Book Title: Krantpragnya Kishorlalbhai
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૫૦) દર્શન અને ચિંતન કસોટીએ ઈતિહાસને અધ્યયનનું મૂલ્ય પણ આંકવામાં આવે છે એમ કહી ન શકાય કે ઇતિહાસનું જ્ઞાન અનર્થકારી છે. એનું અજ્ઞાન, એને વિપર્યાસ કે એના જ્ઞાન સાથે મળેલી બીજી સ્વાર્થી વૃતિઓ ભલે અનર્થકારી નીવડે, પણ તેથી ઈતિહાસનું જ્ઞાન નકામું છે એમ હું પણ ભાન નથી. સમૂળી ક્રાંતિ' સમજવાને પૂરે અધિકાર સામાન્ય વાચકને નથી. પણ જે જે સમજદાર અધિકારીએ એને ધ્યાનપૂર્વક વાંચી વિચારી હશે, તેના કેટલાય રૂઢ સંસ્કાર અને જન્મસિદ્ધ ગ્રંથિઓ મૂળમાંથી હચમચ્યા વિના ભાગ્યે જ રહ્યાં હશે. એ જુદી વાત છે કે સંસ્કાનાં મૂળ હચમ છતાં માણસ ફરી પાછો એ ને એ ઘરેડમાં ચાલ્યા કરે. આમ થવાનાં અનેક કારણો છે. ગ્રંથિઓ શિથિલ થયા પછી પણ પડખું બદલવાને સવાલ બીજા કેટલાક વિશિષ્ટ ગુણોની અપેક્ષા રાખે છે. જે તે વાચકમાં હોય તો તે ક્રાંતિ કરી શકે, ન હોય તે નહીં. પણ “સમૂળી ક્રાંતિનું કામ તે વાચકને તેના રૂઢ સંસ્કાર વિશે મૂળથી વિચાર કરતા કરી મૂકવાનું છે. એ દષ્ટિએ આ પુસ્તક કોઈને પણ વિચાર પ્રેર્યા વિના રહે એમ હું નથી ધાર. એ જ એનું મૌલિક ક્રાંતિકારક તત્ત્વ છે. ઉપનિષા ઋષિ અને બુદ્ધ, મહાવીર, કપિલ આદિ સંતમુનિઓએ જુદા જુદા શબ્દોમાં અને કંઈક જુદી જુદી રીતે પણ એક જ વાત તરફ સંકેત કર્યો છે, કે ત્રિવિધ તાપનું મૂળ અવિદ્યા, અજ્ઞાન, મેહ કે દર્શનમેહ છે. જ્યાં લગી આ અવિદ્યા કે અવિવેક હશે ત્યાં લગી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એકે દુઃખ દૂર થવાનો સંભવ નથી. બધા જ ઋષિમુનિઓએ અવિદ્યા કે અવિવેકને નિવારવા ઉપર જ ભાર મૂક્યો છે. અને એનાથી જ ઉત્પન્ન થનાર દુઓનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરી દુઃખ વિશેનું નિરૂપણ ટૂંકાવ્યું છે. કિશોરલાલભાઈ એ જ ઋષિમુનિઓની પદ્ધતિને કંઈક જુદી રીતે “સમૂળી ક્રાંતિમાં રજૂ કરે છે. આજની દુનિયામાં વિશેષે કરીને ભારતના જે મુખ્ય પ્રશ્નો છે અને જે ઘટનાઓ કલેશકર અને દુખદાયક બની રહી છે અને બનતી આવી છે, તે પ્રશ્નો અને તે ઘટનાઓ એકેએકે લઈને તેઓ તપાસે છે. તેમાં કલેશ અને દુઃખનું તત્વ હોય તે તે શા કારણે અને કેવી રીતે ઉદ્ભવે છે અને વિશ્લેષણ–પ્રધાન બુદ્ધની તાર્કિક સરણીને એના વિકસિત અને વિશદ રૂપમાં અવલબીને સ્ફોટ કરે છે, અને છેવટે દર્શાવે છે કે અજ્ઞાન, અવિવેક તેમ જ જતા એ બધા રંગનું કારણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11