Book Title: Krantpragnya Kishorlalbhai
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249279/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [9] કિશોરલાલભાઇએ પેાતે જ પ્રસંગે પ્રસંગે પાતા વિશે થાડુ ક લખેલું છે. તેમના પરિચય માટે જે કે એ પૂરતું નથી, તોપણ તે તેમની વિશિષ્ટ ઝાંખી કરાવે છે. ળવણીના પાયા 'ની પ્રસ્તાવનામાં શિક્ષણ અને કેળવણીના ભેદ દર્શાવતાં તેમણે પોતાની ધવનાભિમુખ દૃષ્ટિની ઝાંખી કરાવી છે. - સ્વામી સહજાનંદમાં તેમની અસાંપ્રદાયિક ધર્મવૃત્તિની ઝાંખી તેમના સહજસિદ્ધ સંસ્કારોને પરિચય પ્યારા બાપુ 'માં તેમના પરિચય આપવા શબ્દોમાં છતાં સમથ રીતે તેમના વ્યાપક છે. ૧૯૪૦ના માર્ચની ૩૭ તારીખના મથાળા નીચે બાપુજીએ જે લખ્યું છે. થાય છે. સ્ત્રી-પુરુષ–મર્યાદા ”માં થાય છે. શ્રી ચંદ્રશંકર શુકલે ઘેાડા પ્રયત્ન કર્યો છે. પણ થોડા પરિચય તો આપુજીએ જ આપ્યા C હરિજનબંધુ ’માં · સાચું પગલું 'એ તે અહીં તેમના જ શબ્દોમાં આપણે સાંભળીએ ઃ ' < • કિશોરલાલ મશરૂવાળા આપણા વિરલ કાર્યકરોમાંના એક છે. એ અવિશ્રાંત પરિશ્રમ કરનારા છે. એમની ધર્મબુદ્ધિ કાઈ વધુ પડતી કહે એટલીહદ સુધીની છે. ઝીણામાં ઝીણી વિગત પણ એમની નજર બહાર જતી નથી. તેઓ તત્ત્વદર્શી ફિલસૂફ અને ગુજરાતીમાં લોકપ્રિય લેખક અને ગ્રંથકાર છે. ગુજરાતીના જેટલા જ મરાઠીના વિદ્વાન છે. ન્યાતજાતનાં, પ્રાંતીયતાનાં કે કામી અભિમાનથી કે વહેમોથી સથા મુક્ત છે. એએ સ્વતંત્ર વિચારક છે. એ રાજદ્વારી પુષ નથી. એએ જન્મસિદ્દ સુધારક છે. સર્વ ધર્મના અભ્યાસી છે. ધર્મઝનૂનના વા પણ એમને વાયા નથી. એ જવાબદારી અને જાહેરાતથી હમેશાં દૂર રહેવા માગે છે. અને છતાં જો એક વાર જવાબદારી લીધી તો પછી એમના કરતાં વિશેષ સમતાપૂર્વક એને પાર પાડનાર બીજો મેં જાણ્યા નથી. ગાંધી સેવા સધનું પ્રમુખપદ લેવાનું મહાપ્રયાસે મેં એમની પાસે કબૂલ કરાવેલું, જે ઉદ્યમ અને અનન્ય એકાગ્રતાથી એમણે પોતાની જવાબદારી અદા કરી તેને જ પરિણામે સંધતી ઉપયેાગિતા સિદ્ધ થઈ હતી અને એથી જ એને આજનું મહત્ત્વ મળ્યું છે.. પેાતાની ક્ષીણ તબિયતની બિલકુલ પરવા ન કરતાં ( જાહેર પ્રજાસેવકને Page #2 -------------------------------------------------------------------------- ________________ ૪૬] દર્શન અને ચિંતન સારુ આને હું ગુણરૂપ નથી લેખ) તેઓ તમામ સાધકે અને શોધકેના હમેશાં ને હરપ્રસંગે ભેરુ થઈ પડ્યા. અથાગ પરિશ્રમ અને કાળજી લઈને તેમણે સંધનું જે બંધારણ તૈયાર કર્યું છે તે આવી હર કોઈ સંસ્થાને સારુ નમૂનારૂપ થઈ પડે એવું છે. આ બધી વિગતે કિશોરલાલનો મહિમા વધારવા હું નથી લખતે. એમને મહિમાની કે ગૌરવગાનની મુદલ જરૂર નથી. મારા આત્મસંતોષને ખાતર હું તે લખી રહ્યો છું.” પણ ઉપર જે કાંઈ કહ્યું તે એક રીતે બીજાને અનુવાદ જ કહેવાય. અનુવાદનું પ્રામાણ્ય ઓછું નથી, પણ શ્રોતાઓ, ખાસ કરી શિક્ષિત શ્રોતાઓ મુખ્યપણે કંઈક વિધિની અપેક્ષા રાખે. વિધિનો અર્થ છે કે, અપૂર્વ અર્થનું પ્રતિપાદન–અજ્ઞાતનું જ્ઞાપન. કિશોરલાલભાઈના પરિચયની બાબતમાં વિધિવચન તરીકે કાંઈ પણ કહેવું હોય તે તે સ્વાનુભવમાંથી જ કહી શકાય. આ દષ્ટિથી હું તેમના પરિચયમાં ક્યારે અને કેમ આવ્યો, ને પરિચય કેવી રીતે વધતો ગયે, એ વિષે થોડું પણ કહું તે તે ગ્ય કહેવાય. ૧૯૨૧ની સ્વરાજ્યની હિલચાલના જુવાળ વખતે એક સાંજે હું આશ્રમમાં સાંજની પ્રાર્થનામાં જઈ ચડે. પ્રાર્થનાને અતિ બાપુજીને એમ કહેતા સાંભળ્યા કે, “મારે મન સ્વરાજ્ય કરતાં આધ્યાત્મિક રાજ્યની કિંમત વધારે છે, તેથી કિશોરલાલે આધ્યાત્મિક સાધના માટે જે એકાંત જીવન સ્વીકાર્યું છે, તેની ઉપયોગિતા મારી દૃષ્ટિએ બહુ વધારે છે. આપણે આશ્રમવાસીઓ એમની સાધનામાં દૂર રહ્યા રહ્યા પણ ઉપયોગી થઈએ. અને તે દૂર પણ ક્યાં છે? આશ્રમથી થોડેક દૂર એમની ઝૂંપડી છે. ગેમતીએ તે વિશેષ પ્રસન્ન થવાનું છે,' ઇત્યાદિ. આ ભાવના બાપુના શબ્દો સાંભળી મારી જિજ્ઞાસા સતેજ થઈ. હું કિશોરલાલભાઈનું નામ પણ ન જાણતે. કિશોરલાલ કેશુ? સાધના શી? ઝૂંપડું શું? ગમતી કોણ? વગેરે પ્રશ્નો મનમાં ઊઠયા. તરત જ મિત્રો પાસેથી ખુલાસે મેળવ્યો, પણ કિશોરલાલભાઈ વિશેની જિજ્ઞાસા ઉત્તરોત્તર વધતી ચાલી. એકાંતવાસમાંથી પાછા તેઓ ઘેર આવ્યા ત્યારે પણ હું આશ્રમમાં તો જાતે જ અને મેટે ભાગે તેમના મકાનની નજીકમાં જ મિત્રને ત્યાં જ, પણું ઉત્કટ જિજ્ઞાસા છતાં કિશોરલાલભાઈ પાસે જવામાં સંકોચ અનુભવતે. સંકેચ એટલા કારણસર કે માત્ર શાસ્ત્રવ્યાસંગી અને શાસ્ત્રાવ્યસની એક આધ્યાત્મિક અનુભવી પાસે જઈ કાંઈ ચર્ચા કરે છે એનું મૂલ્ય શું? આ સંકેચ ઠીકઠીક વખત ચાલ્યો પણ Page #3 -------------------------------------------------------------------------- ________________ અર્થ છે, [૪૭ વેગ એ આવી મળ્યો કે પરિચયનાં દ્વાર ખુલ્લાં થયાં. કિશોરલાલભાઈ પાછી વિદ્યાપીઠના મહામાત્રપદે આવ્યા. તેઓ રોજ (મને યાદ છે ત્યાં સુધી) આશ્રમથી ચાલી એલિસબ્રિજ નજીકના મકાનમાં આવેલ વિદ્યાપીઠની ઓફિસમાં આવતા. હું પણ ત્યાં પુરાતત્ત્વમદિર પુસ્તકાલય અને કાર્યાલયમાં રહે અને કામ કરતો. શાસ્ત્રીય વાચન અને સ્વયંચિંતનથી કેટલાક પ્રશ્નો વિશે વિચારે તે બાંધી રાખેલા, તેમાં વજૂદ છે કે નહીં અને સુધારવા જેવું હોય તે તે કઈ રીતે અને શું સુધારવું, એવી જિજ્ઞાસા મને હમેશાં રહેતી. જ્યાં લગી બાંધેલા વિચાર સમવાદની કસોટીએ ન કસાય ત્યાં લગી મુક્તપણે લેક સમક્ષ ન મૂકવા, એવી ઊંડે ઊંડે ભવૃત્તિ હતી. હવે ઉકટ જિજ્ઞાસા અને તેમના પ્રત્યે બંધાયેલી પરિક્ષ શ્રદ્ધા પણુ પરિપકવ થઈ હતી. એટલે સહેજે જ મેં અવારનવાર મારા પ્રશ્નો તેમની સમક્ષ મૂકવાનું શરૂ કર્યું. એના સ્પષ્ટ અને સુશ્લિષ્ટ ઉત્તરથી હું તેમના પ્રત્યે વધારે આકર્ષા, અને પછી તે આશ્રમમાં જાઉં ત્યારે તેમને મળવાનું ભાગ્યે જ ટાળતે. - હવે તેમને પ્રત્યક્ષ પરિચય વધતો ગયે અને સાથે સાથે તેમનાં પ્રસિદ્ધ થતાં નાનાં મોટાં લખાણ પણ સાંભળત ગે. પ્રથમ પ્રથમ “જીવન ધન ની હસ્તલિખિત નકલ જોઈ જવાનું યાદ છે. એ વાચને તેમના પ્રત્યે મને ઓર આકર્ષે. આ આકર્ષણ આજ લગી વધતું જ રહ્યું છે. કિશોરલાલભાઈમાં વિદ્ધતા કરતાં પ્રતિભાનું તત્ત્વ વધારે છે, એમ મને લાગે છે. કાવ્યની મીમાંસામાં–પ્રજ્ઞા નવનોબૅવરાત્રિની પ્રતિમા મતા ( એવું પ્રતિભાનું લક્ષણ આપ્યું છે, તે કાવ્યતત્વ માટે પૂરતું છે, પણ હું કિશોરલાલભાઈની પ્રસ્તાની વાત કહું છું તે પ્રજ્ઞા તેથી જુદી જ છે. તથાગત બુદ્ધ જે પ્રજ્ઞા ઉપર વારંવાર ભાર આપે છે અને “પ્રજ્ઞા પારમિતા'માં જે પ્રજ્ઞા વિવક્ષિત છે તે પ્રજ્ઞાની હું વાત કરું છું. વિશુદ્ધિ માર્ગમાં પ્રજ્ઞાનું સ્થાન શીલ અને સમાધિ પછી છે. શીલ અને સમાધિ સિદ્ધ થયાં ન હોય તો એ પ્રજ્ઞા ઉભવી ન શકે. પ્રજ્ઞાતના ઉદ્ધાટન માટે શીલ અને સમાધિ એ બે આવશ્યક અને અનિવાર્ય અંગ છે. આપણે પણ જાણીએ છીએ કે કિશોરલાલભાઈના જીવનમાં શીલ અને સમાધિનું કેટલું સ્થાન છે. તેમના પુસ્ત અને બીજાં લખાણોના વાચનથી તેમ જ તેમના અલ્પસ્વલ્પ પરિચયથી મારા ઉપર એવી છાપ પડી છે કે શીલ અને સમાધિની યોગ્ય સાધના દ્વારા જ તેમનામાં પ્રજ્ઞાનું બીજ વિકસ્યું Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૮] દર્શન અને ચિંતન છે. યોગશાસ્ત્રમાં શ્રદ્ધા, વીયે, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞા એ પાંચને ગનાં અંગ લેખ્યાં છે. આમાં પહેલાંનાં ચાર એ પ્રજ્ઞાની આવશ્યક ભૂમિકા છે. હું કિશોરલાલભાઈનાં લખાણ અને જીવન, બન્ને વિશે જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે ત્યારે એમની પ્રજ્ઞાને ખુલાસે મને બુદ્ધ અને શાસ્ત્રના કથનમાંથી જ મળી જાય છે. કિશોરલાલભાઈની પ્રજ્ઞા નાનામુખી છે. તેમણે “ઉધઈનું જીવન,” “વિદાયવેળાએ', “તિમિરમાં પ્રભા', “માનવી–ખંડિયેર” જેવા કૌશલપૂર્ણ અનુવાદ ક્ય છે. ગીતામ્બનિ અને બીજાં છૂટક પદ્ય પણ રચ્યાં છે. સ્વતંત્ર લખાણે તે એમનાં ઢગલાબંધ છે; અને એમનાં લખાણેના વિષે કોઈ એક નથી. ધર્મ, સમાજ, રાજકારણ, અર્થકારણ, સાહિત્ય, કલા, શિક્ષણ આદિ અનેક વિષને લગતા અનેક મુદ્દાઓ ઉપર તેમણે વિચારપૂત લખ્યું છે. એમનું લખાણ એટલું મનનપૂર્વકનું અને મૌલિક છે કે આટલા બધા વિષયે અને મુદ્દાઓ ઉપર આવું સૂક્ષ્મ પૃથક્કરણપૂર્વક ભાગ્યે જ કઈ લખી શકે. જે અંતપ્રજ્ઞા સ્ત્રોત ઊઘડો ન હોય તે તેમના જેવા જીર્ણશીર્ણ, કુશકાય, પથારીવશ પુરુષને હાથે આ વિશદ વિચારરાશિ ભાગ્યે જ લખાય. કિશોરલાલભાઈ જેવું માતૃભાષા ગુજરાતીમાં લખે છે તેવું જ હિંદીમાં અને તે જ રીતે મરાઠી તેમ જ અંગ્રેજીમાં લખે છે. આજે તે “હરિજન” હરિજનબંધુ, “હરિજનસેવક એ બધામાં એમને જ પ્રાણ ધબકે છે. દેશવિદેશમાં ગાંધીજીના વિચારને જાણવા અને સમજવા ઈચ્છનાર તેમની કાર્ય પદ્ધતિ વિશે ઊભા થતા નવા નવા પ્રશ્નોને ખુલાસો મેળવવા ઈચ્છનાર બધા જ કિશોરલાલભાઈની લેખિનીની પ્રતીક્ષા કરે છે. એમને સૌથી મટે અને વિરલ ગુણ એ તટસ્થતાને છે. જેટલી એમનામાં તટસ્થતા છે તેટલી જ નિર્ભયતા અને સાથે તેટલી જ મધુરતા. આ વિશિષ્ટ ગુણોને લીધે તેઓ અલ્પાંશે પણ ગાંધીજીનું પ્રતિનિધિત્વ ધરાવવાના અધિકારી છે. તેમની એક કૃતિ “સમૂળી ક્રાંતિ” બદલ તેમને પુરસ્કારવા અને સત્કારવાનો જે નિર્ણય ગુજરાત વિદ્યાસભાએ કર્યો છે એમાં ખરી રીતે એ સભાના ધ્યેયને જ પુરસ્કાર, સત્કાર અને એનું જ ગૌરવ છે. - હવે કંઈક “સમૂળી ક્રાંતિ’ વિશે. “સમૂળી ક્રાંતિ’ ૧૯૪૮ના માર્ચમાં પ્રસિદ્ધ થઈ ત્યારબાદ અત્યાર લગીમાં એના ઉપર આવેલી ચાર સમાલેચનાઓ મારા જોવામાં આવી છે, બુદ્ધિપ્રકાશમાં ચુનીભાઈની, “ઊર્મિમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્થ, [૪૯ પ્ર. અનંતરાયની, “માનસી”માં અંબાલાલ પુરાણીની, અને પ્રસ્થાનમાં રસિકલાલ વકીલની. પહેલી બે “સમૂળી ક્રાંતિને યથાર્થ રીતે “સમૂળી ક્રાંતિ' તરીકે વર્ણવે છે. અને સચેટપણે એનું મૌલિકત્વ દર્શાવે છે. અમુક વિધાનોમાં થે મતભેદ કે સંદેહ હોય તે એ સમાલોચનાઓ “સમૂળી ક્રાંતિ ને એક વિરલ કૃતિ તરીકે સ્થાપે છે, જયારે શ્રી પુરાણીની સમાલોચના સાવ જુદી બાજુ રજૂ કરે છે, એ એને સમૂળી તે શું પણ ક્રાંતિ સુદ્ધાં માનવા તૈયાર નથી. આવે છેક સામા પાટલાનો વિરોધ જોઈ હું શ્રી પુરાણીની સમાલોચના બે વાર સાંભળી ગયા. સંભવ છે કે એને સમજવા પૂરતે મારે અધિકાર ન લેખાય, પણ મને લાગે છે કે એ સમાલોચના નથી સમ્યફ આલેચના કે નથી સંગત આલેચના. પણ એ આલોચના પરથી હું અનુમાન ઉપર આવ્યો છું કે એ “સમૂળી ક્રાંતિ નું યથાર્થપણું સાબિત કરે છે. “સમૂળી ક્રાંતિમાં જે અનેક વિધાનો છે તેને લીધે કોઈ એક જ જાતના વર્ગ ઉપર અસર નથી થતી. શિક્ષિત ગણાતા, સાધક મનાતા એવા વર્ગની માન્યતાઓને પણ આધાત પહોંચાડે છે. એટલે એવા જ કઈ આધાતનું પરિણામ એ. સમાચના હોય તો નવાઈ નહીં. અને એમ હોય તે એ ક્રાંતિ જ છે. ચોથી સમાજના તે વિશેષ વિશ્લેષણ અને ઊહાપેહપ્રધાન છે. તે “સમૂળી ક્રાંતિ ના મુખ્ય બધા જ ભાગોને સ્પર્શે છે, અને સ્ટથી લેખકનાં અવતરણે ટાંકી તેના ગુણદોષના બળાબળની સમીક્ષા કરે છે. સમાચક શ્રી વકીલ માફર્સના સામ્યવાદનું દૃષ્ટિબિંદુ ધરાવે છે, એટલે સ્વાભાવિક રીતે જ સમાચનામાં દષ્ટિબિંદુની પ્રધાનતા આવે અને જ્યાં સામ્યવાદના મૂળ પાયારૂપ આર્થિક વ્યવસ્થા કિશોરલાલભાઈને ચારિત્ર્યપ્રધાન પ્રતિપાદનો સામે ગૌણ થતી દેખાય ત્યાં તેઓ પોતાની દૃષ્ટિની સયુતિક રજૂઆત કરે છે, એટલે એ સમાચના વાચકને રસપ્રેરનારી બને છે. | કિશોરલાલભાઈના પરમેશ્વર, માનવતા, અને ચરિત્રપ્રધાન દષ્ટિકોણથી જુદા પડવા છતાં શ્રી વકીલ તેમની સ્વતંત્ર, પાકટ અને મર્મજ્ઞ વિચારક તરીકે કદર કરે છે. વકીલ “સમૂળી ક્રાંતિ'ને મરામતી ક્રાંતિરૂપે વર્ણવે છે અને પિતાના પક્ષમાં ઠીક ઠીક દલીલે પણ આપે છે. કિશોરલાલભાઈએ ઈતિહાસના અભ્યાસ વિશે જે ટીકા કરી છે તે અધ્યાપક રાવળ અને શ્રી વકીલની પેઠે મને પણ સંગત લાગતી નથી. કિશોરલાલભાઈની કટી સર્વત્ર એકમાત્ર વિવેકની રહી છે. જે એ જ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫૦) દર્શન અને ચિંતન કસોટીએ ઈતિહાસને અધ્યયનનું મૂલ્ય પણ આંકવામાં આવે છે એમ કહી ન શકાય કે ઇતિહાસનું જ્ઞાન અનર્થકારી છે. એનું અજ્ઞાન, એને વિપર્યાસ કે એના જ્ઞાન સાથે મળેલી બીજી સ્વાર્થી વૃતિઓ ભલે અનર્થકારી નીવડે, પણ તેથી ઈતિહાસનું જ્ઞાન નકામું છે એમ હું પણ ભાન નથી. સમૂળી ક્રાંતિ' સમજવાને પૂરે અધિકાર સામાન્ય વાચકને નથી. પણ જે જે સમજદાર અધિકારીએ એને ધ્યાનપૂર્વક વાંચી વિચારી હશે, તેના કેટલાય રૂઢ સંસ્કાર અને જન્મસિદ્ધ ગ્રંથિઓ મૂળમાંથી હચમચ્યા વિના ભાગ્યે જ રહ્યાં હશે. એ જુદી વાત છે કે સંસ્કાનાં મૂળ હચમ છતાં માણસ ફરી પાછો એ ને એ ઘરેડમાં ચાલ્યા કરે. આમ થવાનાં અનેક કારણો છે. ગ્રંથિઓ શિથિલ થયા પછી પણ પડખું બદલવાને સવાલ બીજા કેટલાક વિશિષ્ટ ગુણોની અપેક્ષા રાખે છે. જે તે વાચકમાં હોય તો તે ક્રાંતિ કરી શકે, ન હોય તે નહીં. પણ “સમૂળી ક્રાંતિનું કામ તે વાચકને તેના રૂઢ સંસ્કાર વિશે મૂળથી વિચાર કરતા કરી મૂકવાનું છે. એ દષ્ટિએ આ પુસ્તક કોઈને પણ વિચાર પ્રેર્યા વિના રહે એમ હું નથી ધાર. એ જ એનું મૌલિક ક્રાંતિકારક તત્ત્વ છે. ઉપનિષા ઋષિ અને બુદ્ધ, મહાવીર, કપિલ આદિ સંતમુનિઓએ જુદા જુદા શબ્દોમાં અને કંઈક જુદી જુદી રીતે પણ એક જ વાત તરફ સંકેત કર્યો છે, કે ત્રિવિધ તાપનું મૂળ અવિદ્યા, અજ્ઞાન, મેહ કે દર્શનમેહ છે. જ્યાં લગી આ અવિદ્યા કે અવિવેક હશે ત્યાં લગી આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એકે દુઃખ દૂર થવાનો સંભવ નથી. બધા જ ઋષિમુનિઓએ અવિદ્યા કે અવિવેકને નિવારવા ઉપર જ ભાર મૂક્યો છે. અને એનાથી જ ઉત્પન્ન થનાર દુઓનું ત્રણ ભાગમાં વર્ગીકરણ કરી દુઃખ વિશેનું નિરૂપણ ટૂંકાવ્યું છે. કિશોરલાલભાઈ એ જ ઋષિમુનિઓની પદ્ધતિને કંઈક જુદી રીતે “સમૂળી ક્રાંતિમાં રજૂ કરે છે. આજની દુનિયામાં વિશેષે કરીને ભારતના જે મુખ્ય પ્રશ્નો છે અને જે ઘટનાઓ કલેશકર અને દુખદાયક બની રહી છે અને બનતી આવી છે, તે પ્રશ્નો અને તે ઘટનાઓ એકેએકે લઈને તેઓ તપાસે છે. તેમાં કલેશ અને દુઃખનું તત્વ હોય તે તે શા કારણે અને કેવી રીતે ઉદ્ભવે છે અને વિશ્લેષણ–પ્રધાન બુદ્ધની તાર્કિક સરણીને એના વિકસિત અને વિશદ રૂપમાં અવલબીને સ્ફોટ કરે છે, અને છેવટે દર્શાવે છે કે અજ્ઞાન, અવિવેક તેમ જ જતા એ બધા રંગનું કારણ છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યું , [૫૧ પછી તે કારણે નિવારવા માટે તેમને જે વિધાને મૂક્યાં છે અને જે ઉપર તેમણે ઠીક ઠીક ઊંડો વિચાર કર્યો છે તે વિધાને રજૂ કરે છે. આમ સમૂળી ક્રાંતિ” ઘટનાઓમાં અનુભવાતાં દુઃખના વિશ્લેષણ દ્વારા એના મૂળ કારણ સુધી પહોંચે છે. તેથી પ્રાચીન ધર્મગ્રંથોમાં જે ત્રિવિધ તાપના કારણ તરીકે અવિવેકનો નિર્દેશ છે તે જ “સમૂળી ક્રાંતિમાં છે, એમ મને લાગે છે. ફેર હોય તે એટલે જ છે કે બધા જ ધર્મગ્રંથ દુઃખોને સંક્ષેપમાં નિર્દેશ કરે છે, જ્યારે “સમૂળી ક્રાંતિ” વર્તમાન જમાનાના સળગતા પ્રશ્નોની વિગતવાર ઊંડી મીમાંસા કરે છે અને પછી તેના કારણ, અજ્ઞાન કે અવિવેક ઉપર માણસનું ધ્યાન એકાગ્ર કરી તે ઉપર કુઠારાઘાત કરવા કહે છે. દક્ષિણાય તર્ક તીર્થ લક્ષ્મણ શાસ્ત્રીએ “હિંદુધર્માચી સમીક્ષા” નામનું પુસ્તક લખ્યું છે. તેઓ વાઈની પાઠશાળાના મુખ્ય અધ્યાપક તે છે જ, અને ક્રાંતિકારી વિચાર પણ ધરાવે છે. તેઓ પોતે બ્રાહ્મણપ્રધાન સંસ્કૃત પાઠશાળાના મુખ્ય કર્તાહર્તા અને તર્કશાસ્ત્રના વિદ્વાન છે. તેમનું જીવન હિંદુત્વના સંસ્કારથી રંગાયેલું અને મુખ્યપણે બ્રાહ્મણવર્ગ વચ્ચે જ વ્યતીત થતું આવ્યું છે. તેમ છતાં તેમણે પોતાના પુસ્તકમાં હિંદુધર્મની એવી સૂક્ષ્મ, ઉગ્ર અને તલસ્પર્શી સમીક્ષા કરી છે કે હું જાણું છું ત્યાં લગી બ્રાહ્મણ પરંપરામાં થયેલ, બ્રાહ્મણધર્મમાં જ રહીને, બ્રાહ્મણધર્મ ઉપર આટલી બધી ઉગ્ર, સૂક્ષ્મ અને શાસ્ત્રીય ટીકા બીજા કોઈએ અત્યાર સુધીમાં કરી નથી. લક્ષ્મણ શાસ્ત્રીની આ ટીકા સાચી છે છતાં તેમાં મોટે ભાગે ખંડનાત્મક શૈલી જ છે. એના સ્થાનમાં નવવસ્તુનું નિર્માણ સૂચવવામાં નથી આવ્યું. હિંદુ ધર્મની ભ્રમણાઓના જૂના મહેલને ભેયભેગે કરવાની એમાં પુષ્કળ સામગ્રી છે, પણ એના સ્થાનમાં ને મહેલ રચવાની કોઈ વિશિષ્ટ સામગ્રી નથી. જ્યારે “સમૂળી ક્રાંતિ’માં એ ખામી નથી. જાતે ત્યાજ્ય હોય ત્યાં જવાનું બતાવ્યું છે, પણ સાથે સાથે દરેક પ્રસંગે વિધાયક માર્ગો રજૂ કર્યો છે. એટલે આ કાંતિ જેમ અવિવેકના મૂળ ઉપર પ્રહાર કરે છે તેમ તે વિવેકમૂલક નવરચના પણ સૂચવે છે. એટલે તે માત્ર વિધ્વંસક છે એમ રખે કોઈ સમજે. સમૂળી ક્રાંતિમાં કિશોરલાલભાઈનું સંતમહંતને શેભે એવું હૃદયમંથન દેખાય છે. સમગ્ર નિરૂપણમાં તેમની દૃષ્ટિને આધાર પરમાત્મનિષ્ઠા Page #8 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન અને માનવતાનિકા છે. ખરી રીતે પરમાત્મામાં માનવતા અને માનવતામાં પરમાત્મા જેવાની તેમની એક નવદષ્ટિ છે. જ્યારે તેઓ એમ કહે છે કે જે મેટામાં મોટી ક્રાંતિ કરવાની છે તે આપણે જડ જાહોજલાલી કરતાં ભાણસાઈને સૌથી વધારે મહત્વ અને જીવ માટે સૌથી વધારે આદર આપતાં શીખવવાની છે. એને અભાવે કોઈ પણ પ્રકારનું રાજતંત્ર કે અર્થવાદ કે ધર્મ મનુષ્યને સુખશાંતિ આપશે નહીં,” ત્યારે તેમની માનવતાના ઉત્કર્ષની ઝંખના વ્યક્ત થાય છે, તેમને નિરાશા તે સ્પર્શી જ નથી. આખું નિરૂપણ દુઃખનું વિશ્લેષણ કરે છે. સાધારણ માણસ દુ:ખના વિચાર અને વિશ્લેષણ દ્વારા નિરાશ થઈ જાય, જ્યારે એમને વિશે એથી ઊલટું છે. તેમનો આશાવાદ એર તેજસ્વી બને છે. જે પરમાત્મા પ્રત્યેની અનન્ય નિષ્ઠા અને માનવતાના ઉત્કર્ષમાં અનન્ય શ્રદ્ધા ન હોય તે આમ કદી ન બને. કિશોરલાલભાઈ માત્ર રુક્ષ અને કંટાળો આપે એવું વિશ્લેષણ જ નથી કરતા; પણ વચ્ચે વચ્ચે એમની પ્રસન્ન પ્રકૃતિમાંથી કેટલાક વિનોદે એવી રીતે સરી પડે છે કે વાંચનારમાં સ્મિત પ્રેર્યા વિના નથી રહેતા. એથી ધણું વાર એમની શૈલી એવી હલકીફૂલ બને છે કે ચે પડીને પૂરી વાંચ્યા વિના છોડવાનું મન જ નથી થતું. જેમ વિનોદે તેમ તેમાં કટાક્ષો પણ આવે છે. પણ એ કટાક્ષ કઈ અણગમા, દ્વેષ કે અપમાનવૃત્તિમાંથી આવેલા નથી હતા એમ વાંચતાં તરત જ સમજાઈ જાય છે. સમૂળી ક્રાંતિમાં મત, વાદ કે અભિપ્રાયને ધર્મ લેખી તેને પૂર્ણ માની લેવા જતાં કેવી અનર્થ પરંપરા જન્મે છે એનું દરેક પંથને સ્પર્શ કરે તેવું તટસ્થ અને નિર્મળ નિરૂપણ છે. તટસ્થતા એટલે સુધી કે કિશોરલાલભાઈએ ગાંધીજીને નામે ઊભા થયેલા વાદોની પણ સ્પષ્ટ સમીક્ષા કરી છે. જ્યારે કિશોરલાલભાઈ વાદને સત્યને એક અને તે પણ બહુ નાનો અંશ સમજી તે વિષે વિવેચન કરે છે, ત્યારે વાંચતાં વાંચતાં આપણું દઢ પ્રતીતિ થાય છે કે ખરેખર વાદે એ તે એકા છે, નાના નાના બંધે છે. એમાં જીવનની સતત વહેતી ગંગા કદી સમાઈ કે બંધાઈ રહી શકે નહીં. એ ગંગા તે એ ચિકા અને બને તોડે ત્યારે જ નિર્મળ રહી અને વહી શકે. બીજે સ્થળે તેમણે ગાંધીજીની પ્રાર્થનાની પણું સમીક્ષા કરી છે. જેમને તેઓ અસાધારણ રીતે માને છે તેમને વિષે પણ તેઓને પિતાનું મંતવ્ય દર્શાવતાં જરાય સંકોચ નથી થતા. એ એમનાં પાંચ પ્રતિપાદને પિકી બીજા પ્રતિપાદનની યથાર્થતા સૂચવે છે. બીજું પ્રતિપાદન આ પ્રમાણે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અધ્ય [૫૩ t न को विवेकना क्षेत्रथी पर. ' ીજા પ્રતિપાદનનું તેમણે જે નિખાલસ અને નિર્ભયપણે સાહજિક વિવેચન કર્યું છે તે વાંચતાં સિદ્ધસેન દિવાકરની એક સૂક્તિ યાદ આવી જાય છે, ( मनुष्यवृत्तानि मनुष्यलक्षणैः मनुष्यहेतोर्नियतानि तैः स्वयम् | अलब्धपाराण्यलसेषु कर्णवान् ' अगाधपाराणि कथं ग्रहीष्यति ॥ આના સાર એ છે કે મનુષ્ય દેહધારીઓએ પોતે જ મનુષ્યોનાં ચરિતા-વ્યવહારા મનુષ્ય જાતિને માટે જ કર્યો છે, વ્યવસ્થિત કર્યાં છે, પણ આળસુ, જડ અને અવિવેક વર્ગમાંથી જ્યારે માણસ પોતે જ વ્યવહારા અને વ્યવસ્થાનું તત્ત્વ ન પામ્યા, એના સારી ન સમજ્યા, ત્યારે તેમણે પોતે જ તે માનવકૃત વ્યવસ્થાને પાર પામી ન શકાય એવી અગાધ માની લીધી, ચંચુપાત ન થઈ શકે તેવી અક્ર માની લીધી. પરંતુ જે વિચારક અને વિદ્વાન છે તે એ વ્યવથાપ્રતિપાદક શાસ્રાને ચંચુપાત ન થઈ શકે તેવાં કે અક્રૂર શી રીતે સમજશે? કિશોરલાલભાઈ પણ ખજા પ્રતિપાદનદ્વારા એ જ ભાવ સ્પષ્ટ કરે છે, એમ લાગે છે. સત્યની ધ્રુવી અલિહારી છે કે તે હારા વર્ષને અંતરે થયેલ એ જુદી જુદી વ્યક્તિની વિચારભૂમિકાઓમાંથી એકસરખી રીતે આવિર્ભાવ પામે છે? સાધુ શાંતિનાથ જે બંગાળી હતા અને હમણાં જ ગુજરી ગયા, તેમણે લાંખે વખત યાગાભ્યાસ કરી છેવટે તેને ભ્રાંતિજનક સમજી છોડી દીધા. તત્ત્વજ્ઞાનના અનેક વિચારપ્રવાહમાં ઊંડી ડૂબકી માર્યાં પછી પણ તેમને તેમાં બહુ વજન આપવા જેવું ન લાગ્યું અને છેવટે તે માનવીય ઉત્કર્ષ માટેની સમુચિત સેવામાં જ જીવનનું સાર્થક્ય છે એવા નિણૅય પર આવ્યા. જ્યારે કિશારલાલભાઈ ગામ અને તત્ત્વજ્ઞાનને માર્ગે ડીક ડીક પ્રવાસ ખેડ્યા છતાં યોગ અને તત્ત્વજ્ઞાનની જીવનપ્રદ આજુને જ સ્પર્ધા અને એના માનવીય ઉત્કર્ષની દૃષ્ટિએ આવશ્યક સેવાકાર્યમાં ક્રમ વિનિયેાગ થઈ શકે એ તત્ત્વ પણ પામ્યા. ‘ સમૂળી ક્રાંતિ 'માં એમણે એ જ તત્ત્વ રજૂ કર્યું છે. • સમૂળી ક્રાંતિ' ઉચ્ચ અભ્યાસક્રમમાં સ્થાન પામવાને દરેક રીતે પાત્ર છે. અધ્યાપન્ન પતે પણ એમાંથી ધણાં નવાં દૃષ્ટિબિંદુ મેળવી શકે તેમ છે; અને ઉચ્ચ કક્ષાના ઊગતા તરુણાને તે પોતાના સંસ્કારશોધનમાં તે ભારે મદદ કરી શકે તેમ છે. જો એક વાર વિધા—જગતમાં આવું પુસ્તક વંચાતું Page #10 -------------------------------------------------------------------------- ________________ ૫૪] દર્શન અને ચિંતા વિચારાતું થાય છે તે દ્વારા શરૂઆતમાં શિક્ષિત ગણાતા વર્ગની ઘણી જ પરંપરાગત, રૂઢ અને અવિવેકમૂલક માનસગ્રંથિઓ શિથિલ થવા પામે અને એને ચેપ સાધારણ–શિક્ષિત અને અશિક્ષિત સુદ્ધને પણ લાગ્યા વિના ન રહે. જ્ઞાન એક એવું અખંડ અને ગ્રંથિભેદક ઝરણું છે કે તે એક વાર ગમે તે સ્થાને ઉદ્ભવ્યા પછી ઉત્તરોત્તર વધારે ને વધારે પ્રસરતું જાય છે અને વચ્ચે આવતા અંતરને ભેદી તે લેકમાનસને વિવેકના ઊંચા સ્તર ઉપર મૂકે છે. તેથી હું એવી વિનંતિ કરું છું કે દરેક સમજદાર “સમૂળી ક્રાંતિ એક વાર તે વાંચે જ. એક વાર મારા મિત્ર એક આઈ. સી. એસ. મહાશયે મને કહ્યું કે તમે આર્ય સંસ્કૃતિ વિશે કાંઈક લખે તે ઠીક. મેં કહ્યું, “હું આર્ય સંસ્કૃતિને એ વિશિષ્ટ અભ્યાસી તે નથી, અલબત્ત, એના એકાદ અંશને સ્પર્શવાનો છેડો ઘણે પ્રયત્ન કર્યો છે. ક્યારેક એ વિશે લખવાના પણ વિચારે આવે છે, પણ પાછો સંકેચાઉં છું.’ તેમણે પૂછ્યું, “સંકોચ શા માટે ?” આને ઉત્તર આપતાં મેં મારા વિચારો દર્શાવ્યા તે અહીં ટૂંકમાં નેધવાની તક લઉં છું. સંસ્કૃતિ વિશે લખવું એટલે શું? અત્યારે જેઓ પિતાને આય. કુલેમ્ભવ સમજે છે અને જે જે વસ્તુઓને તે મહત્વની માને છે માત્ર તેની જ ગાથા ગાવી એટલું જ, કે સાથે સાથે તેમણે જે વિકૃતિઓ નિર્માણ કરી છે, પિલી છે અને જેના ઉપર સંસ્કૃતિને ઢોળ ચડાવ્યો છે તેને પણ ખુલ્લી કરવી તે જે માત્ર સંસ્કૃતિ-વર્ણનને નામે પ્રિય જ કહેવાનું હોય અને સત્યને બીજે અપ્રિય અંશ કહેવાનું ન હોય તે એ સંસ્કૃતિનો ઈતિહાસ નહીં પણ વિકૃતિઓને છુપાવવાને એક પ્રયત્ન થશે એમ મને લાગે છે. જે સંસ્કૃતિ સાથે વિકૃતિઓ પણ કહેવી એમ તમે કહેશે તે મારી દૃષ્ટિએ વધારે પ્રમાણ વિકૃતિઓનું જ હોવાથી તે વિકૃતિઓને ઈતિહાસ થશે, જે કાઈ કાળમાં અને કઈ દેશમાં સરકૃતિરૂપે હતું તે જ કાળાન્તરે, સ્થળાન્તરે અને સમયાન્તરે વિકૃતિમાં પરિણામ પામ્યું છે અને જે જે બાબતે સંસ્કૃતિરૂપે એકસરખી જીવતી રહી છે તેની ભૂમિકા વિકૃતિઓથી જ પોષાતી રહીં છે. આ રીતે જ્યારે સંસ્કૃતિ વિશે લખવાનું મન થાય છે, ત્યારે એની બીજી બાજુ પૂર્ણપણે સ્પર્શવામાં ન આવે તો તે લખાણું સંસ્કૃત નહીં પણ વિકૃત બને છે, એવો વિચાર આવવાથી લખવાને ઉત્સાહ મેળ પડે છે. સંસ્કૃતિની યશગાથા ગાવાને નાદ સૌને એટલે બધો લાગ્યો છે કે પછી તે સાંભળનાર, Page #11 -------------------------------------------------------------------------- ________________ અધ્ય, [55 વાંચનાર બધાના કાન પોતપોતાની માની લીધેલી સંસ્કૃતિની કીર્તનકથા સાંભળવા એકાંતથી ટેવાઈ જાય છે, અને તેની વિરુદ્ધ સોળે સેળ આની સાચું કહેવામાં આવે છે તે સંસ્કૃતિપ્રિય લેકે મરવા કે મારવા તૈયાર થઈ જાય છે.' મારા આ કથનથી તે ભાઈ મૌન રહ્યા. પણ મારી અંગત વાતચીત અહીં ધું છું. તે તે એ દર્શાવવા કે હું જે આયંવર્ગની વિકૃતિઓ અને ત્રુટિઓને અંશથી પણ વર્ણવતાં કે લખતાં કાચ સેવતા હતા તે ત્રુટિઓ અને તે વિકૃતિઓ કિશોરલાલભાઈએ ખૂબ મોકળા મનથી “સમૂળી ક્રાંતિમાં રજૂ કરી છે. જ્યાં સુધી હું સમજવા પામ્યું છું ત્યાં સુધી એમ કહી શકાય કે તેમણે “સમૂળી ક્રાંતિમાં બધા વર્ગોની ધર્મ, સમાજ, અર્થકારણ, રાજકારણ અને શિક્ષણ વિશેના પ્રશ્નો વિશેની ગેરસમજૂતી અને ખેડખામીઓ રૂપે વિકૃતિઓ જ વર્ણવી છે. તેમણે જોઈ લીધું હોવું જોઈએ કે જે સાથે જીવનમાં સંસ્કૃતિરૂપે પચી ગયા છે તે તે છે જ. એને કહી, મેટા રૂપમાં બતાવી, લેકને ફેસલાવવાની, ફુલાવવાની કે મોટાભા બનાવવાની શી જરૂર છે ? જરૂર હોય તે તેમની ખામીઓ અને ભૂલે બતાવવાની જ છે. આ દૃષ્ટિથી “સમૂળી ક્રાંતિ એ પ્રજાજીવનનું નબળું પાસું રજૂ કરે છે ને તેને નિવારવા સંકેત કરે છે. -બુદ્ધિપ્રકાશ