ્યા હોય. અહીં એટલું જણવવું જોઈએ કે-શેઠ ડાસા દેવચંદ આદિની જ્ઞાનભંડાર પ્રત્યે હાર્દિક લાગણી હોવા છતાં તેમણે પુસ્તક લખાવવામાં નજીવો જ અર્થવ્યય કર્યો છે. એ વાત એટલા ઉપરથી કહી શકાય છે કે–આખા ભંડારમાં
સા વહોરા અને તેમના વંશજનાં લખાવેલ માત્ર બે ચાર પુસ્તક જ નજરે આવે છે, અને તે પણ સુત્રકૃતાંગનિર્યુકિત જેવાં નાનાં નાનાં.
પ્રસ્તુત જ્ઞાનભંડારને જેટલા વિસ્તારમાં અત્યારે આપણે જોઈએ છીએ તેટલો વિશાળ તે વખતે ન હોય એ સ્વાભાવિક છે. કયારે કયારે કોના તરફથી ભંડારમાં પૂતિ કરવામાં આવી એ સંબંધી પૂર્ણ હકીકત મળી નથી, તેમ તેવી આશા પણ ન રાખી શકાય. ચાલુ શતાબ્દીમાં સં. ૧૯૨૦ માં ખરતરગચ્છીય શ્રીમાન દ્ધિસાગરજી મહારાજ અહીં આવ્યા ત્યારે તેમના કહેવાથી શ્રીસંયે કેટલુંક પુસ્તક
* વેરા ડેસા દેવચંદ અને તેમના વંશજેને ટુંક પરિચય “ પૂરવણી ”માં કરાવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org