Book Title: Krantpragnya Kishorlalbhai Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ અધ્ય [૫૩ t न को विवेकना क्षेत्रथी पर. ' ીજા પ્રતિપાદનનું તેમણે જે નિખાલસ અને નિર્ભયપણે સાહજિક વિવેચન કર્યું છે તે વાંચતાં સિદ્ધસેન દિવાકરની એક સૂક્તિ યાદ આવી જાય છે, ( मनुष्यवृत्तानि मनुष्यलक्षणैः मनुष्यहेतोर्नियतानि तैः स्वयम् | अलब्धपाराण्यलसेषु कर्णवान् ' अगाधपाराणि कथं ग्रहीष्यति ॥ આના સાર એ છે કે મનુષ્ય દેહધારીઓએ પોતે જ મનુષ્યોનાં ચરિતા-વ્યવહારા મનુષ્ય જાતિને માટે જ કર્યો છે, વ્યવસ્થિત કર્યાં છે, પણ આળસુ, જડ અને અવિવેક વર્ગમાંથી જ્યારે માણસ પોતે જ વ્યવહારા અને વ્યવસ્થાનું તત્ત્વ ન પામ્યા, એના સારી ન સમજ્યા, ત્યારે તેમણે પોતે જ તે માનવકૃત વ્યવસ્થાને પાર પામી ન શકાય એવી અગાધ માની લીધી, ચંચુપાત ન થઈ શકે તેવી અક્ર માની લીધી. પરંતુ જે વિચારક અને વિદ્વાન છે તે એ વ્યવથાપ્રતિપાદક શાસ્રાને ચંચુપાત ન થઈ શકે તેવાં કે અક્રૂર શી રીતે સમજશે? કિશોરલાલભાઈ પણ ખજા પ્રતિપાદનદ્વારા એ જ ભાવ સ્પષ્ટ કરે છે, એમ લાગે છે. સત્યની ધ્રુવી અલિહારી છે કે તે હારા વર્ષને અંતરે થયેલ એ જુદી જુદી વ્યક્તિની વિચારભૂમિકાઓમાંથી એકસરખી રીતે આવિર્ભાવ પામે છે? સાધુ શાંતિનાથ જે બંગાળી હતા અને હમણાં જ ગુજરી ગયા, તેમણે લાંખે વખત યાગાભ્યાસ કરી છેવટે તેને ભ્રાંતિજનક સમજી છોડી દીધા. તત્ત્વજ્ઞાનના અનેક વિચારપ્રવાહમાં ઊંડી ડૂબકી માર્યાં પછી પણ તેમને તેમાં બહુ વજન આપવા જેવું ન લાગ્યું અને છેવટે તે માનવીય ઉત્કર્ષ માટેની સમુચિત સેવામાં જ જીવનનું સાર્થક્ય છે એવા નિણૅય પર આવ્યા. જ્યારે કિશારલાલભાઈ ગામ અને તત્ત્વજ્ઞાનને માર્ગે ડીક ડીક પ્રવાસ ખેડ્યા છતાં યોગ અને તત્ત્વજ્ઞાનની જીવનપ્રદ આજુને જ સ્પર્ધા અને એના માનવીય ઉત્કર્ષની દૃષ્ટિએ આવશ્યક સેવાકાર્યમાં ક્રમ વિનિયેાગ થઈ શકે એ તત્ત્વ પણ પામ્યા. ‘ સમૂળી ક્રાંતિ 'માં એમણે એ જ તત્ત્વ રજૂ કર્યું છે. Jain Education International • સમૂળી ક્રાંતિ' ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્થાન પામવાને દરેક રીતે પાત્ર છે. અધ્યાપન્ન પતે પણ એમાંથી ધણાં નવાં દૃષ્ટિબિંદુ મેળવી શકે તેમ છે; અને ઉચ્ચ કક્ષાના ઊગતા તરુણાને તે પોતાના સંસ્કારશોધનમાં તે ભારે મદદ કરી શકે તેમ છે. જો એક વાર વિધા—જગતમાં આવું પુસ્તક વંચાતું For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11