Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ પ્રકાશકીય અત્યંત આનંદનો વિષય છે. જૈન શ્રુતસમુદ્રમાં મહાનું રત્ન જેવા “ઉપશમનાકરણ ભાગ-૨, ક્ષપકશ્રેણિ અર્વાધિકાર અને પશ્ચિમસ્કંધ અર્થાધિકાર, વિસ્તૃત ગુજરાતી વિવેચન” ગ્રંથના પ્રકાશનનો લાભ અમને મળી રહ્યો છે. તપાગચ્છાગ્રણી સ્વ. સિદ્ધાંતમહોદધિ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, જેઓએ પોતાના સંયમ બળે 300 મુનિઓના એક વિશાળ ગચ્છનું સર્જન કરેલ, જે આગળ વધતા એક હજાર મુનિઓ સુધી આજે પહોંચી ગયો, એ મહાપુરુષ જ સંયમસમ્રાટ્ હતા. તેવી જ રીતે શ્રતમાં પણ તેઓ ખૂબ જ આગળ વધેલા હતા. આગમાદિ સર્વ શાસ્ત્રોના તેઓ પારગામી હતા. તેમાં પણ છેદસૂત્રો અને કર્મસાહિત્યમાં તેમણે વિશિષ્ટ ઊંડું ખેડાણ કરેલ. પરિણામે તેમના ગુરુદેવે તેમને સિદ્ધાંતમહોદધિ બિરૂદ આપેલ. વિશાળ જ્ઞાન અને શુદ્ધ ચારિત્ર સાથે અનેક ગુણગણોના તેઓ સ્વામી હતા. નિઃસ્પૃહતા એવી હતી કે ત્રણસો સાધુઓના સર્જન કરવા છતા તેમના પોતાના શિષ્યો માત્ર સત્તર જ હતા. આચાર્યપદવી અંગે નિઃસ્પૃહતા એવી કે છેવટે ગુરુદેવે આજ્ઞા કરીને તેમને પરાણે આચાર્યપદ પર આરૂઢ કરેલા. તેમણે બ્રહ્મચર્યની મન-વચન-કાયા ત્રણેની શુદ્ધિ જાળવેલી. તેમની સ્વ-પર સમુદાયના ગ્લાન મુનિઓની સેવા પણ સકલ સંઘમાં સુપ્રસિદ્ધ હતી. તેમના કષાયો એકદમ મંદ થઈ ગયેલા. તેમણે ઈન્દ્રિયો પર પણ સારો વિજય પ્રાપ્ત કરેલ. આગળ જણાવ્યું તેમ કર્મસાહિત્યમાં તેઓ અત્યંત નિષ્ણાત હતા. કર્મપ્રકૃતિનું તેની ચૂર્ણિ, મલયગિરિ મ.ની ટીકા, ઉપાધ્યાયજી મ.ની ટીકા સાથે તેઓએ સંપાદન કરી પ્રકાશન કરાવેલ. એ જ રીતે પંચસંગ્રહનું પણ તેમણે સંપાદન કરેલ. બીજા પણ અનેક પ્રાચીન ગ્રંથોનું તેઓએ સંપાદન કરી તેમને પ્રગટ કરાવેલ. સંક્રમકરણ ભાગ-૧, સંક્રમકરણ ભાગ-૨, માર્ગણોદ્વાર વિવરણ, કર્મસિદ્ધિ વગેરે અનેક ગ્રંથોના તેઓએ સ્વયં નિર્માણ કરેલ. આ બધાનું પુનઃપ્રકાશન અમારા ટ્રસ્ટે કરેલ છે. કર્મપ્રકૃતિ-પંચસંગ્રહના પુનઃપ્રકાશન કરવાનો અમારો પ્રયત્ન ચાલુ છે. આ સિવાય અધ્યયનાર્થીઓને સુલભતા રહે તે માટે જીવવિચારાદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છ કર્મગ્રંથના પદાર્થોનું ગાથા-શબ્દાર્થ સાથે સંકલન પણ પૂજ્યશ્રીએ કરેલ છે. જે અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલ છે. વળી કર્મપ્રકૃતિના બંધનકરણ વગેરેના પદાર્થોનું સંકલન પણ ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આના દ્વારા અધ્યયનાર્થીઓને ખૂબ જ સરળતાથી પ્રકરણ-ભાષ્ય-કર્મગ્રંથકર્મપ્રકૃતિ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 388