Book Title: Krantpragnya Kishorlalbhai Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ અધ્યું , [૫૧ પછી તે કારણે નિવારવા માટે તેમને જે વિધાને મૂક્યાં છે અને જે ઉપર તેમણે ઠીક ઠીક ઊંડો વિચાર કર્યો છે તે વિધાને રજૂ કરે છે. આમ સમૂળી ક્રાંતિ” ઘટનાઓમાં અનુભવાતાં દુઃખના વિશ્લેષણ દ્વારા એના મૂળ કારણ સુધી પહોંચે છે. તેથી પ્રાચીન ધર્મગ્રંથોમાં જે ત્રિવિધ તાપના કારણ તરીકે અવિવેકનો નિર્દેશ છે તે જ “સમૂળી ક્રાંતિમાં છે, એમ મને લાગે છે. ફેર હોય તે એટલે જ છે કે બધા જ ધર્મગ્રંથ દુઃખોને સંક્ષેપમાં નિર્દેશ કરે છે, જ્યારે “સમૂળી ક્રાંતિ” વર્તમાન જમાનાના સળગતા પ્રશ્નોની વિગતવાર ઊંડી મીમાંસા કરે છે અને પછી તેના કારણ, અજ્ઞાન કે અવિવેક ઉપર માણસનું ધ્યાન એકાગ્ર કરી તે ઉપર કુઠારાઘાત કરવા કહે છે. દક્ષિણાય તર્ક તીર્થ લક્ષ્મણ શાસ્ત્રીએ “હિંદુધર્માચી સમીક્ષા” નામનું પુસ્તક લખ્યું છે. તેઓ વાઈની પાઠશાળાના મુખ્ય અધ્યાપક તે છે જ, અને ક્રાંતિકારી વિચાર પણ ધરાવે છે. તેઓ પોતે બ્રાહ્મણપ્રધાન સંસ્કૃત પાઠશાળાના મુખ્ય કર્તાહર્તા અને તર્કશાસ્ત્રના વિદ્વાન છે. તેમનું જીવન હિંદુત્વના સંસ્કારથી રંગાયેલું અને મુખ્યપણે બ્રાહ્મણવર્ગ વચ્ચે જ વ્યતીત થતું આવ્યું છે. તેમ છતાં તેમણે પોતાના પુસ્તકમાં હિંદુધર્મની એવી સૂક્ષ્મ, ઉગ્ર અને તલસ્પર્શી સમીક્ષા કરી છે કે હું જાણું છું ત્યાં લગી બ્રાહ્મણ પરંપરામાં થયેલ, બ્રાહ્મણધર્મમાં જ રહીને, બ્રાહ્મણધર્મ ઉપર આટલી બધી ઉગ્ર, સૂક્ષ્મ અને શાસ્ત્રીય ટીકા બીજા કોઈએ અત્યાર સુધીમાં કરી નથી. લક્ષ્મણ શાસ્ત્રીની આ ટીકા સાચી છે છતાં તેમાં મોટે ભાગે ખંડનાત્મક શૈલી જ છે. એના સ્થાનમાં નવવસ્તુનું નિર્માણ સૂચવવામાં નથી આવ્યું. હિંદુ ધર્મની ભ્રમણાઓના જૂના મહેલને ભેયભેગે કરવાની એમાં પુષ્કળ સામગ્રી છે, પણ એના સ્થાનમાં ને મહેલ રચવાની કોઈ વિશિષ્ટ સામગ્રી નથી. જ્યારે “સમૂળી ક્રાંતિ’માં એ ખામી નથી. જાતે ત્યાજ્ય હોય ત્યાં જવાનું બતાવ્યું છે, પણ સાથે સાથે દરેક પ્રસંગે વિધાયક માર્ગો રજૂ કર્યો છે. એટલે આ કાંતિ જેમ અવિવેકના મૂળ ઉપર પ્રહાર કરે છે તેમ તે વિવેકમૂલક નવરચના પણ સૂચવે છે. એટલે તે માત્ર વિધ્વંસક છે એમ રખે કોઈ સમજે. સમૂળી ક્રાંતિમાં કિશોરલાલભાઈનું સંતમહંતને શેભે એવું હૃદયમંથન દેખાય છે. સમગ્ર નિરૂપણમાં તેમની દૃષ્ટિને આધાર પરમાત્મનિષ્ઠા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11