Book Title: Krantpragnya Kishorlalbhai Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૪૮] દર્શન અને ચિંતન છે. યોગશાસ્ત્રમાં શ્રદ્ધા, વીયે, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા એ પાંચને ગનાં અંગ લેખ્યાં છે. આમાં પહેલાંનાં ચાર એ પ્રજ્ઞાની આવશ્યક ભૂમિકા છે. હું કિશોરલાલભાઈનાં લખાણ અને જીવન, બન્ને વિશે જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે ત્યારે એમની પ્રજ્ઞાને ખુલાસે મને બુદ્ધ અને શાસ્ત્રના કથનમાંથી જ મળી જાય છે. કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. તેમણે “ઉધઈનું જીવન,” “વિદાયવેળાએ', “તિમિરમાં પ્રભા', “માનવી–ખંડિયેર” જેવા કૌશલપૂર્ણ અનુવાદ ક્ય છે. ગીતામ્બનિ અને બીજાં છૂટક પદ્ય પણ રચ્યાં છે. સ્વતંત્ર લખાણે તે એમનાં ઢગલાબંધ છે; અને એમનાં લખાણેના વિષે કોઈ એક નથી. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષને લગતા અનેક મુદ્દાઓ ઉપર તેમણે વિચારપૂત લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયે અને મુદ્દાઓ ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કઈ લખી શકે. જે અંતપ્રજ્ઞા સ્ત્રોત ઊઘડો ન હોય તે તેમના જેવા જીર્ણશીર્ણ, કુશકાય, પથારીવશ પુરુષને હાથે આ વિશદ વિચારરાશિ ભાગ્યે જ લખાય. કિશોરલાલભાઈ જેવું માતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું જ હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમ જ અંગ્રેજીમાં લખે છે. આજે તે “હરિજન” હરિજનબંધુ, “હરિજનસેવક એ બધામાં એમને જ પ્રાણ ધબકે છે. દેશવિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઈચ્છનાર તેમની કાર્ય પદ્ધતિ વિશે ઊભા થતા નવા નવા પ્રશ્નોને ખુલાસો મેળવવા ઈચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમને સૌથી મટે અને વિરલ ગુણ એ તટસ્થતાને છે. જેટલી એમનામાં તટસ્થતા છે તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે. તેમની એક કૃતિ “સમૂળી ક્રાંતિ” બદલ તેમને પુરસ્કારવા અને સત્કારવાનો જે નિર્ણય ગુજરાત વિદ્યાસભાએ કર્યો છે એમાં ખરી રીતે એ સભાના ધ્યેયને જ પુરસ્કાર, સત્કાર અને એનું જ ગૌરવ છે. - હવે કંઈક “સમૂળી ક્રાંતિ’ વિશે. “સમૂળી ક્રાંતિ’ ૧૯૪૮ના માર્ચમાં પ્રસિદ્ધ થઈ ત્યારબાદ અત્યાર લગીમાં એના ઉપર આવેલી ચાર સમાલેચનાઓ મારા જોવામાં આવી છે, બુદ્ધિપ્રકાશમાં ચુનીભાઈની, “ઊર્મિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11