________________
૫૪]
દર્શન અને ચિંતા વિચારાતું થાય છે તે દ્વારા શરૂઆતમાં શિક્ષિત ગણાતા વર્ગની ઘણી જ પરંપરાગત, રૂઢ અને અવિવેકમૂલક માનસગ્રંથિઓ શિથિલ થવા પામે અને એને ચેપ સાધારણ–શિક્ષિત અને અશિક્ષિત સુદ્ધને પણ લાગ્યા વિના ન રહે. જ્ઞાન એક એવું અખંડ અને ગ્રંથિભેદક ઝરણું છે કે તે એક વાર ગમે તે સ્થાને ઉદ્ભવ્યા પછી ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રસરતું જાય છે અને વચ્ચે આવતા અંતરને ભેદી તે લેકમાનસને વિવેકના ઊંચા સ્તર ઉપર મૂકે છે. તેથી હું એવી વિનંતિ કરું છું કે દરેક સમજદાર “સમૂળી ક્રાંતિ એક વાર તે વાંચે જ.
એક વાર મારા મિત્ર એક આઈ. સી. એસ. મહાશયે મને કહ્યું કે તમે આર્ય સંસ્કૃતિ વિશે કાંઈક લખે તે ઠીક. મેં કહ્યું, “હું આર્ય સંસ્કૃતિને એ વિશિષ્ટ અભ્યાસી તે નથી, અલબત્ત, એના એકાદ અંશને
સ્પર્શવાનો છેડો ઘણે પ્રયત્ન કર્યો છે. ક્યારેક એ વિશે લખવાના પણ વિચારે આવે છે, પણ પાછો સંકેચાઉં છું.’ તેમણે પૂછ્યું, “સંકોચ શા માટે ?” આને ઉત્તર આપતાં મેં મારા વિચારો દર્શાવ્યા તે અહીં ટૂંકમાં નેધવાની તક લઉં છું.
સંસ્કૃતિ વિશે લખવું એટલે શું? અત્યારે જેઓ પિતાને આય. કુલેમ્ભવ સમજે છે અને જે જે વસ્તુઓને તે મહત્વની માને છે માત્ર તેની જ ગાથા ગાવી એટલું જ, કે સાથે સાથે તેમણે જે વિકૃતિઓ નિર્માણ કરી છે, પિલી છે અને જેના ઉપર સંસ્કૃતિને ઢોળ ચડાવ્યો છે તેને પણ ખુલ્લી કરવી તે જે માત્ર સંસ્કૃતિ-વર્ણનને નામે પ્રિય જ કહેવાનું હોય અને સત્યને બીજે અપ્રિય અંશ કહેવાનું ન હોય તે એ સંસ્કૃતિનો ઈતિહાસ નહીં પણ વિકૃતિઓને છુપાવવાને એક પ્રયત્ન થશે એમ મને લાગે છે.
જે સંસ્કૃતિ સાથે વિકૃતિઓ પણ કહેવી એમ તમે કહેશે તે મારી દૃષ્ટિએ વધારે પ્રમાણ વિકૃતિઓનું જ હોવાથી તે વિકૃતિઓને ઈતિહાસ થશે, જે કાઈ કાળમાં અને કઈ દેશમાં સરકૃતિરૂપે હતું તે જ કાળાન્તરે, સ્થળાન્તરે અને સમયાન્તરે વિકૃતિમાં પરિણામ પામ્યું છે અને જે જે બાબતે સંસ્કૃતિરૂપે એકસરખી જીવતી રહી છે તેની ભૂમિકા વિકૃતિઓથી જ પોષાતી રહીં છે. આ રીતે જ્યારે સંસ્કૃતિ વિશે લખવાનું મન થાય છે, ત્યારે એની બીજી બાજુ પૂર્ણપણે સ્પર્શવામાં ન આવે તો તે લખાણું સંસ્કૃત નહીં પણ વિકૃત બને છે, એવો વિચાર આવવાથી લખવાને ઉત્સાહ મેળ પડે છે. સંસ્કૃતિની યશગાથા ગાવાને નાદ સૌને એટલે બધો લાગ્યો છે કે પછી તે સાંભળનાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org